જો તમારો જન્મ જૂનની ૨૫મી તારીખે થયો હોય તો…

તમને ધન મેળવવા માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડશે. કોઈ પણ વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત નહીં થાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. બીજાની વાત તમે સહેલાઈથી માની લેશો. તમારા વિચારો ખૂબ  જ નાજુક હશે. તમે વારસાગત કામ કરી શકશો. તમે સાહિત્યના શોખીન હશો તેમ જ ગૂઢવિદ્યા અને ભૂતપ્રેતની વાતોમાં વિશેષ રસ રહેશે. લાંબા પ્રવાસનો શોખ વધુ રહેશે. તમે પાણીની આજુબાજુ રહેવાનું વધુ પસંદ કરશો. સ્વભાવે તમે ડરપોક પણ હશો. કૌટુંબિક જીવનમાં મતભેદ પડશે. અન્ય વ્યક્તિઓને તમારી સાથે ગેરસમજ વધારે થશે. તમારે બચત કરવી જ‚રી છે. તમારે વૃધ્ધાવસ્થા માટે પૈસાનો વિચાર કરી યોજના કરવી પડશે. તમે સામી વ્યક્તિ પર ઝડપથી વિશ્ર્વાસ નહીં મૂકો. તમારી સાથે જો કોઈ નિખાલસભાવે વાત કરશે તો તે તમને વધુ પસંદ પડશે. જૂની વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ હશે. તમને ખોટા વિચારો વધારે આવશે. અંગત વ્યક્તિ જ તમને બદનામ કરશે. તમે ઘણીવાર ખૂબ જ ચિંતા કરશો. પેટના દુખાવાથી, લોહીના દબાણથી, હાઈપ્રેશરથી સંભાળવું પડશે.

શુભરંગ: દૂધિયો, શુભ નંગ: પાંચુ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦.

– નુપુર

Similar Posts

  • શિરીન

    મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી. એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા. ‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’ કે તેનાં જવાબમાં…

  • લગ્નનાં અમુક વરસોબાદ વેલેન્ટાઈન ખોવાઈ જાય તો શોધવાની જવાબદારી બન્નેની

    પતિ-પત્ની એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે એ યુગલોની સંખ્યા કરતા પતિ-પત્ની ન હોય અને એકબીજાને યુ આર માય વેલેન્ટાઈન કહે અથવા કહેવા માંગતા હોય એવા યુગલોની સંખ્યા કાયમ મોટી હોય છે. લગ્ન પહેલા જેઓ પ્રેમી હતા અને જેમના લગ્ન પણ પ્રેમલગ્ન છે તેવા યુગલો અને અરેન્જડ મેરેજ કરનારા યુગલો પણ લગ્નનાં અમુક વરસો બાદ…

  • ચાલો પ્રકાશની ઉજવણી કરીએ!

    દિવાળી એ પાંચ દિવસીય પ્રકાશનો તહેવાર છે, જે વિશ્ર્વભરના લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ નવા વર્ષ સાથે જોડાયેલો છે અને આ રીતે નવી શરૂઆત અને અંધકાર ઉપર અનિષ્ટ અને અજવાળા પર સારી સફળતાની ઉજવણી કરે છે. દિવાળી ધન અને સમૃદ્ધિના દૈવી લક્ષ્મીની પણ ઉજવણી કરે છે. ઉત્સવના પાંચ દિવસ: ઉત્સવના પાંચ…

  • |

    પારસી – ગઈકાલ અને આજ!

    પારસી ઇતિહાસ સ્પષ્ટપણે પૂર્વ-ઐતિહાસિક અને ઐતિહાસિકમાં વિભાજિત કરી શકાય છે. આપણે પૂર્વ-ઐતિહાસિક સમય વિશે દંતકથાઓ, અને અમુક ધાર્મિક ગ્રંથોમાંના સંદર્ભો વિશે જાણીએ છીએ. ઐતિહાસિક સમયગાળો ઈરાનના શિલાલેખમાં તેમજ ગ્રીક અને પછી આરબ ઈતિહાસકારો દ્વારા નોંધાયેલ છે. હેરોડોટસ (484-425 બીસી), પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર, ધ હિસ્ટ્રીઝમાં ગ્રીકો-પર્શિયન યુદ્ધોનું વિગતવાર વર્ણન લખે છે, જ્યાં તેમણે ઐતિહાસિક ઘટનાઓની વ્યવસ્થિત…

  • નટી ચોકો બોલ્સ

    સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30 July – 05 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે નાના કામો સમય પર પુરા કરીને ધન કમાઈ લેશો. બુધ તમને ખોટા ખર્ચા કરાવશે નહીં. નાણાને બચાવી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા. 01, 02, 03,…