પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

અસલી એસિર્યનો, બહાદુર બેબિલોનિયનો કે રણશૂર રોમનોને બાજુએ મૂકતા, પ્રાચીન કાળની પ્રજાઓમાં જે પ્રજા પૂરાતન તવારિખના પારસી અભ્યાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે તે પ્રજા પારસી પ્રજા છે.

Untitled-1 copyઅગર જો અસલી એસિર્યનોની યાદગાર હુન્નરમંદી આજે હયાત છે તો પણ તે પ્રજાને આપણે નાશ પામેલી જોઈએ છીએ. અગર જો પુરાતન રોમન કે ગ્રીક પ્રજાના વંશજો આજે હયાત છે તો પણ તેમનો ધર્મ નાબૂદ થયો છે અગર જો પ્રાચીન કાળના ‘વિદ્યા હુન્નરના સામાન્ય શત્રુ’ દાખલ ગણાતા હન કે તુરાનીઓ, ગોથ કે વન્ડલોએ જમીનદોસ્ત કીધેલાં શહેરોનાં ખંડિયરો આજે આપણું ધ્યાન ખેંચ છે તો પણ તે પ્રજાઓની ધન-નસલ આ ધરતી પર જણાતી નથી. ફકત પારસી પ્રજા જ એક એવી પ્રજા છે કે જેને જમાનાની ગરદીશ ગરદાપેચ કરી શકી નથી. જેનો સેંકડો આફતો કે હજારો વિપત્તીઓ નાશ કરી શકી નથી; જેને ચળકતી શમશેરના જોરેમંદ ઝપાટા જેર કરી શકયા નથી, કે તેજી તલવારના તજ‚બાઓ તમામ કરી શકયા નથી; તે તેજ પ્રસિધ્ધ પ્રજા છે કે જેણે એક વાર તમામ દુનિયામાં દોર અને દમામ ભોગવ્યો હતો, જેના તેજી તીરોના જબરા જખ્મોએ હજારો જિગરો ચાક કીધા હતા અને જેના ભાલાએ

2 copyભલભલા શેરનરોના સીનામાં ધાસ્તી ઉપજાવી હતી. તે તેજ પ્રજા છે કે જેની ધરતી ધ્રુજાવનારી ધમાધમી આપણને અચંબો પમાડી અજાયબીના ઉંડા ગારમાં ગરકાવ કરે છે, જેની જગપ્રસિધ્ધ જોરેમંદી અને જશવંતી જલેહમંદ ફત્તેહો દરેક સાચા પારસીના જિગરો ખુશાલીથી ખીલવી દે છે. તે તે જ પ્રસિધ્ધ
પારસી પ્રજા છે કે જેને આપણે સદા દાનાઈના દરિયામાં ડૂબકી મારતી, ખોદાઈ ખ્યાલોમાં ખીલી રહેલી, સચ્ચાઈ અને ધાર્મિક જિંદગીના એક સાચા નમુના તરીકે પોતાને રજૂ કરતી જોઈએ છીએ. એ પુરાતન પ્રજાના ધર્મ કે વિદ્યા હુન્નર, જાહોજલાલી કે દોર દમામનું બ્યાન કરવા આજે આપણે માંગતા નથી પણ આજે આપણને એ પ્રજાએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગોનો એક સંક્ષેપ સાર ઉપજાવી કાઢવાનો છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06th June – 12th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મુશ્કેલી નહીં આવશે. કોઈ સારા સમાચાર મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મિત્રોને મળી શકશો. વધારે કમાણી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 06, 07, 11, 12 છે….

  • હિંમત ના હારશો એક દરવાજો હમેશા તમારા માટે ખુલ્લો છે

    જિંદગી પોતાની શ‚આત સાથે અનિશ્ર્ચિતતા લઈને આવતી હોય છે. આપણે કયારે પણ નિશ્ર્ચિંત નથી હોતા કે આપણી સાથે કંઈ ઘટના બનવાની છે. અને સાચું કહીયે તો જીવવાની આજ મજા છે. નહીં તો જીવનનું નવુંપણ શું રહેશે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ કંઈ નહીં બદલાય અને જીવનમાં તકલીફ, મુશ્કેલીની જગાઓમાં આપણા…

  • રખ્યા

    આતશ બહેરામ પાદશાહની ભશમ એક ઘણી મોતેબર વસ્તુ છે. તે એક ચીજ છે કે જે તે પાદશાહનો દુવ્વમ દરજ્જો જલવો રાખે છે. પાદશાહના મીક્ષો અને ઉશ્તાનો હસ્તી અને નીસ્તીના આસ્માનોના મીથ્ર ઉશ્તાન સાથે સંબંધ રાખે છે જેથી મીનોઈ અને હસ્તીની આલમોનાં નુરોનો પ્રભાવ તે પાદશાહમાં રહે છે. આ બધો જલ્વો આતશ પાદશાહની ભશમમાં કરાર પામીને…

  • બપોરની ઉંઘ

    સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું…

  • આરોગ્યમ ધનસંપદા: શારીરિક અને માનસિક કસરત કરો

    તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારૂં ભૌતિક શરીર સારું હોવું જરૂરી છે. તમે તમામ આયોજન કર્યું છે, એક મોટા ધ્યેયની કલ્પના કરી છે અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તમે તમારા શરીરનું કયારે ધ્યાન નથી રાખ્યું. તમારૂં શરીર તમારા જીવનની સફરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. તેને સારી સ્થિતિમાં રાખવા માટે, તમારે શારીરિક…

  • શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

    મારયો તેણીએ પોકાર એક સખ્ત, “અફસોસ! કે મારૂં એવું બદ બખ્ત! બાળ્યું મેં દિલ, કાહડ્યો મેં વખ્ત, આંખમાંથી રેડ્યાં આંસુ બહુ સખ્ત! બેજનને આપ્યું મારૂં મે દેલ, તે ખાતર છોડ્યાં મા બાપ ને મેહેલ, તે ખાતર તજ્યાં ખાંન અને પાંન, થાય છે તે આખેર એમ બદ ગુમાંન! બાપ અને ખેશીઓ થયાં બેજાર, રખડી ને રઝળી…