પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚ અને શાપુર અંધ્યા‚ ને જો આપણે સાધારણ રીતે વારંવાર બોલશુ તો આપોઆપ હોરમજધ્યા‚, મહેરવાનધ્યા‚, જમશેદધ્યા‚ અને શાપુરધ્યા‚ એવો જ ઉચ્ચારર થશે. કેમ કે સમાસ અને સંધીના વ્યાકરણના કાયદા પ્રમાણે પહેલા શબ્દનો અતંત્યાક્ષણ વ્યંજન હોય અને તેની સાથે સંશ્રીથી જોડાનારા શબ્દનો પહેલો અક્ષર જો સ્વર હોય તો તે સ્વર પેલા વ્યંજનમાં સમાઈ જશે અને બોલવામાં તે ઢંકાઈ જશે. હવે વાંચનારાઓ ઉપલા ૪ નામો બોલી જોશો તો પાછળથી ધયા‚ શબ્દનો દા‚ આપોઆપો ઉપાંતર થઈ જશે. એટલે ઈરાનમાં મોબેદ કહેવાતા ત્યાં કાંઈ મોબેદોને અંધ્યા‚ કહેતા નહીં હતા, પણ હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ ગુ‚ઓનો ‘અધર્વ્યુ’ કહેતા તે ઉપરથી પારસી ધર્મ ગુ‚ઓને અધ્વર્યુ અને તેનો અપભ્રંશ અંધ્યા‚ કહેવામાં આવેલા છે.

Similar Posts

  • શિરીન

    ‘કદી પણ ડરબી કાસલ યા તો તેની આસપાસની જમીન પર આવતો ના કારણ ફિરોઝ ફ્રેઝરે તુંને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધાછ.’ ‘પણ…પણ કાંય શિરીન, મેં શું એનું બગાડયું?’ પછી શિરીન વોર્ડને તે આખી કહાણી દુખી જીવે પોતાનાં ભાઈને કહી સંભળાવી. પહેલાથી તે આખર સુધીની સઘળી જ બીના તેણીએ જણાવી નાખી કે તે સાંભળતા કેરસી વોર્ડને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26th October, 2019 – 1st November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બહાર જાઓ તો સંભાળીને જજો. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. 27મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની શાંતિ મેળવી…

  • ધર્મ એટલે શું?

    ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત…

  • મેષ: અ.લ.ઈ.

    ૨૦ મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિબળ વાપરી અઘરા કામને સહેલા બનાવી દેશો. કરેલા કામમાં સંતોષ મળશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૭, ૨૮, ૧ ને ૨ છે. વૃષભ: બ.વ.ઉ. તમારી…

  • બીપીપીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કમ્યુનિટી સર્વિસના દિગ્ગજ – યઝદી દેસાઈનું નિધન

    2જી નવેમ્બર, 2021ના રોજ, બીપીપીના ભૂતપૂર્વ અધ્યક્ષ, યઝદી દેસાઈના અવસાનથી સમુદાયે તેના અગ્રણી રથેસ્ટાર્સમાંથી એક ગુમાવ્યો – એક વ્યક્તિ જેનું હૃદય સમુદાય માટે ખરેખર ધબકતું હતું… એક વ્યક્તિ જેણે તેના પ્રિય પારસી/ઈરાની જરથોસ્તીના કલ્યાણને પ્રાથમિકતા આપી હતી. એક માણસ જેણે પોતાનું જીવન સમુદાયની અંદર અને તેની બહાર જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે સમર્પિત કર્યું. ખરેખર…

  • ખાન બહાદુર એદલજી સોહરાબજી ચેનાય અંજુમન દર-એ-મેહર, સિકંદરાબાદ

    અમે વાચકો સાથે શેર કરીને ખુશી અનુભવીએ છીએ કે 14 જુલાઈના રોજ તેના ભવ્ય 100 માં સાલગ્રેહની ઉજવણી કરનારી સિકંદરાબાદના ખાન બહાદુર એદલજી સોહરાબજી ચેનાય અંજુમન દર-એ-મેહરના આદરિયાન સાહેબનું વિસ્તૃત નવીનીકરણ કાર્ય હવે પૂર્ણ થયું છે. મોબેદ સાહેબ દ્વારા પવિત્ર પાદશાહ સાહેબને ગર્ભગૃહમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. શહેરમાં રહેતા હજારથી વધુ પારસીઓને સંભાળતી, દર-એ-મેહર, હૈદરાબાદ-સિકંદરાબાદના…