તેહમુરસ પાદશાહ

દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે ઓઝોરેમંદ યઝદ, આ મુરાદ અને બક્ષ તે ‘તમામ દેવો, જાદુગરો અને પરીઓને જેર કરનાર થાઉ.’ અવસ્તામાં એને ‘અઝીનવાઓ’ એટલે હથિયારબંદ કહેલો છે. તેણે સેપાહાન (એસ્ફહાન) નામનું શહેર બાંધ્યું હતું એ પાદશાહના રાજય અમલમાં મોટો દુકાળ પડયો હતો. ત્યારે તવંગરોને ફરમાસ્યું હતું કે દિવસમા એક જ વેળા ખાઈ ગરીબોને બીજી વેળનું ખાણું (જમણ) મુફલિસો ને આપવું. રોજા (ઉપવાસ) રાખવાનો રિવાઝ એના વખતથી ચાલુ થયો હતો.

એના વખતમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે લોકો પોતાના ગુજરેલાં વ્હાલાઓની લાકડા, પથ્થરની અને સોના ‚પાની મૂર્તિ બનાવી ગુજરાન ચલાવતા હતા. તેણે મર્વ અને બલ્ખનો શહેરો વસાવ્યા હતા.

Similar Posts

  • કૃપાળુ દેવી આવાં યઝદ

    થોડા દિવસો પહેલા આવા મહિનો – આવા રોજ પરબ પર, જરથોસ્તીઓ અગિયારીના કુવાઓ અથવા ભીખા બેહરામના કુવા પર ભેગા થાય હતા. તે એ દિવસ છે જ્યારે ગૌરવપૂર્ણ આવાં યઝદના જાદુને કારણે પ્રેમ અને આરાધનાની લાગણી પ્રગટ થાય છે. ચાલો આપણે આવાં અરદવીસુરા અનાહિતાને પ્રાર્થના કરીએ. આવાં યઝદને સ્ત્રી દૈવીત્વ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે દોષરહિત…

  • ગયા જન્મે મારાં સાસુ મારી મા હશે

    લેબોરેટરી ટેકિનિશિયનનો કોર્સ કરેલી શીતલના લગ્ન વિભવ સાથે થયા. વિભવ અમેરિકન સિટિઝન હતો. લગ્ન પછી એકાદ અઠવાડિયામાં એ પાછો અમેરિકા ગયો. એણે જતાં પહેલા શીતલને કહ્યું ‘થોડા મહિનામાં તને વિઝા મળી જશે. અમેરિકાની ધરતી પર વિભવ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. વિશેષ અભ્યાસ માટે એ અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ વસવાનો એણે…

  • નવસારીમાં આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

    23મી માર્ચ, 2023ના રોજ આવાં યઝદ પરબના શુભ અવસર પર નવસારી લોકમાતા પૂર્ણા નદીના કિનારે, સારી સંખ્યામાં પ્રકૃતિ-પૂજક પારસી જરથોસ્તી સમુદાયે નદીને તાજા ફૂલો, નારિયેળ અને શાશ્ર્વત પારસી મીઠાશના રૂપમાં ખાંડ અને દારની પોરી તેમની વાર્ષિક પરંપરાગત રીતે ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી સાંસ્કૃતિક વિભાગના સક્ષમ સંચાલન હેઠળ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22 May – 28 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. જે પણ કામ કરશો તે કરવામાં સફળતા મળશે. મિત્ર-મંડળમાં માનઈજ્જત મળતા રહેશે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ઘરમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. ચંદ્ર તમારા મનને મજબૂત બનાવશે. ખોવાયેલી…

  • હસો મારી સાથે

    પ્રિય યમરાજ, શશી કપૂર, વિનોદ ખન્ના, ઓમ પુરી, રીમા લાગુ અને હવે શ્રીદેવી … અમે ભારતીય ફિલ્મ્સમાં તમારી ઊંડી રુચિને સમજીએ છીએ ..કૃપા કરીને ભારતીય રાજકારણમાં પણ રસ દર્શાવો. અમારી પાસે ઘણા બધા પાત્રો છે અને તેઓ ખરેખર મોટા કલાકાર પણ છે….. આશા છે કે તમે તાત્કાલિક કાર્યવાહી કરશો .. જો આમા રસ દાખવો તો…

  • પરવરદેગારના શુક્રાના!

    શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા! એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી…