પાદશાહ કેરસાસ્પ

અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા‚ તથા ધાડપાડુઓને મારી નાખી પ્રજાને રાહત આપી હતી. ‘ઉચ્વાક્ષય’ નામનો અને એને એક ભાઈ હતો ફારસી લેખકો મુજબ અસ્ત્રતનો છોકરો હતો. જે જમશેદની ઔલાદથી ઉતરી આયો હતો. અવસ્તા પ્રમાણે ‘થ્રીત’નો છોકરો હતો. જે થ્રીત સામનો છોકરો હતો. સામ તે કેરસાસ્પ પહેલવાનનો બપાવો થતો હતો. અવસ્તા મુજબ ૯૯૯૯૯ ફવષિ કેરસાસ્પના કાલબુદની પાસબાની કરે છે ફારસી લેખકોના લખાણ મુજબ કયામતના દિવસે પહેલવાન દેમાવંદ પહાડ પર કેદ કરેલા ઝોહાકને મારી નાખશે બુન્દહિશ્ના આ કથનને ટેકો આપે છે

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *