લોટવાળાં ભરેલાં શિમલા મરચાં

સામગ્રી: ૨ નંગ શિમલા મરચાં, ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ નંગ લાંબો કાપેલો કાંદો, ૪ નંગ લસણની કળી, ૧ નંગ લીલું મરચું, અડધી ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજી‚ પાઉડર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જી‚, ચપટી હિંગ, જ‚ર મુજબ મીઠો લીમડો.

બનાવવાની રીત: ચણાના લોટને શેકીને અલગ રાખવો. શિમલા મરચાંને ચોરસ કાપી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ નાંખીને લાંબા કાપેલા કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. સિમલા મરચાં નાંખીને આંચ મોટી કરીને પકાવવું. તેમાં ધાણાજી‚ં પાઉડર, લાલ મરચું અને શેકેલો ચણાનો લોટ ભેળવીને થોડા સમય સુધી શેકવું. રોટી કે પરાઠા સાથે ગરમાગરમ પીરસવું

Similar Posts

  • બુક લોન્ચ: ‘ઓનર બાઉન્ડ’, સરોશ ઝાઈવાલા દ્વારા

    તા. 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ની સાંજે, ભારતીય મૂળના અને લંડન-આધારિત, સરોષ ઝાયવાલા દ્વારા લખાયેલા પુસ્તક ‘ઓનર બાઉન્ડ – ઇંગ્લિશ કોટર્સમાં એક ભારતીય વકીલની એડવેન્ચર’ પુસ્તકનું પ્રેસ લોંચિંગ હતું. મુંબઈ પ્રેસ ક્લબ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લેખક સાથે ઉપસ્થિત રહેલા અગ્રણી ઉદ્યોગપતિ અદિ ગોદરેજ, આશિસ રે – લંડન સ્થિત બ્રોડકાસ્ટર અને…

  • નિષ્ફળતા એ સફળતાનો જ એક ભાગ છે!

    એક માણસ હતો, તે તેના જિંદગીમાં ખૂબ દુ:ખી હતો. નોકરી પણ સારી ન હતી, પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી પણ તે મજબૂરીમાં કરતો હતો, આ સિવાય પોતાની પાસે બચત ન હોવાને કારણે કાયમ દુ:ખી દુ:ખી રહેતો. અને મહિનાના અંતે જે પગાર આવતો તે બધો ઘર ખર્ચમાં જ વપરાઈ જતો, અને પોતાના કોઈ શોખ પૂરા કરી…

  • |

    Your Moonsign Janam Rashi This Year 15th August 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. જનરલ: આ વરસની શરૂઆત મધ્યમ રહેશે. નાની મુસાફરી કરી શકશો. સપ્ટેમ્બરથી 25મી નવેમ્બરની વચ્ચે ધનલાભ મેળવી શકશો. મગજ પરનો બોજો ઓછો કરવામાં આ વરસે સફળ નહીં થાવ. નવેમ્બર પછી નવા કામ મેળવી શકશો. વિદેશમાં જવાના ચાન્સ છે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. સટ્ટો…

  • મુંબઇનું પવિત્ર પારસી ગેટ 75 મિટર્સથી વિસ્થાપિત

    પારસી સમુદાયના મોટા ભાગને અત્યંત નિરાશ કરનારી ઘટનાઓના બદલામાં બીએમસીએ કોસ્ટલ રોડ પ્રોજેકટ માર્ગ બનાવવા માટે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે સદીથી જુના પવિત્ર પારસી ગેટને સ્થાનાંતરિત કર્યા છે. ટી.એન.એન. ના અહેવાલ મુજબ, ગેટનો એક આધારસ્તંભ 17 એપ્રિલ, 2021 ના રોજ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા સ્તંભને ત્રણ દિવસ પછી ખસેડવામાં આવ્યો હતો. બીએમસીના અધિકારીના જણાવ્યા…

  • હું યે એકવાર ‘વહુ’ જ હતી ને!

    માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો મારો દોસ્ત અમે સાથે ભણીએ એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં, જ્યારે પણ ઘરે…

  • સ્વર્ગ જેવું મંદિર

    ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ  ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘સ્વર્ગનુ…