શિરીન

મંદિરની સંભાળ લેવા એક પૂજારી આગળ આવી પોતાનું દુ:ખ રડી જતાં ને વળતામાં તે સંત ઘરડો પુ‚ષ તેઓને સારી શિખામણો આપી કાંઈક અંશે તેવાનાં દુ:ખ કમી કરી વિદાય કરતો.

અને ત્યારે આજે એજ મંદિરમાં શિરીન વોર્ડન એક તૂટેલા જિગર સાથ દુ:ખી જીવે ત્યાં દાખલ થઈને ગુ‚જીના પગ આગળ ફસડાઈ પડી ને અફસોસ કે એક વખતના બેંગ્લોરના લખપતિ શેઠિયા વિકાજી વોર્ડનની બેટીનો આવો હાલ જોઈ તે પૂજારીએ માયાથી તેણીનું માથું પસવારી પૂછી લીધું. ‘તને શું દુ:ખ છે, મારી બેટી?’

‘ગુ‚જી, મારા દુ:ખનો સુમાર જ નથી, ને તેથી મને તે બધામાંથી છટકવા મોત જોઈએ છે.

એ બોલો સાંભળી તે પુજારીએ પોતાનું વૃધ્ધ ડોકું નાચારીથી ધુણાવી નાંખ્યું.

‘નહીં બેટી, મોત કદી પણ દુ:ખમાંથી મુક્તિ મેળવી આપતું નથી.’

‘બીજો ઉપાયજ નથી ગુ‚જી, કારણ વધુવાર મારાથી હવે જીવી શકાશે નહીં.’

‘ફકત હીચકારા આદમીઓ આવા બોલો ઉચ્ચારી શકેછ, કારણ જીવનની લડત હરેક ઈન્સાને પોતાને હાથે જ

હિંમતથી લડવી જોઈએ.’

‘પણ ગુ‚જી, રસકસ વિનાની જિંદગી હવે કામની શું છે?

‘નહીં …નહી’ બેટી, તું નાદાન હોવાથી આવા બોલો બોલી શકેછ, કારણ પ્રભુએ બનાવેલી જિંદગી દરેક ઈન્સાન માટે મુખત્યાર કીધેલી છે. ફકત જ્યારે તે પોતાને માટે જ જીવી રહેછ, ત્યારે તેને જિંદગી કડવી લાગી આવે છે.’

એ ઉંડી ફીલસુફી તે દુ:ખી બાળા સમજી શકી જ નહીં કે તેણીએ અજાયબી પામતાં સવાલ કીધો.

‘પણ ગુ‚જી, મારી જિંદગી જો કોઈને વહાલી નહીં હોય તો પછી તેને જીવાડેલી કામની જ શુું?’ને ત્યારે ફરી પાછું તે સંતપુ‚ષે પોતાનું શીર ધુણાવી નાખી જુસ્સાથી કહી સંભળાવ્યું.

‘આપણા જીવનને ઉપયોગી બનાવવું તે આપણાં પોતાના હાથમાં જ છે.

એ સાંભળી તે બાળા દુ:ખથી પોકારી ઉઠી.

‘પણ જો તે જીવનમાં પલેપલ કડવાશ અપમાન ને ગુસ્સો હોય તો પછી તે કેમ નીભાવી શકાય? ગુ‚જી, મારા મોહ પરના સલ તરફ જુઓ, મારો વાંક નહીં હતો તે છતાં મોટા શેઠાણીએ મને તમાચા લગાવી દીધા.’

અને પછી શિરીન વોર્ડને તે આખી કહાણી તે ગુ‚જીને કહી સંભળાવી પોતાનું જિગર ખાલી કરી નાખ્યું. તેણીએ તે સંત પુ‚ષથી કંઈક જ છુપાવ્યું નહીં. પોતાના બાપનાં સારા વખતના તે સુખી દિવસો, ફિરોઝ ફ્રેઝર સાથની પહેલી મુલાકાત અને મહોબત, તેણીના પિતાની લગ્ન સામે નહીં અપાયેલી બહાલી પછી તેઓનો પડતીનો વખત અને છેલ્લે તે વહાલા તરફની વીસ હજાર ‚પિયે ખરીદ કરવાની માંગણી… બધું જ તેણીએ કહી દીધું કે તે ગુ‚જીએ સાંભળી અંતે તેણીને જણાવી દીધું.

‘તો પછી મારી બેટી, એ સઘળા તરફ હિંમતથી લડવા તારી આગળ એક હથિયાર મોજુદ છે.’

‘હથિયાર, ગુ‚જી?’

‘હા, બેટી, ને તે બળવાન હથિયાર છે ચુપકીદી. એની આગળ ગમે તેવું ગુસ્સે થઈ ગયેલું ઈન્સાન અંતે લડીને પોતેજ નસોસ બની ઠંડુ પડે છે ને તેથી મારા બચ્ચાં આ જગતમાં એનાં જેવું જોરાવર બીજું એક નથી.’

એ ઉમદા શીખામણ સાંભળી તે બાળા ચુપજ થઈ ગઈ કે ફરી તે ગુ‚જીએ બોલવાનું ચાલુ કીધું.

‘અને આપણાં દુશ્મનને જીતવાની ચાવી પણ આ દુનિયામાં એકજ છે, અને તે મહોબત. મારી બેટી, એટલું યાદ રાખજે કે જેમ હીરો હીરાને કાપે, ઝેર ને ઝેર મારે તેમ મહોબતને મહોબત જ ખેંચી શકે છે.’

આહ, કેટલી ઉમદા શીખામણ હતી કેટલી ઉંડી ફીલસુફી કે જે વડે જ ભવિષ્યમાં શિરીન વોર્ડન પોતા તરફ આવી પડેલા દુ:ખના ડુંગરો સામે હીમ્મતથી ખડી રહી શકી.

તે ઈન્સાફી સખત વહેતોજ ચાલ્યો કે જે અમીર ફકીર કોઈ માટે કદી ખોટી થઈ શકતો નહીં હોવાથી. શિરીન વોર્ડનને ‘ડરબી કાસલ’માં નોકરીએ આવ્યા ને સપાટામાં એક મહીનો પણ ખતમ થઈ ચુકો.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 January, 2019 – 25 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં અડચણ આવશે. તમારા દુશ્મનો તમારા કરેલ કામમાં ભૂલ શોધી માથું ફેરવી નાખશે. ઘરવાળા તમારી લાગણી સમજી નહીં શકે તેનું દુ:ખ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો થશે. સંતોષ…

  • જીવનમાં અપનાવવા જેવું પૈસાનું મુલ્ય!

    મુશ્કેલ સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે જયારે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે પૈસા  ઉડાવવા કરતા થોડી બચત કરજો એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ કે માંદગી આવે ત્યારે તાત્કાલિક કામ આવે, અને કોઈના ભરોસે બેસી રહેવુ ન પડે.  જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી…

  • આપણું શરીરશાસ્ર

    મજબૂત ફેફસા: આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. આવી કોઇ ફેક્ટરી નથી: આપણું શરીર દર સેક્ધડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર…

  • શરદીમાં મેથીની ભાજી

    ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો?…

  • એસઆઈઆઈ રજીસ્ટર કરે છે કોવીડ રસી પરીક્ષણ

    સલામત અને અસરકારક કોવીડ રસી વિકસાવવા માંગતા વૈશ્ર્વિક મોરચામાં આગળ વધનારા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોનાવાયરસ (કોવિડ -19) રસી ઉમેદવાર – ‘કોવિશિલ્ડ’ ના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો નોંધ્યા છે. – ભારતની ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી (સીટીઆરઆઈ) સાથે. સમગ્ર ભારતમાં 1,600 સ્વસ્થ સહભાગીઓ પર પગેરૂ લેવામાં આવશે. તંદુરસ્ત ભારતીય પુખ્ત વયના લોકોની…

  • હોરમઝદ યશ્ત

    યશ્ત સિરિઝ ભાગ-1 આજથી, હું તમને જોડાવા માટે આમંત્રણ આપું છું, કેમ કે હું ખોરદેહ અવેસ્તામાં વહેંચાયેલા અદભુત ઉપદેશોમાંથી પસાર થઈ રહી છું, જે વર્ષ 1902માં છાપવામાં આવ્યું હતું, હા, 100 વર્ષ પહેલાં! આ ઉપદેશો, વાર્તાઓ અને નોંધોના લેખિકા દીનબાઈ સોહરાબજી એન્જિનિયર હતા. આ પુસ્તક આપણી પ્રાર્થનાની વિવિધ શક્તિઓ પર અજવાળું ફેંકે છે અને આ…