લોટવાળાં ભરેલાં શિમલા મરચાં

સામગ્રી: ૨ નંગ શિમલા મરચાં, ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ નંગ લાંબો કાપેલો કાંદો, ૪ નંગ લસણની કળી, ૧ નંગ લીલું મરચું, અડધી ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજી‚ પાઉડર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જી‚, ચપટી હિંગ, જ‚ર મુજબ મીઠો લીમડો.

બનાવવાની રીત: ચણાના લોટને શેકીને અલગ રાખવો. શિમલા મરચાંને ચોરસ કાપી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ નાંખીને લાંબા કાપેલા કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. સિમલા મરચાં નાંખીને આંચ મોટી કરીને પકાવવું. તેમાં ધાણાજી‚ં પાઉડર, લાલ મરચું અને શેકેલો ચણાનો લોટ ભેળવીને થોડા સમય સુધી શેકવું. રોટી કે પરાઠા સાથે ગરમાગરમ પીરસવું

Similar Posts

  • હસો મારી સાથે

    શિક્ષક: ઈગ્લીંશ સ્કુલમાં ચિંટુ, મને વોટરનો કેમિકલ ફોર્મ્યુલા કહે. ચિંટુ: એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ… શિક્ષક: આ શું બકે છે? ચિંટુ: સાહેબ, ગઈ કાલે તો તમે જ કહ્યું હતું ‘એચટુઓ’.

  • સફળ કેમ થશો?

    રઘુ એક ભીખારી હતો. રઘુ કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક રઘુને ભીખમાં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું. એક વખત ભીખ માંગતા માંગતા તે…

  • તમારા પરિવારનેે સમય આપો!

    મિત્રો આપણે બધા ફક્ત આપણા સપના પુરા કરવા દોડી રહ્યા છીએ. રોજ સવારે કામ પર જવાનું, રાત્રે આવવાનું. કામમાં, મુસાફરીમાં, તમારો આખો દિવસ ભાગદોડમાં પસાર થાય છે. તમારી પત્ની, તમારી માતા અથવા તમારી બહેને તમારા કામ પર જતી વખતે તમને ટીફીન બોક્ષ આપવા માટે વહેલા ઉઠવું પડે છે. તમે પરણેલા હો, બાળકો હોય તો તેમને…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: બોયની ક્રિયા બેસીને કરવી કે ઉભા રહીને કરવી? કેટલાક કહે છે કે બોયની ક્રિયા દરમ્યાન દ્રુષ્ટતાને દૂર કરવામાં આવે છે અને જો તે ઘંટડી વગાડતા ઉભો રહે તો દ્રુષ્ટતાને માન આપવા સમાન છે. હકીકત: બોયની ક્રિયા વિધિવત જરથોસ્તી મોબેદો દ્વારા ચોવીસ કલાકમાં આવતા પાંચ ગેહ દરમ્યાન કરવામાં આવે છે. પર્શિયામાં બુઈ દાદાન કરવામાં આવે…

  • બીકણ સસલી

    બીકણ સસલીને માથે ચણીબોર પડયું અને એ ગભરાઈને ‘દોડો! દોડો!’ આકાશ તૂટી પડયું એમ બોલી ઝડપથી દોડવા લાગી અને એને જોઈ બીજાં પ્રાણીઓ પણ દોડવા લાગ્યા એવી જરીપુરાણી વાર્તા લખી હું મારા પ્રિય વાંચકોને બોર કરવા માગતો નથી. તમારી સમક્ષ એવી ‘સસલી’ની વાત કરવા માંગુ છું કે જે ઉસ્તાદો કા ઉસ્તાદ પહોંચેલ માયા અને ભલભલાંને…

  • શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

    દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન…