શિરીન

‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’

‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી.

‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’

‘ને તેથી જ શિરીન આજે સવારના હું તારી આગળ બધાઓ તને ઈન્સલ્ટ કરતાં હતાં ત્યારે મદદમાં આવી રહ્યો, કારણ એક લેડીને થતું અપમાન હું કદી સાંખી શકું નહીં.’

‘મને નહીં ખબર કે તમારી આંખોમાં હું એક લેડી છું.’

‘દુનિયાની આંખોમાં શિરીન પણ મારી આંખોમાં તું હંમેશની એક ગુલામડી તરીકે જણાઈ આવશે.’

અને એ સાંભળી શિરીન વોર્ડને વધુ જ ઉશ્કેરાઈ જઈ, ગુસ્સા સાથે કહી સંભળાવ્યું ‘એટલા બધા અપમાનો કરી મને દુ:ખી કરી રહ્યા છો તેનાં કરતાં મને મારી જ કાય નહીં નાખતા ફિલ?’

‘કારણ તેમ કરવાથી શિરીન, હું મારાં જિગરમાં ઉત્પન્ન થયેલી કીનાની આગને બુજાવી શકશ નહીં.’

અને એમ બોલી તે ત્યાંથી પોતાના ‚મ તરફ વિદાય થઈ ગયો કે શિરીન વોર્ડનની આંખે તમ્મર આવી ગયા. શા માટે તેણી બહાર ગેલેરી પર આવી હશે? તેનાં કરતા તેણી પોતાની ઓરડીમાં જ આરામ કરતે તો વધુ ઠીક થઈ પડતે.

પણ તે જવાન તેણી આગળ આવ્યો જ શું કામ હશે? પછી તેણીને એક ખ્યાલ આવ્યો તેના હાથમાં એક ચોપડી પકડાએલી હતી ને તેથી કદાચ તે લાયબ્રેરીમાંથી લાવી, પોતાના ‚મ પર વાંચવા જતા તે હદ વચ્ચે તેણીને મળી ગયો હોય એ વાજબી હતું.

પછી થોડીક વાર આરામ લઈ તેણી ફરી છોકરીઓના ‚મમાં નીચે કામ સા‚ં પૂછવા ગઈ કે તે બન્ને બહેનોએ તેને વારી ખાધી. મોટી દિલ્લાએ ગુસ્સાથી નૈન જમાવી પૂછી લીધું.

‘આજે સવારનાં મારા બુટ કેમ નહીં બ્લેન્કો કીધા, શિરીન?’

‘તમારા મધરે મને પાંચ ઓરડાઓ ને રાંધણી ધોવા સોંપેલા હોવાથી મને વખત જ નથી મળ્યો તેથી દિલગીર છું.’

‘એક બુટ બ્લેન્કો કરતા તને કેટલી વાર લાગતે? કાંય નહીં તે પહેલા સાફ કરીને પછી બીજું તા‚ં કામ કીધું? હરામખોર, મફતનો પગાર લેવા ને ખાવા આવી છે.’

ને પછીથી તેણીની નાની બેને પણ ટેકો આપતાં કહી સંભળાવ્યું.

‘આટલો મોટો વગર મહેનતનો પગાર લેતાં પણ તારે શરમાવું જોઈએ. મારા કપડાંબી નથી આજે અસ્તરી કીધા કે ધોયા ને ત્યારે આખો દિવસ શું ધુનતી હતી?’

‘હં…હું હમણા બધું કરી નાખશ.’

શિરીન વોર્ડને ગરીબાઈથી જવાબ આપી દીધો પણ તેણીનું એ ઘાતકી બોલો સાંભળતાં મોત જ થઈ ગયું.

અરે ખુદા, આવો બુરો તેણીનો વખત આયો તેનાં કરતાં મોત કેટલું બધું તેણીને મીઠું લાગતે?’બધું કામ અંતે ખલાસ કરી, મોડી સાંજ પડતાં તેણી ચાલતી એક ઉંચી ટેકરી પર જઈ ચઢી.

ત્યાં એક નાનું મંદિર આવ્યું હતું તે દુ:ખીઓના મંદિર ને નામે ઓળખાઈ આવતું. તેમાં એક નાની પથ્થરની મૂર્તિ હતી કે જેનાં પગ આગળ લોકો નારિયલ ફૂલ ચઢાવી જતાં.

(ક્રમશ)

Similar Posts

  • દવિયેરની નવાજબાઈ ગોઈપોરીયા અગીયારીની 168માં વરસની સાલગ્રહેની દબદબાભરી ઉજવણી

    ઉમરગામના દવિએર ગામ મુકામે બાઈ નવાજબાઈ ગોઈપોરીયા અગિયારીની 168માં વરસની સાલગ્રહેની દબદબાભરી ઉજવણીમાં 500 જેટલા પારસી/ઈરાની બશ્તે કુશ્તીયાનો એ હાજરી આપી હતી અને મુરાદ હાંસલ આતશ પાદશાહની બંદગી કરી હતી. મુંબઈ, સુરત, દહાણુ, ઘોલવડ, નારગોળ, નવસારી, સરોંડા, ઉંમરગામ, સંજાણથી ધર્મપ્રિય – હમદિનો હાજર રહ્યા હતા. આદર મહીનો અરદીબહેસ્ત રોજ તા. 15 એપ્રિલ, 2023ના રોજ સવારે…

  • આખરે ગડબડ થઈ કયાં?

    એક બહુ જ હોશિયાર છોકરો હતો. હમેશા ફર્સ્ટ જ આવતો. આવા છોકરાઓને બહુ જ જલ્દી સિલેકસન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું. આઈઆઈટી ચેન્નઈમાં કરીને બી.ટેક કર્યું અને પછી અમેરિકા જઇને એમબીએ કર્યું. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર ક્ધયા સાથે પરણી ગયો અને 3 બેડ…

  • નેક ખ્યાલ

    ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો ઈજ્જત આબ‚થી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને

  • જીન પણ છેતરાયો!

    જ્યાં સુધી દિવસનું અજવાળું રહ્યું ત્યાં સુધી તેઓએ મુસાફરી ચાલુ રાખી અને પહેલી રાતના કોઈ ઝાડ તળે ગુજારી અને બીજે દિવસે બામદાદે પાછી મુસાફરી શરૂ કરી અને અંતે સમુદ્રને કિનારે એક મોટા અને ખુલા મેદાનમાં તેઓ આવી પહોંચ્યા અને આશાએશ લેવા સારૂં એક જબરદસ્ત ઝાડને નીચે વાસો કીધો. થોડાવારમાં તેઓએ એક ભયંકર અવાજ સાંભળ્યો દરિયાવ…

  • Immaculata 2016 – Legends Of Tomorrow

    Entering its 5th year, Mumbai’s famed inter-school competition- ‘Immaculata’ organized by St. Mary’s School, Mazagaon took place on the 2nd and 3rd July, 2016. The two day event saw twenty-four schools participating and vying for the overall title of the ‘Best School In Mumbai’. Inaugurated by ‘Taare Zameen Par’ Director – Amol Gupte, the event’s…

  • કરોના સમયમાં શીખેલા પાઠ

    દિવસો અઠવાડિયા અને ધીરે ધીરે મહિનાઓમાં ફેરવાતા ગયા અને આપણા અસ્તિત્વના દરેક પાસા ખરેખર કેટલા નાજુક છે તે સમજવા માટે આ લોકડાઉન દરમિયાન આપણે બધાના હાથમાં સમય હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણું બદલાયું છે; ભવિષ્યમાં ઘણું બધુ બદલાતું રહેશે. ભણતરનો સમય, વિકસવાનો સમય – આપણી પ્રાથમિકતાઓને ફરીથી સેટ કરવાનો, આપણી પસંદગીઓ પર ફરીથી વિચાર કરવાનો…