ખોરદાદ સાલ મુબારક

zarathushtra pic jokhi copyપારસી સમુદાયમાં ભગવાન ઝોરાસ્ટરના જન્મદિનને નાનું નવું વરસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તેમને પહેલા પયગંબર તરીકે ઓળખીયે છીએ. જેમણે આપણને નૈતિક ધર્મ માટે દિશા આપી હતી આજે આપણો સમુદાય ભલે સૌથી નાનો હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ ભજવનાર આપણે પારસીઓ જ હતા. આદિવાસીઓની જાદુઈવિધીના પ્રભાવથી ઘેરાયેલા લોકોને છોડાવી અને એકમાત્ર ઈશ્ર્વર અહુરામઝદાને અપનાવ્યા હતા.

મનુષ્યના બે મન હોય છે એક સાર અને એક ખરાબ જેને કહે છે સ્પેન્તા મેન્યુ અને આન્ગ્રા મેન્યુ, સ્પેન્તા મેન્યુ જે શાંતિના પંથે ચાલે અને આસપાસની દુનિયાને પણ શાંતિના પાઠ શીખવે તે જ રીતે આન્ગ્રા મેન્યુ નુકસાન કરે અને આસપાસની દુનિયાનો પણ નાશ વિચારે. સા‚ં મન, સા‚ં અંત:કરણ મનુષ્યની અને તેની આસપાસના વિશ્ર્વની સુધારણા માટે તે દરેક વ્યક્તિને માર્ગદર્શન આપે છે.

ઝોરાસ્ટ્રિયન જીવન માર્ગદર્શનના મૂળભૂત નૈતિક સિધ્ધાંતો છે. હુમ્ત હુખ્ત, હવરશ્ત સારા વિચારો, સારા શબ્દો, સાર મન દૈવી વાસ્તવિકતાના સાત સમીકરણો જેને અમેશા સ્પેન્તા કહેવામાં આવે છે.

૧) અહુરા મઝદા જેમણે આપણું સર્જન કર્યુ છે.

૨) વોહુમન એટલે સા મન

૩) સ્પેન્તા આરમઈતી એટલે ધર્મનિષ્ઠા અને ભક્તિનું વલણ

૪) આશા વહિશ્તા એટલે સૌથી વધુ ઈમાનદારી.

૫) ક્ષ્નોથ્ર વઈરિયો અથવા સ્વર્ગનું સામ્રાજ્ય અંતિમ સંપૂર્ણતા એક આદર્શ સોસાયટી.

૬) હવુરતેત, પાણી અને તત્વ સાથે સંકળાયેલુ સંપૂર્ણ સુખાકારી રાજ્ય.

૭) અમરેતેત એટલે આનંદનું અમર રાજ્ય.

અહુના વઈરિયો જેને સામાન્ય યથ અહુવઈરિયો જે જાદુઈ મંત્રો છે જેનાથી અનિષ્ઠ તત્વોનો નાશ થાય છે.

આ સાદી પ્રાર્થનાઓ આપણને માર્ગદર્શન આપે છે. નેતા તરીકે સત્ય તરફ દોરી શકે છે.

અશેમવોહુ જે સચ્ચાઈ માટેનું સૂત્ર છે અને બધી જ પ્રાર્થનાઓ પછી પુનરાર્વતન કરવામાં આવે છે. એ સુખી છે જે બીજાના સુખી કરે છે.

અશો જરથુસ્ત્ર માટે અવસ્તાના પાંચ ગાથામાં ઈશ્ર્વર પ્રેરિત પવિત્ર શબ્દો છે જે જીવનના મૂળભૂત સિધ્ધાંતો પ્રદર્શિત કરે છે.

ગાથાનો અભ્યાસ કરતા માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને ભૌતિક જીવન માટે સાચી માર્ગદર્શિકા રજૂ કરે છે. જરથુસ્ત્ર જાહેર કરે છે કે ધર્મનું પોતાનું નૈતિક મહત્વ હોય છે. માનવતા સામે ધર્મની ઉચી ધારણા, પ્રતિતી સાથે ઉચ્ચ દેખાવ રહસ્ય છતું કરે છે.

ધર્મના ઈતિહાસમાં અનન્ય છે. જરથોસ્તી ધર્મનો અંતરાત્મા વિશ્ર્વવ્યાપી જાણે કે સૂર્યના કિરણો સર્વ માટે સત્યનો પ્રકાશ જે ધર્મના માટે એક સંદેશો છે. પવિત્ર સંદેશ જે સમગ્ર માનવતા સુધી પહોંચી શકે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 August – 26 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા ખાસ કામો ખુબ સારી રીતે કરી શકશો. તમે મીઠી જબાન વાપરી દુશ્મનને દોસ્ત બનાવી દેશો. જે પણ કમાશો તેમાથી કરકસર કરી નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ધનની મુશ્કેલી બુધ્ધિબળ વાપરીને દૂર કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે….

  • હસો મારી સાથે

    મેં સૂર્યને પૂછ્યું વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે?? સૂરજે કહ્યું, લેડીઝ જોડે કોણ ખોટી માથાકૂટ કરે. *** એક બહેન પાડોશમાં મળવા ગયા. કલાકેક ગપ્પા માર્યા . ચ્હા પાણી થયા. પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને જતાં પહેલાં…

  • રતન ટાટા માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા સન્માન

    ભારતના સૌથી આદરણીય અને પ્રિય ઉદ્યોગપતિ અને પરોપકારી, તેમજ સમુદાયના જીવંત દંતકથા સમાન – રતન ટાટાને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધોમાં ખાસ કરીને વેપાર, રોકાણ અને પરોપકાર સાથે સંબંધિત વિશિષ્ટ સેવા માટે ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝન (એઓ)માં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, જેના પર ભારતમાં ઓસ્ટ્રેલિયાના…

  • શિરીન મર્ચન્ટને ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા!

    પારસી ટાઇમ્સની પેટ પૂજા કોલમના લેખિકા અને શ્ર્વાનોના વ્યવહારવાદ જાણનાર અને એમને તાલીમ આપનાર અગ્રણી શિરીન મર્ચન્ટને 20મી જાન્યુઆરી, 2018 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી દ્વારા યજમાનિત થયેલ, શિરીનને માનનીય રાષ્ટ્રપતિ રામનાથ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • ફરી રાજકુવરી ફસાઈ!

    એક દિવસે મહારાજાએ તે રાજકુંવરી પાસે લગ્નની ફરી વાત છેડી. પણ એ સાંભળતાંજ રાજકુંવરી તો હેબતની મારી બેભાન થવા પછી મહારાજા તો તેની સારી વ્યવસ્થા કરી તે ફરી ન ગભરાઈ જાય તે ખાતર, ચાલી ગયા હતા. રાજકુંવરી શુધ્ધિમાં આવતાં તેને એક વિચાર સુજ્યો કે તેણે આ રાજાની પરણવાની વાતને ટાળવા કંઈ તદબીર કરવી. તેને લાગ્યું…