શિરીન

Shirinતે ત્યારે એક અફસોસની હાય તે ચેરીઝ જેવા હોથોમાંથી સરી પડી ને ઉલટથી તેણીએ એક બીજો પાસો ફેંકી જોયો. ‘મારી…મારી જગ્યા પર નહીં તો કદાચ તમારા કાસલમાં તમો તેણીને કોઈ બીજી નોકરી અપાવી શકો?’

‘તે પણ બનવું મુશ્કેલ છે કારણ કે એક વખતમાં મારા જેવા ભીખારડા સાથ તેણી વાત કરવા શરમાતી હતી, તેવી છોકરીને કદી પણ મારા કાસલમાં દાખલ થઈ ઝરી જુહાકની સામે જઈ ઉભી, કે ઘડિયાળમાં સાડા છની ટકોરી પડતાં સંભળાઈ રહી.

તેણીને એટલી હાંફતી જોતાં તે મોટાં શેઠાણીએ છછણી પડી પૂછી લીધું.

‘જાણે ઘેરને આગ લાગી હોય કે ચોરો તારી પૂંઠે પડેલા હોય તેમ શાની ઉખરા જેવી ધસારાબંધ આવી ઉભી.’

‘જી, તમોએ બરાબર સાડા છમાં આવવા કહેલું હોવાથી હું દોડી આવી.’

ને એ સાંભળી ઝરી જુહાકની છાતી મગ‚રીથી ખીલી ગઈ. તેઓનો માણસો પર કેટલો ધાક હતો ને તે લોક કેવા તેવણનો હુકમ માનતા હતા. એ જાણી તેવો ખુશ ખુશ થઈ ગયા.

‘વા‚ં ચાલ જા, ને કપડાં બદલી પછી આજની ધોબીની આવેલી ખેપ કબાટમાં ગોઠવી નાખજે.’

જો ઝરી જુહાક તે પોરી માટે કંઈબી કામ નહીં શોધી રાખતાં તો તરત તેણીનો મોટો પગાર તેવણને ખૂંચી આવતો.

અને રાત પડતાં આશા નિરાશા વચ્ચે તે દુ:ખી બાળા પોતાના ‚મ પર જઈ પોઢી ગઈ.

બીજી સવારે એક અગત્યનો બનાવ તેણીની ‘ડરબી કાસલ’માં ગુજારેલી જિંદગીમાં બની ગયો.

કોઈ દિવસ નહીં ને આજે ફિરોઝ ફ્રેઝરે તેણીને પોતાની ઓફિસ પર બોલાવી મંગાવી કે તે સુંદરીનું કોમળ જિગર ફીકરથી ફાળ ખાઈ ગયું.

શિરીન વોર્ડન ધ્રુજતી તે જવાનની સામે જઈ ઉભી કે તેની તરફના પહેલા સવાલથી તેણી સજ્જડ ચોંકી ઉઠી.

‘શિરીન, તારો ભાઈ કેરસી હાલમાં કયાં છે?’ ‘મને…મને ખબર નથી.’

પછી પોતાની ડેસ્ક પર મૂકેલી પેન સાથ રમત કરતા તેને મજાકથી કહી સંભળાવ્યું. ‘તારા ભાઈને પકડવાનું વોરન્ટ નીકળ્યું છે, શિરીન.’

એ સાંભળી તે બાળાનો ચહેરો લોહી વિનાનો ફિકકો મારી ગયો, ને તેણીએ પોતાના બન્ને કોમળ ધ્રુજતા કરો વડે ખુરશી પકડી લઈ મુસીબતે પૂછી લીધું.

‘શું…શું વાંક સર?’

‘એક મોટી ચોરીનો આરોપ તેના પર મૂકાયો છે. ગઈ રાતે પોલીસ કમિશનરને ત્યાંના ડીનરમાં મિ. જેકસન મને એ વિગત જણાવી હતી, ને મેં એને પકડાવી આપવા મારી બનતી મદદ કરવાનું વચન આપ્યું છે.’

‘ઓ નહી…નહી ફીલ, એને તમા‚ં શું બગાડયું?’ ને ત્યારે તે ડેસ્ક પર પોતાની બન્ને કોણીઓનો ટેકો લઈ સેજ આગળ પોતાનું ડોકું લાવી, ફિરોઝ ફ્રેઝરે ચેસ્ટા સાથ જણાવી દીધું.

‘કારણ શિરીન, તારા પિતાએ કીધેલાં અપમાનનો બદલો, એક અબળાની આબ‚ ઉઘાડી પાડી હું લઈ શકતો નહીં હોવાથી, તારા ભાઈને એક ચોર તરીકે પકડાવી આપી હું તે મારો કીનો તારા પિતા સામે લઈ લઈશ.’

એ સાંભળી શિરીન વોર્ડન પુકારી ઉઠી. ‘નહીં…નહીં ફિલ, એક વખતનું દયાળું જીગર કયાં ગયું? તમો એટલા બધા ઘાતકી બની શકેજ નહીં.’‘એ મારા એક વખતનાં દયાળુ જીગરને તેંજ એક પથ્થરમાં ફેરવી નાખ્યું, ને તેથી શિરીન તારે ખાતર યા તો તારાં કુટુંબને માટે હવે મારાં અંત:કરણમાં એક અંશ પણ દયા રહી નથી.’

‘તમો…તમો કદી પણ શું તે માફ નહીં કરી શકો?’

‘નહીં શિરીન, કારણ હરેક ઈન્સાનને મન દોલત કરતાં પણ સ્વમાન ઘણું વ્હાલું છે. એક કૂતરા માફક તારા પિતાએ મને પોતાનાં મકાનમાંથી હડધૂત કાઢયો, એ અપમાન હું કદી ભુલવા પામશ નહીં.’

           (ક્રમશ)

Similar Posts

  • આદિલ સુમારીવાલા સાથે વાર્તાલાપ

    ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ માટેના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય / જ્યુરી સભ્ય પીટી: પ્રથમ, અમને જણાવો કે તમે રોગચાળો દ્વારા સમયનો સદઉપયોગ કઈ રીતે કર્યો જ્યારે મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતીે? આદિલ: અમે રોગચાળા દરમિયાન 49 દેશોમાં 2,50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા છે. શરૂઆતમાં, અમારા અભ્યાસક્રમોનો હેતુ…

  • રોગચાળાના સમયમાં મુકતાદ

    મુક્તાદ અથવા ફ્રવરદેગાનના દિવસો જરથોસ્તી કેલેન્ડરના છેલ્લા દસ દિવસ હોય છે અને દરેક ધર્મપ્રેમી જરથોસ્તીના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે મુકતાદ 6ઠ્ઠી ઓગસ્ટથી શરૂ થયા છે અને પતેતીએ એટલેકે 15મી ઓગસ્ટ શહેનશાહીએ સમાપ્ત થશે. 16મી ઓગસ્ટે નવું વર્ષ છે જેનો પહેલો દિવસ (રોજ હોરમઝદ) અને પહેલો મહિનો માહ ફરવરદીન 1390 યઝદેઝરદી શહેનશાહી કેલેન્ડર…

  • હસો મારી સાથે

    એવું કહેવાય છે કે.. કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં. એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે. એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું. *** બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા. જીવતા હશું…

  • જીવનની પ્રેરણા આશા!!

    આશા એ આપણા બધા જીવનની પ્રેરણા છે, તે જીવવાનો આધાર છે. જો આ આશા સમાપ્ત થાય છે, તો પછી જીવવાનો હેતુ પણ દેખાતો નથી. જો કે વ્યક્તિના મગજમાં વિવિધ પ્રકારની આશા છે, માત્ર સકારાત્મક આશા તેના જીવનને સુંદર બનાવે છે, તેને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તેના મનને ઉત્સાહથી ભરે છે. જો વ્યક્તિનું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26th October, 2019 – 1st November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બહાર જાઓ તો સંભાળીને જજો. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. 27મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની શાંતિ મેળવી…

  • એકસવાયઝીના રૂસ્તમ’સ રોકસ્ટારે બાન્દરામાં સિનિયર સિટીઝનો માટે સાંજની કરેલી ગોઠવણી

    10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી. આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના  બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ…