તંત્રીની કલમે

Anahita Subedarતમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું.

તો,  પારસીપણું એટલે શું? અમે અનેક પાસીઓને પૂછ્યું કે, આપણી કોમનું પ્રતીક બની ગયેલા આ શબ્દને તેઓ કઈ રીતે વર્ણવશે અને તેમાંના કેટલાક સામાન્ય જવાબ હતા સત્યનિષ્ઠા, પરોપકારવૃત્તિ, સહિષ્ણુતા, ઈમાનદારી, ખાણીપીણીના પ્રેમી, મનોરંજનના ચાહક લોકો, સાંસ્કૃતિક રીતે વિકસીત, હળવા મિજાજના અને રમૂજી. પારસીપણુંને શ્રેષ્ઠતમ રીતે વર્ણવતા બે જવાબ તમારી સાથે શેર કરતા મને ઘણો આનંદ થાય છે, અને તે એટલે દયાળુપણું અને ક્ષમાશીલતા.

સાવ સાચી વાત છે! આપણા ન્યાગાનોએ (પૂર્વજો)  તેમના શબ્દો અને કાર્યોમાં એ વાતની તકેદારી રાખી હતી કે તેઓ પોતાની પાછળ આપણને અન્ય લોકોથી જુદા તારવતા એવા આ બે સૌથી દિવ્ય ગુણોનો અપ્રતિમ વારસો મુકી જશે. આ ગૌરવશીલ વારસાના પ્રાપ્તકર્તા તરીકેનો ગર્વ આપણને હોવો જોઈએ તથા તેને આગળ વધારવો એ આપણી એક માત્ર ફરજ છે.

આવતા અઠવાડિયે આપણે નવા વર્ષમાં પગ મુકી રહ્યા છીએ ત્યારે, ચાલો વીતેલા વર્ષો પર એક નજર કરીએ. પણ સૌથી મહત્વનું એટલે કે, દયાળુપણું અને ક્ષમાશીલતા આ બે અદભુત ગુણો પર આધારિત રહીને આપણે નવું વર્ષ સુંદર બનાવવા પર તથા આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના તથા આપણા માટે નવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ જ બાબત આપણને વધુ બહેતર જરથોસ્તી બનાવશે, કેમકે દયાળુપણું અને ક્ષમાશીલતા જ સારા વિચાર, સારા શબ્દો અને સારા કર્મોનું સીધું ફળ છે!

પારસી ટાઈમ્સની ટીમની ખરા દિલની શુભેચ્છાઓ છે કે આ આવના‚ં નવું વર્ષ તમારા માટે તમામ ખુશી અને સફળતા લાવે! અમારા સૌ તરફથી સાલ મુબારક!

Similar Posts

  • હોમી ભાભાની 111મી જન્મજયંતિ

    30મી ઓકટોબર આપણા મહાન ભારતીય વૈજ્ઞાનિક – હોમી ભાભાની 111મી જન્મ જયંતિ છે. જેમને ધ ફાધર ઓફ ઈન્ડિયાસ ન્યુકલીયર પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈઆરઆર) અને ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બીએઆરસી)ના સ્થાપક નિયામક હતા. હોમી ભાભાને 1942માં એડમ્સ પ્રાઇઝ, 1954માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેઓ રોયલ સોસાયટીના ફેલો…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    02nd January – 08th January, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ઘરવાળા તમને જરાબી સાથ સહકાર નહીં આપે. તમે જે કરતા હશો તેમાં તમારૂં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. અગત્યની ચીજ વસ્તુની સંભાળ રાખજો….

  • એકબીજાને ગમતા રહીએ!

    મારી બહેન જાલુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી કેવું વર્તન કરવું મારી મમ્મી પાસેથી તે મૂલ્યવાન ટીપ્સ મેળવી રહી હતી. લગ્ન થયા પછી પતિ પોતાનો થયો હોય છે તેથી સાસરિયાઓ અને અન્ય સંબંધીઓને કોઈ ભાવ આપવાની જરૂર નથી. મમ્મી સાસરિયા લોકોની કેવી અવગણના કરવી તે શીખવી રહી હતી. જાલુનાં લગ્ન થયાં. નવા…

  • કબીરના ધૈર્યની સુંદર કથા ‘સાડીના ટુકડા’

    એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જોઈએ તેને ગુસ્સો કેમ નહી આવે? તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 June – 02 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. નાની બાબતમાં ખુબ ગરમ થઈ જશો. નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. ભાઈબહેન સાથે મતભેદ થશે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 27, 28,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 October – 08 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી ઘેરાયેલા રહેશો. નાની વાત મોટી પરેશાનીમાં મુકશે. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી અચાનક આવી જશે. તમારા નાણા ફસાઈ ન જાય તેની ખાસ દરકાર લેજો. જાણીતીે કે અજાણી કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ…