પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

વડવાઓનાં નામ પાડવાથી ઉત્પન્ન થતો ભક્તિભાવ

આપણા પારસીઓમાં વડીલો અને પૂજ્ય વડવાઓનાં નામ રાખવાનો ચાલ સાધારણ છે અને આજ સુધી તે વડવાઓના નામ રાખ્યા કરવાથી જ નવાં નામોનો પારસીઓમાં ઉમેરો થતો નથી. સર જમશેદજીના ગુજરવા પછી તેવણના પુત્ર શેઠ ખરશેદજીને ત્યાં જે બેટાનો જન્મ થયો તેનું નામ જમશેદજી રાખવામાં આવ્યું, તે કાંઈ જમશેદ પાદશાહ ઉપરથી નહિ પણ સર જમોદજી ઉપરથી જ ઉપજેલુ છે. પરંતુ સર જમશેદજીનું નામ પણ આગલા વડીલો જમશેદજી થઈ ગયા તેના ઉપરથી લેવાયેલું છે. કોઈએ જમશેદ પાદશાહનાં મરણ પછી જમશેદ નામ ધરાવનારા ઈરાનીઓ તો હજારો બલકે લાખો થઈ ગયા છે.હવે વિચાર કરો કે સર જમશેદજીના છોકરા ખરશેદજીએ ઉમળકા અને ઉકમાઈથી પોતાના બાળકોનું નામ જમશેદજી, પોતાના બાપ જમશેદજી ઉપરથી પાડેલું હોવાથી તે બેટા ઉપર કેટલા માન કેટલા દરજ્જા અને કેટલા વિવેક અને પ્યારથી જોયું હશે! કેટલાં માનથી તે બચ્ચાંને બોલાવ્યું હશે! પોતાના બાપનું નામ પોતાના બચ્ચાંને આપનારો પિતા જ‚ર જ બચ્ચાંને જોતાં બોલવતા, રમાડતાં કે લાડ લડાવતાં પોતાના પૂજય પિતાની એકદમ યાદ મનમાં લાવી દઈ તે જ દરજ્જાથી તે બેટાની સાથે વર્તવાને ગુપ્ત અસર અને ગુપ્ત લાગણીથી બેશક દોરવાઈ જાય છે. એવાં જ કારણે બાપુભાઈ અને બાપુજી એ હિંદુ નામો પણ પારસીઓમાં પેઠા હતા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 June, 2019 – 14 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • ઝેડએસી ખાતે ધાર્મિક વિધિ કરાઈ

    રોગચાળો ફેલાતાં વિશ્વભરમાં તેનો ભયંકર ફેલાવો થાય છે, તેમ છતાં, યુ.એસ.એમાં વધુ અસર થતા 34,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જીવલેણ કોવિડ-19ની ચુંગાલમાંથી માનવતાને બચાવવા અને રાહત આપવા માટે આપણે વધુને વધુ ભગવાન પર વિશ્ર્વાસ રાખીએ છીએ. કેલિફોર્નિયાના ઝોરાસ્ટ્રિયન એસોસિએશન (ઝેડએસી) પણ તાજેતરમાં કરવામાં આવેલ ધાર્મિક વિધિઓ સાથેની આ લાગણીને મજબૂતી આપી રહ્યું છે,…

  • Your Moonsign Janam Rashi This Week –
    06 February – 11 February 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો લાંબા સમય માટે શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી તમારા મોજશોખમાં ખૂબ જ વધારો થતો જશે. તમારા અધૂરા કામો પૂરા કરવા માટે જોઈતી મદદ મળી જશે. થોડીક મહેનત વધુ કરવાથી કમાઈમાં વધારો થઈને રહેશે. નવા મિત્ર મળવાની સંભાવના છે. ધનની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 April – 21 April 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગઈકાલથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. કોઈપણ જાતના સહી સીક્કાના કામ કરતા નહીં. સુર્ય તમને માથાનો દુખાવો કે હાઈપ્રેશર જેવી બીમારીથી પરેશાન કરશે. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મગજને શાંત રાખવા 96મુ નામ…

  • સવારના પહોરમાં ઉંઘમાંથી ઉઠયા પછી પાળવાના દીની ફરમાનો

    દરેક નાના મોટા જણે સવારના પહોરમાં ઝળકયું થતા સુરજ ઉગવાની 72મીનીટ અગાઉ યાને ઉશહેન ગેહની હોશબામ થવાની અગાઉ યા બને તેમ જલદી બીછાનાપર ઉઠી, ત્યાજ જમીન પર તુરત ઉભા રહીને ઉત્તર દિશા સિવાય બીજી કોઈ પણ દિશામાં મોંહ કરી જમીન પર હાથ લગાડી આરમઈતીને નમસ્કાર કરીને એક અષેમ વોહુ ભણવી અને તે વખતે મનમાં એવો…

  • સુરત માટે ગૌરવ કહી શકાય એવી સિદ્ધિ!

    સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વિસ્પી ખરાદી એ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી…