ગણપતિ બાપ્પા મોર્યા!!!

ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી.

આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થિ દિવસે ચંદ્રમાને જોવો ઘણોજ અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ ચંદ્રમાંને જોઈલો તો તમા‚ં આખું વરસ મુસીબતોથી ઘેરાઈ જાય છે.

આના સંદર્ભમાં વાર્તા છે કે ચંદ્રમાને પોતાના ‚પનું ઘણું જ અભિમાન હતું. ગણેશ ચતુર્થિ ના દિને ગોળ મટોળ ગણપતિબાપ્પાને જોઈને ચંદ્રમાને ઘણું જ હસવું આવી ગયું. ગણપતિ નારાજ થયા અને ચંદ્રમાને શ્રાપ આપી દીધો કે તને રાતે જે જોશે તેને કલંક લાગશે. બીચારા ચંદ્રમાં તો છુપાઈને  એક ખૂણામાં બેસી ગયા. ચંદ્રમાંની આવી હાલત જોઈ બધા દેવોએ ચંદ્રમાને સલાહ આપી કે મોદક અને બીજા પકવાનોથી ગણપતિની પૂજા કરશો તો ગણપતિ પ્રસન્ન થશે અને તમને શ્રાપ માંથી મુક્તિ મળશે.

ચંદ્રમાએ ગણપતિની પૂજા કરી અને એમને પ્રસન્ન કર્યા પરંતુ ગણપતિએ કહ્યું તારા શ્રાપની સંપૂણપણે મુક્તિ નહીં થશે એટલે ગણેશ ચતુર્થિ ને દિવસે જે તને જોશે ફકત તેજ દિવસે તેને કલંક લાગશે અને દુનિયાને યાદ રહેશે કે કોઈના ‚પ રંગ જોઈ તેની મજાક કરવી નહીં.

ગણેશ ચતુર્થિ ને દિને ભકતો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લઈ આવે છે અને તેની સ્થાપના કરે છે. હિંદુ ધર્મના લોકોનું માનવું છે કે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવતા સુખ, સમૃધ્ધિ, બુધ્ધિ અને ખુશર બાપ્પા સાથે લઈને આવે છે અને જતી વખતે ઘરની બાધાઓ બાપ્પા પોતાની સાથે લઈ જાય છે.

Similar Posts

  • શા માટે 26મી જાન્યુઆરીને દિને ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ

    ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે રાષ્ટ્રીય તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. લગભગ 2 દસકા જુની આ યાત્રા હતી…

  • શિયાળામાં સૂંઠનું સેવન

    સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 August – 03 September 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મીઠી જબાન વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. મિત્રોના દીલ જીતી લેવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર…

  • કેરસી દેબુ રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત

    નવસારીના નિવાસી, કેરસી કૈખુશરૂ દેબુને ભારતમાં લઘુમતીના રાષ્ટ્રીય આયોગના નવા સભ્ય તરીકે ઝોરાસ્ટ્રિયન પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ રાષ્ટ્રની પારસી/ઈરાની વસ્તીના રાજદૂત હશે. વ્યવસાયે એડવોકેટ, કેરસી કૈખુશરૂ દેબુ એક ઈતિહાસકાર પણ છે અને બહુવિધ સમુદાય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ઘણા વર્ષોથી સમુદાયની બાબતોમાં સક્રિય છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ 16 નવેમ્બર, 2021 ના…

  • હસો મારી સાથે

    કૌન બનેગા કરોડપતિમાં મને 5 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો. દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ? મેં 5 કરોડ જવા દીધા, પણ એ સ્ત્રીનું નામ ના આપ્યું તે ના જ આપ્યું! તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને? *** મારો પાપનો ઘડો એટલા માટે નથી ભરાતો કે, ઘડામાં નીચે કાણું કરવાનું…

  • જીયો પારસી, 200 પારસી બાળકો માટે ઉજવણી કરે છે!

    ડિસેમ્બર 2013માં શરૂ કરાયેલી જીયો પારસી યોજના, ઓગસ્ટ, 2019ના અંતમાં પારસી સમુદાયમાં 200 બાળકોને સફળતાપૂર્વક તાજેતરની ગણતરીમાં ઉમેરવામાં આવે છે. ટીમ જીયો પારસીના સતત પ્રયત્નોથી પ્રજનનની સારવાર માટે નાણાકીય વળતર, બાળકોની સંભાળ અને વૃદ્ધોની સહાય માટે આર્થિક સહાય, વર્કશોપ, કાર્યક્રમો અને જાહેરાત ઝુંબેશ દ્વારા હિમાયત, તમામ સમુદાયમાં જાગૃતિ અને સફળતા પ્રાપ્ત થઈ છે. બોમ્બે પારસી…