તમે શું લેવાનું પસંદ કરશો ઉદાસી કે ખુશી?

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્ર્વમાં દર ૪૦ સેક્ધડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે તેવી  જ રીતે ભારતમાં દર બે મિનિટમાં એક માણસ આત્મહત્યા કરી લે છે.

હૃદયરોગ જેવી બીમારીનું મુખ્ય કારણ છે ડિપ્રેશન હોવું! કોઈ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે તો તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેમ કે મશહૂર ક્રિકેટર, યુવરાજ સિંહે કેન્સર સાથે લડીને કર્યો.

અગર લોકોને ડિપ્રેશનનું કારણ પૂછશું તો ૫ માંથી ૪ વ્યક્તિ એમજ કહેશે કે એમના તણાવ અને મુશ્કેલીઓનું કારણ કોઈ બીજી વ્યક્તિ છે. લોકોના તણાવનું મુખ્ય કારણ મનની ભાવનાત્મક અક્ષમતા અને સહનશીલતાની કમી હોય છે પરંતુ તેમને એમજ લાગે છે કે તેમના તણાવનું કારણ કોઈ બીજું વ્યક્તિ છે.

ભગવાન ગૌતમ બુધ્ધના જીવનની પ્રેરણાદાયક વાર્તા

એકવાર ગૌતમબુધ્ધ એક ગામમાંથી પસાાર થઈ રહ્યા હતા એ ગામના લોકોની ભગવાન ગૌતમ બુધ્ધના માટે ખોટી ધારણા હતી અને એના લીધે ગામના લોકો તેમને દુશ્મન માનતા હતા. જ્યારે ભગવાન ગૌતમ બુધ્ધ ગામમાં આવ્યા તો ગામવાળા ભગવાન ગૌતમ બુધ્ધને ગાળો તથા બદદુવાઓ આપવા લાગ્યા.

ભગવાન ગૌતમ બુધ્ધ ગામવાળાની વાતો શાંતિથી સાંભળતા રહ્યા. જ્યારે ગામવાળાઓ બોલતા બોલતા થાકી ગયા તો ભગવાન બુધ્ધએ કહ્યું ‘જો તમારી વાતો સમાપ્ત થઈ ગઈ હોય તો હું પ્રસ્થાન ક‚ં.’

ભગવાન ગૌતમ બુધ્ધની વાતો સાંભળી ગામવાળાઓને આશ્ર્ચર્ય થયું. તેમાંથી એક વ્યક્તિએ કહ્યું ‘અમે તમારી તારીફ નથી કરી બદદુઓ અને ગાળો આપી છે શું તમને કોઈ ફર્ક નથી પડતો?’

ભગવાન ગૌતમ બુધ્ધે કહ્યું ‘જાઓ હું તમારી ગાળો નથી લેતો તમારા દ્વારા આપવામાં આવેલી ગાળોથી શું થાય જ્યાં સુધી હું તમારી ગાળો સ્વીકારતો નથી ત્યાં સુધી કોઈ પરિણામ નહીં થાય.

થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ મને ભેટ આપેલી પણ મેં તે ભેટ લેવાની ના પાડી દીધી તે વ્યક્તિ તે ભેટ પાછી લઈ ગયો જ્યાં સુધી હું લઈશ જ નહીં ત્યાં સુધી કોઈ મને કેવી રીતે આપી શકે છે.

ભગવાન ગૌતમ બુધ્ધે વિનમ્રતાથી પૂછયું ‘જો હું ભેટ નહીં લઉં તો ભેટ આપનાર વ્યક્તિએ શું કર્યુ હશે.’

ટોળામાંથી કોઈ વ્યક્તિ બોલ્યું: ‘એ ભેટ તે વ્યક્તિએ પોતાની પાસે જ રાખી લીધી હશે. ભગવાન ગૌતમ બુધ્ધએ કહ્યું ‘મને તમારા પર દયા આવી રહી છે કે કારણ તમારી ગાળો લેવા હું અસમર્થ છું અને તમારી ગાળો તમારી પાસે જ રહી ગઈ.

ભગવાન ગૌતમ બુધ્ધના જીવનની આ નાની વાર્તા આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે કારણ વધારે લોકો એમ માને છે કે અમારા દુ:ખોનું કારણ બીજા વ્યક્તિઓ છે.

આપણી મુશ્કેલીઓ અને દુ:ખોનું કારણ કોઈ બીજી વ્યક્તિ કઈ રીતે હોઈ શકે? જો આપણે એમ માનીયે તો આપણે આપણા પરનું નિયંત્રણ અને અક્ષમતાને જોતા નથી. આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે બીજાઓ દ્વારા પ્રદાન કરેલી નકારાત્મકતાને સ્વીકારીએ છીએ કે નહીં જો આપણે એ નકારાત્મકતાને સ્વીકારીએ તો આપણે સ્વયં જ આપણા પગ પર કુહાડી મારીએ છીએ.

Similar Posts

  • મારા બપાવાજીની સાલગ્રેહ

    કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા રેહાનને બપાવાજીનો નેવુમો જન્મદિવસ ઊજવવાનો સૌથી વધારે ઉમળકો હતો. બપાવાજીની પોતાની ખાસ ઈચ્છા નહોતી. નાનપણમાં દરેક જન્મદિવસ ઉંમરમાં વધારો થયાનો આનંદ આપે છે પણ આ ઉંમરે તો જન્મદિવસ જીવનમાં એક વર્ષ ઓછું થયાનો અહેસાસ કરાવે છે. એમાં ઉજવણી કરવા જેવું શું છે, બપાવાજીને વિચાર આવ્યો. કુટુંબના આગ્રહથી એ છેવટે માની…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    19 November – 25 November 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમે તમારા અધુરા કામ પુરા કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં માન ઈજ્જત વધુ મળશે. નાણાકીય બાબતમાં ખુબ સારા સારી થતી જશે. જે પણ ધન મેળવશો તેને સારા કામ  પાછળ ખર્ચ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03rd October – 09nd October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી પરેશાન રહેશો. ઘરવાળા તમને માન નહીં આપે તેનાથી તમને દુ:ખ થશે. બીજાની સેવા કર્યા પછી પણ તમને જશ નહીં મળે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સાંધાના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 May – 21 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્ર તમારા મગજને શાંત બનાવી રોજના કામ ને સરળ બનાવી દેશે. કોઈ અંગત વ્યક્તિને ધનની મદદ કરી શકશો. સગાસંબંધી તમારી સાથેના સંબંધને સુધારવાની કોશિશ કરાશે. મિત્ર-મંડલમાં માન-ઈજ્જત વધુ મલશે. ધનને બચાવી સારી જગ્યાએ ઈનેવસ્ટ કરી શકશો….

  • સેન ડિએગો પાસે નવી દરે મહેર

    કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

  • દસ્તુરજી જામાસ્પ જામાસ્પઆસાને હાઈપ્રિસ્ટ તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યા

    2જી જૂન, 2019ના દિને ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરૂ જામાસ્પઆસાને અંજુમન આતશબહેરામના નવા દસ્તુરજી તરીકે ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તેઓએ તેમના પ્રસિધ્ધ, જ્ઞાની પિતાજી મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચેર જામાસ્પઆસાની દસ્તુરી ગાદી સંભાળી. 27 જાન્યુઆરી, 1978ના રોજ જન્મેલા, ડો. જામસ્પે 1992માં કેમ્પિયન સ્કૂલમાંથી તાલિમ પૂર્ણ કરી. એમણે અંજુમન આતશ બહેરામમાંથી નાવર તથા નવસારીમાંથી મરતાબની…