મહુવા (જી. સુરત) ખાતે ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામકરણ એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયક સમારંભ

મહુવાના મોગલ પરિવારના યુવાન લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલે તા. ૩૦.૦૮.૨૦૧૦ના રોજ મધદરિયે સબમરીનમાં થયેલા અકસ્માતમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના પોતાના ૬ સાથીઓને બચાવ્યા હતા. એમની આ શહાદતને શૌર્યચક્ર (મરણોત્તર)નું રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું. સ્વ. ફીરદોશના વડીલોનો વસવાટ મહુવા ખાતે હતો અને આજે પણ છે. મહુવા જુથ ગામ પંચાયતે ઠરાવ કર્યા કે મહુવાનાં પારસી મહોલ્લામાં ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામ આપવું. આ ઠરાવને અમલમાં મૂકવા માટે મહુવાના માલીબા સાંસ્કૃતિક ભવન ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવાના મુખ્ય મહેમાન પદે એક સમારંભનું આયોજન થયું હતું. ૭૦૦ જેટલા આમંત્રિતો અને ગામવાસીઓથી ખીચોખીચ ભરાયેલા આ ભવનમાં સમારંભના અતિથિ વિશેષ મુંબઈથી પધારેલ કોમોડર અસ્પી મારકર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મરહુમ ફીરદોશના કાકા ડો. હોસંગ મોગલ સંપાદિત પુસ્તિકા ‘ભરબપોરે સૂર્યાસ્ત’ની બીજી આવૃત્તિનું વિમોચન ગણપતભાઈના વરદ હસ્તે થયું હતુ.

ડો. હોસંગ મોગલે ‘ભરબપોરે સૂર્યાસ્ત’ પુસ્તિકા પ્રગટ કરવાનો હેતુ સમજાવ્યો હતો. આ પુસ્તિકા યુવા પેઢીમાં દેશપ્રેમ, દેશદાઝ અને દેશભક્તિની પ્રેરણા પૂરી પાડશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. એમણે વધુમાં જણાવ્યું હતું કે જે દેશે આપણને આશરો આપ્યો અને તે કારણે આપણે આપણો ધર્મ સાચવી શકયા તે દેશની તન, મન અને ધનથી સેવા કરવાની આપણી ફરજ છે.

શ‚આતમાં પ્રાર્થના, દીપ પ્રાગટયની વિધિ થઈ હતી. ત્યારબાદ મહુવા પારસી અંજુમનના પ્રમુખ હોશી બજીનાએ મહેમાનોને આવકાર આપ્યો હતો અને આ અનોખા સમારંભમાં મહુવા પારસી અંજુમન કઈ રીતે સહભાગી બની તે હકીકત જણાવી ઉપસ્થિત મહાનુભાવોનું શાલ તથા ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ મહુવા જુથ ગામ પંચાયત તરફથી પણ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતભાઈએ સ્વ. ફીરદોશના માતા-પિતાને વંદન કરી પારસી સમાજનું ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે જે પ્રદાન થયું છે. તેની વિગત આપી નામાંકિત તાતા પરિવાર, ગોદરેજ પરિવાર, ડો. હોમી ભાભા, મેડમ કામાને યાદ કરી આ સમારંભમાં હાજર રહ્યા તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ, સંસદ સભ્ય પરભુભાઈ તથા ડેપ્યુટી સરપંચે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કોમોડર અસ્પી મારકરે પારસી ગુજરાતમાં નેવીની કામગીરી અને તેમાં પણ ખાસ કરીને સબમરીનની જોખમકારક કામગીરી વર્ણવી હતી અને નેવીએ તેનો બાહોશ અને શૂરવીર લેફટ. કમાન્ડર ગુમાવ્યો તે બદલ અફસોસ વ્યકત કર્યો હતો. કોમોડર મારકરના વકત્વયથી શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા. મહુવા ખાતેના આ સમારંભમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ દોટીવાલા, ટ્રસ્ટી યઝદી કરંજીયા, ટ્રસ્ટી ડો. ‚સ્તમ મોરેના તેમજ બારડોલી પારસી અંજુમન, વ્યારા પારસી અંજુમન તેમજ પારડી અને ગણદેવી પારસી અંજુમનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ગાપ પંચાયતના સભ્ય નિખિલભાઈ વ્યાસે આભારવિધિ કરી હતી અને ત્યાર બાદ રાષ્ટ્રીયગીત ગાઈ સમારંભ પૂર્ણ જાહેર કર્યો હતો. સમારંભ બાદ સર્વે આમંત્રિત મહેમાનો અને ગામજનો બપોરના ભોજનમાં સહભાગી થયા હતા.

Similar Posts

  • વિન્ટેજ

    મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી.. હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે…

  • Your Moonsign Janam Rashi This Week –
    21th October, 2017 – 27 October, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમે વધુ પડતા આળસુ થઈ જશો. તમારા પોતાના કામ તમે સરખી રીતે નહીં કરી શકો. ઉતરતી શનિની દિનદશા માંદગી આપી જશે તેથી તમે તાવ, માથાના દુખાવાથી કે બેક પેનથી પરેશાન થશો. ખાવાપીવામાં થોડું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 June – 01 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકશો. તબિયતની સાર સંભાળ રાખવા છતાં તાવ, શરદી અને માથાના દુખાવાથી સંભાળજો. ખર્ચનું પ્રમાણ વધી જશે. ખાસ કરીને ડોકટર અને દવા પાછળ ખર્ચ વધી જશે. દસ્તાવેજી કામ કરતા નહીં….

  • ફાડા લાપસી

    સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં. રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે…

  • ઝેન સિરીઝ: આંતરિક સંવાદિતા

    આપણે એક પ્રખ્યાત માસ્ટરના અધ્યયન હેઠળ, યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીની વાર્તાથી પ્રારંભ કરીએ છીએ … એક દિવસ, માસ્ટર આંગણામાં પ્રેકિટસ કરતા સત્રને જોઈ રહ્યા હતા. એમને લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક યુવાન છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ તેને કંઈ દખલ કરી રહ્યું છે. યુવાનની હતાશાની અનુભૂતિ થતાં, માસ્ટર તે યુવાનની પાસે ગયા…

  • સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

    સ્માઈલ કરાવનારા પ્રખ્યાત ડો. હીરજી એસ. એડેનવાલાનું 89માં વર્ષે તા. 27મી મે, 2020ને દિને નિધન થયું હતું. તે કેરળમાં આવેલ થિસુરમાં જ્યુબિલી મિશન હોસ્પિટલના ચાર્લ્સ પિન્ટો ક્લેફ્ટ સેન્ટરમાં ડિરેકટર હતા. જીવનકાળ દરમ્યાન તેમણે અસંખ્ય બાળકોને સ્મિત અપાવ્યું હતું. જન્મજાત બાળકો જેમના ફાટેલા હોઠ અને તાળવું સુધારનાર સર્જરી માટે તેમણે પાંચ દાયકા સમર્પિત કર્યા હતા. તેમણે…