યઝદી બહેરામનું મૃત્યુ, બેદરકારી બદલ કૅરટેકર અને પુત્રની ધરપકડ

મંગલ ગાયકવાડ નામના કૅરટેકર અને તેમના પુત્રની તાજેતરમાં જ મુંબઈ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરૂ અને અપરાધપૂર્ણ હત્યા ન હોવાના આરોપમાં બીમારીની અવગણના કરવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી બદલ અટક કરવામાં આવી હતી. જેના પરિણામે 8મી ઑક્ટોબર 2020ના રોજ દાદરમાં તેમના નિવાસ સ્થાને 77 વર્ષની વયે યઝદીઅર એડલ બહેરામ સાહેબનું અવસાન થયું.

ગયા વર્ષે 15 ડિસેમ્બર 2021ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો જે પછીથી માટુંગા પોલીસને તેની મિલકત હડપ કરવાના ઈરાદાથી ગંભીર માંદગી હોવા છતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાનું ટાળ્યું હોવાનું જાણ થઈ. કાનુની તપાસ બાદ માટુંગા પોલીસે કૅરટેકરની ધરપકડ કરી હતી. બહેરામ સાહેબના અવસાન બાદ તરતજ તેમની સંભાળ રાખનાર કૅરટેકર ગાયકવાડે તેમના દાદર પારસી વસાહતના ઘરનું ઈલેક્ટ્રિક મીટર તેના નામ પર ટ્રાન્સફર કર્યું.

તેમના પત્નીના મૃત્યુ બાદ અંધેરીમાં રહેતી બહેરામની પુત્રી નતાશા શેઠનાની દેખરેખ માટે ગાયકવાડને રાખવામાં આવ્યાં હતા. શેઠનાઓ માટુંગા પોલીસને આપેલા નિવેદન મુજબ 5 ઑક્ટોબર 2020ના રોજ બહેરામ ગંભીર રીતે બીમાર થઈ ગયા જે કારણોસર ગાયકવાડે તેમના ફેમેલી ડૉક્ટરને ફોન કરી બોલાવ્યા ડૉક્ટરે તેમના સહાયક ડૉક્ટરને તપાસવા માટે મોકલ્યા. સહાયક ડૉક્ટરને બહેરામની હાલત ગંભીર જણાતા તેમણે બહેરામને હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. તેમણે તબિબી સહાયકની અવગણના કરી અને લોકોને એવી અફવા ફેલાવી કે તે બહેરામ સાથે સંબંધ ધરાવે છે.

આ ઘટના ત્યારે બહાર પડી જ્યારે ગાયકવાડ અને તેનો પુત્ર અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ડુંગરવાડી લઈ ગયા.

ત્યાંના પાદરી જે તેમના પરિવારને જાણતા હતા તેમણે તેમના પુત્રીને ફોન કર્યો અને જાણ કરી કે એક મહિલા જે તેમની પત્ની હોવાનો દાવો કરે છે અને તેમના પિતાની અંતિમ વિધિ કરી રહી છે.

હાલમાં બન્ને ગુનેગારો જામીન પર છૂટ્યા છે અને ઈન્વેસ્ટિગેશન ટીમ ખાનગી ડૉક્ટરની તપાસમાં છે જેણે તેમને મૃત્યુનું બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    12th December – 18th December, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારી દરેક બાબતમાં ધારેલું રીઝલ્ટ મેળવી શકશો. નાણાકીય બાબત તથા શારીરિક બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરવામાં આનંદ મળશે. ઘરવાળા સાથે સારો મનમેળાપ રહેશે. કોઈ મુશ્કેલી આવશે તો તેમાંથી સરળતાથી બહાર નીકળી…

  • કર્જતમાં લાયનોની ઉમંગ

    18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.  

  • મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે નવરાત્રી

    ગરબાપ્રેમીઓ જેની રાહ જોતાં હોય છે એ નવરાત્ર-ઉત્સવ શરૂ થઈ ગયો છે. નવરાત્રીના ગરબા દુનિયામાં સૌથી જાણીતા છે. માતાના ભક્તો અને યુવાપેઢી ગરબાની તૈયારી મહિનાઓથી શરૂ કરી દે છે. તેમજ બંગાળમાં બંગાળીઓનો મોટો તહેવાર એટલે દુર્ગાત્સવ-દુર્ગાપૂજાનો તહેવાર તેમજ ઓરિસ્સામાં પણ નવરાત્રી ખૂબ ઠાઠ-માઠ અને ભક્તિભાવથી ઉજવાય છે. આસો સુદ આઠમ જે માતાજીની આઠમ તરીકે વધુ…

  • ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

    ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ હીરજી જીવનજી રેડીમની દરેમહેરની 205માં વરસની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2017ને દિને કરવામાં આવી હતી. પંથકી એરવદ ફરશોગર માદન, એરવદ પરવેઝ માદન, એરવદ હોમિયાર મસાની અને એરવદ પરવેઝ કરંજીયા દ્વારા જશનની પવિત્ર ક્રિયા સવારે 9.30 કલાકે ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી.  ત્યારબાદ હમબંદગી અને અગિયારીને સેવા આપનાર એરવદ ફરશોગરને સન્માન આપવામાં…

  • શિરીન

    ‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’ ‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી. ‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’ ‘ને તેથી જ શિરીન આજે સવારના…

  • એક ધાર્મિક આંતરદ્રષ્ટિએ ચોમાસુ

    ઝોરાસ્ટ્રિયન વરસાદની મોસમ પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ઈરાની પરંપરા અનુસાર, તીરનો પવિત્ર મહિનો ચોમાસાની ઋતુની શરૂઆત કરે છે. તીર યશ્તમાં આપણે તિષ્ટ્રયને વરસાદ, મદદરૂપ અને આરોગ્ય આપનાર તરીકે આહ્વાન કરીએ છીએ. વાસ્તવમાં, તિષ્ટ્રય યઝાતા એ જ લિટાનીમાં પુષ્ટિ આપે છે: જો માણસો એ યસનથી મારી પૂજા કરશે જેમાં મારું પોતાનું નામ છે, તો હું વરસાદ વરસાવીને વિશ્ર્વને…