શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝી ચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી.

રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને ત્યારે પોતાનાં દુ:ખમાં જ ખરી કદર પહેલ વહેલી તેવણે તે પોરીની કરી લીધી.

પોતાના પેટની દીકરીઓ કરતાં પણ તે છોકરી તેમની કાળજી તથા કદર કરતી જણાઈ આવી કે ઝરી જુહાકનાં ઘાતકી જિગરમાં તેણી માટે દયાનો પહેલો ફણગો ફૂટી નીકળ્યો.

તે ન્યુ યરની ઈવની સવારે ત્યારે તેવણે પોતાનાં દીકરા આગળ તેણીની વખાણ કરી નાખી.

‘બિચારી છોકરીએ ખરાં દિલથી મારી દેખરેખ કીધીછ જો, ફિરોઝ.’

‘કોણે મંમા, દિલ્લા કે હિલ્લાએ?’

મૂઈ રે તે લોક મનીજની કરતી કોણ જાણે ધણીઓની બી શું ચાકરી કરવાની છે. હમારા વખતમાં તો હમો ધણીને ખુદા સમજી તેનો પડયો બોલ ઝીલી લેતાં હતા. હું તો શિરીન માટે કહું છું.’

ફિરોઝ ફ્રેઝર અદબવાળી મૂંગો જમીનને ટીકતો ઉભો જ રહ્યો કે તે માતાએ ફરી ચાલુ કીધું.

‘ખરેખરી ગરીબ પોરી છે. કોઈ દિવસ કામને માટે ફફરી નથી, કે ગમે તેટલી હું ઘાતકી બનીછ તો સામો એક બોલ મને નથી કહી સંભળાવ્યો. પેલી મૂઈ આયા તો તરત મોના પર આવતીતી ને ફિરોઝ, તુંબી તેણી સાથ કેટલો સખત થાયછ.’

મને ચોકકસ કારણસર થવું જ પડેછ, મંમા.’

‘એ બધા કારણો મને ખબર છે છોકરા, પણ તેમાં એ બચ્ચાંનો શું વાંક? મૂવા વિકા વાઘે ના કહ્યું તો તેમાં પોરી શું કરે?’

‘એટલીસ્ટ શિરીને તો હા કહેવું હતું.’

‘હમણાં મારી પોરી હતે ને હું ના કહેતા તો મકદુર છે કે તેણી મારી વિ‚ધ્ધ જઈ પરણી શકે? સોળ વરસના બચ્ચાંની એમાં પસંદગીનો સવાલ જ કયાં હતો.’

‘પણ તે છતાં, મંમા, તેણી ઉંમરમાં આવે પછી મને પરણવા સા‚ં… ત્યાં વેર હું થોભી શકતે.’

તે બેટાએ ચેસ્તા સાથ સમજાવી દીધું, પણ આ બાજું ઝરી જુહાક મારામારીમાં કંઈ નીચા પડે તેમાંના હતાં જ નહીં કે તેવણે એક બેરીસ્ટરની અદાથી તે પોરી સામેનો કેસ લડવા માંડયો.

‘થોભવા નહીં થોભવાનો સવાલ જ કયાં હતો જે? તે બિચારા બચ્ચાંને લાચારીથી પોતાના પિતાને તાબે થયા વગર છૂટકો જ નહીં હતો, ને તા‚ં જિગર કયે દહાડે એવું કપટીને ઘાતકી હતું, કારણ તું તો તારા બાપના જ જેવો હમેશ દયાળુ હતો ખ‚ંની?

‘વખત ઈન્સાનને બદલી શકેછ મંમા.’

‘પણ તે છતાં ખાનદાનનું ખમીર બદલાઈ શકાતું નથી, છોકરા, કોઈના પડતીના વખતમાં તેને ઉપરથી દુ:ખી કરી ડામ દેવા, તેમાં કંઈ ઉકમઈ લેવાની નથી પણ ઉલટી તે આપણી નબળાઈ દેખાડી આપેછ સમજ્યા કે?’

અને તે ઉમદા શીખામણો સાંભળતા ફિરોઝ ફ્રેઝરે ખરે જ અજાયબી પામતાં બોલી પડયો. ‘ને તમો પણ કેટલા બધા બદલાઈ ગયાછ મંમા, ને હવે તમો મારી આગળ શિરીન માટે કરાવવા શું માગોછ?’

‘વરી શું કરાવવા માગે છોકરા, જરા એની તરફ નરમાશથી જો ને કોઈ દહાડો તારી સાથ એનેબી કેઠે ફરવા લઈ જા. એમ તો તું સત્તર છોકરીઓ સાથે નાચેજની?’

એ સાંભળી તે બેટો ગમત પામતા હસી પડયો.‘વા‚ં મંમા, હું વિચાર કરી જોવશ.’

ને તે વિચાર ફિરોઝ ફ્રેઝરે તે જ દિવસે કરી તેને અમલમાં મૂકી દીધો. બપોરના ખાણા પછી શિરીન તેને પેસેજમાં જ મળી જતાં ફિરોઝ ફ્રેઝરે તેણીને જણાવી દીધું.

‘શિરીન, આજે ન્યૂ-યર-ઈવનાં બોલ માટે આવવા સા‚ં હું તુંને ઓફર ક‚ંછ, તુંને આવવા ગમશે?’

એ સાંભળી તે બાળા ખુશાલીથી છાકટ થઈ ગઈ, પણ બીજીજ પળે પછી તે મુખડો ફરી દુ:ખી બની ગયો.

મોલી કામાની સાથે લવ કરી ખસુસ તેણીને દુ:ખી કરી પજવવા જ તે જવાને તેણીને તે બોલ માટેની ઓફર કીધી હશે.

(ક્રમશ)

Similar Posts

  • પારસી ન્યુઝ

    ડુંગરવાડીને શબવાહીનીનું દાન 12 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ, પારસી અને ઈરાની જરથોસ્તીઓના શબનેે નિવાસસ્થાન / હોસ્પિટલોથી ડુંગરવાડી, મુંબઇ લઈ જવા માટે એક નવી શબવાહિની (ટાટા વિંગર બીએસવીઆઈ હાઈ રૂફ) દાનમાં આપવામાં આવી હતી. શબવાહિની મરહુમ શ્રી જમશેદ ખુરશેદ શેઠના (બોર્ડ ઓફ કોલગેટ પામોલિવ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેકટર)ની પ્રેમાળ સ્મૃતિમાં દાન કરવામાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 May – 13 May 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 25મી જૂન સુધી તમે તમારા બધાજ કામો શાંતિથી વિચારીને કરવામાં માનશો. બીજાને સમજાવી શકશો. તબિયતમાં સારા સારી હોવાથી મનથી આંનદમાં હશો. નાની મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 07, 08, 12, 13…

  • Your Moonsign Janam Rashi This Week –
    29th February – 06th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ છે. ત્યાં જવાથી મનને શાંતિ તથા નાણાકીય ફાયદો પણ મળશે. બીજાના મદદગાર બની શકશો. તમારી મનપસંદ વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 29, 1, 3, 4 છે….

  • રક્ષાબંધન

    પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ? ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી મળી નથી. નણંદ એ કહ્યું કે ભાભી જો કાલ સુધીમાં મળી જાય તો ઠીક છે નહીં તો હું પોતે રાખડી લઈને આવી જઈશ. નણંદ થોડી વધારે દૂર રહેતી…

  • પારસીઓ તેઓની દીન સાથે ઠરીઠામ  થયા

    પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન…

  • સુખી સંસાર!

    મંમી ડેડી હસી પડયા ને બોલ્યા ઓકે પરમીશન ઈઝ ગ્રાન્ટેડ. દાનેશ તો એકદમ ખુશીનો માર્યો મંમી ડેડીને ભેટી પડયો ને બોલ્યો ઓહ મંમી ડેડી યુ આર ગ્રેટ. જ્યારે શીરાજીએ આય વાત જાણી ત્યારે એ તો ખુશીથી નાચવા લાગી કે હવે તો મને એક ફ્રેન્ડ મળી જશે. શીરીન હસીને બોલી ડાર્લીંગ એ તારી ફ્રેન્ડ નહીં પણ…