શિરીન

‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’

ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિ‚ધ્ધ જતા પણ અપાવી દેતો.

પછી તૈયાર તઈ તેઓ સર્વ તે સુંદર ગ્રીન લાંબી ગાડીમાં બેસી વિદાય થઈ ગયા કે શિરીન વોર્ડનનાં જીગરમાં એક અદેખઈનો ચમટો તૂટી ગયો.

તે ડીનર‚ડેન્સ માટેનો ડ્રેસ સુટમાં તે જવાનનો ઉંચો આકાર કેટલો બધો હેન્ડસમ લાગી આવ્યો ને કેટલીક છોકરીઓ આજે તેના હાથોમાં વીંટળાઈ ને ડાન્સ કરી રહેશે.

જ્યારે અફસોસ, કે હાલમાં તેણીને એક નોકરડી મીસાલ જ તેઓ સર્વ પાછળ છોડીને ગયાં હતાં એ ખ્યાલે તેણીની કોમલ છાતી ઘાયલ બની ગઈ.

ને ત્યારે અફસોસની એક હાય ભરી શિરીન વોર્ડન તે મોટાં શેઠાણીનાં ‚મમાં કંઈ કામ લેવાને વાસ્તે જઈ પૂગી.

તેણીને ત્યાં દાખલ થતી જોતાં ઝરી જુહાકનાં ડોળા અજાયબી પામતા તેણી તરફ ફરી ગયા ને તેમણે તરત પૂછી લીધું.

‘પોરી, તું શું આજે ઘેરમાં જ છ?’ તારી તો આજે અરધા દિવસની છૂટી હતીને?’

તબિયત વધુ જ બગડી આવીછ.’

‘જરા બે સોડામીન્ટની ગોળી આપી દે કે ગેસ નીકળી આવે. તું તો હમેશની જ એવી ધ્રુજતી ધપકતી રહી ગઈ, શિરીન?’

‘તમો…તમો નહીં આવી શકો તો પ્લીઝ જરા તમારા ભાઈને નહીં મોકલી આપો?’

‘કોણ ફિરોઝને? વેલ, એ તો હાલમાં પેલી મોલી કામા સાથે લવ કરવામાં ઘણો બીજી છે તે મને નહીં લાગતું કે મોલી એને હમણાં મોકલી શકે.’

ને પછી તરત દિલ્લા ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને કચવાઈને પોતાના મનમાં વિચારી લીધું કે કેટલી ઘાટકી તે છોકરી હોવી જોઈએ કે પોતાની બીમાર માતાની પણ તેણીને દરકાર હતી નહીં.

પણ હવે કરવું શું? તેની મુંઝવણમાં તેણી પડી ગઈ. હવે ન છુટકે તેણીને ફિરોઝ ફ્રેઝર પર ફોન કરવોજ પડયો કે શિરીન વોર્ડનનું જીગર ધપકી ઉઠયું.

તેણીનો પાછો ફોન આવેલો જાણી તે સામી સાઈડનો ટેલિફોન ઓપરેટર પણ અજબ બની ગયો, તે છતાં તેને વિવેકથી પૂછી લીધું.

‘તમોને કોઈ જોઈએછ.’

‘મી. ફ્રેઝર જરા પ્લીઝ એવણને ટેલિફોન પર મોકલશો? જો નહીં આવે તો એટલી રીકેવસ્ટ કરજો કે. મીસ વોર્ડનનો ઘણોજ અરજન્ટ કોલ છે.

ને પછી જવાબને માટે શિરીન વોર્ડન ત્યાં ધ્રુજતી થોભી ગઈ. શું તે જવાન આવશે ખરો? મોલી કામાને તેણી બરાબર પીછાણતી હોવાથી અદેખઈનું એક કાતીલ આક‚ં તેણીનાં જીગરમાં આવી ગયું, કે સામી સાઈડેથી ફિરોઝ ફ્રેઝરનો સાદ તેણીનાં કાનો પર સંભળાઈ રહ્યો.

(ક્રમશ)

Similar Posts

  • અવેસ્તા અને પહલવીનો કોર્સ

    અવેસ્તા અને પહલવી શીખો ધાર્મિક વિદ્વાન, એરવદ ડો. પરવેઝ બજાંના સક્ષમ માર્ગદર્શન હેઠળ. આપણી પરંપરા અને પરંપરાગત ભાષાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી, આ અભ્યાસક્રમો છેલ્લા 155 વર્ષથી ચાલે છે. અવેસ્તાન ભાષા ઉપરાંત, વિદ્યાર્થીઓને અન્ય પ્રાચીન ભાષાઓ – પહલવી (મધ્ય પર્સિયન), પાઝાંદ અને ક્યુનિફોર્મ ભાષા પણ શીખવવામાં આવે છે – જૂના જમાનાના સામ્રાજ્યના ખડક શિલાલેખોની ભાષા, જે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23rd May – 29th May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. પ્લાન કરી કામ કરશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. કામમાં ઘરવાળાઓનો સાથ સહકાર મળશે. કામ પૂરાં કરવામાં સફળતા મળશે. ગામ-પરગામ થી સારા સમાચાર મળશે. ઘરમાં નવી ચીજવસ્તુઓ વસાવી શકશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ…

  • તમારી સ્પાઈનનું (કરોડરજ્જુ) રક્ષણ

    તમારી સ્પાઈન કેટલી સુરક્ષિત છે? સ્પાઈનનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે કારણ કે તે સીધી મગજ સાથે જોડાય છે અને તમારા શરીરના અન્ય ભાગોને સંકેત આપવાનું કામ મગજ કરે છે. તમારી કરોડરજ્જુની દેખરેખ કઈ રીતે લેશો તે જાણો: *યોગ્ય મુદ્રામાં બેસવું અત્યંત જ‚રી છે. *તમા‚ં ગળું, ખભા ને પીઠના ભાગને જેમ બને તેમ સરળ રાખવાની…

  • અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

    શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે. ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી…

  • દૈવીક આશીર્વાદ માટે પૂછો!

    તમારા શરીર અને તમારા મન વિશે વધુ જાણવા માટે એક પવિત્ર જગ્યા બનાવો, તમારી સાથે ડેટ પર જાઓ અને લાગણીઓ, સંવેદના, ઇચ્છાઓ, સ્વપ્નોનું અન્વેષણ કરો અને તમારી જેમ તમારી જાતને સ્વીકારો. પોતાને વધુ સારી રીતે ઓળખવામાં સમય પસાર કરવાથી, તમે જાણશો કે તમારે શું જોઈએ છે અને, તમે જે ઇચ્છો છો તે પૂછવું વધુ સરળ…

  • ગર્લ ગાઇડ મુવમેન્ટના ગૌરવ – મેહરૂ ટાંગરી

    સિક્ધદરાબાદમાં જન્મેલા અને ઉછરેલા, મેહરૂ ટાંગરી જીવનમાં પાછળથી કોલકાતા ગયા. બાળકો પ્રત્યેના તેના પ્રેમથી તેણીએ 25 વર્ષથી વધુ સમય માટે ભણાતી લોરેટો બોબજાર શાળામાં વ્યવસાય તરીકે શિક્ષણ આપવાનું પસંદ કર્યું! જ્યારે પારસી ગાઇડ કંપની (કોલકાતા) ની રચના 1968માં થઈ હતી, ત્યારે તે ત્યાંના પ્રથમ ગાઈડ કેપ્ટન હતા જેણે ‘ગાઈડ કેપ્ટનો માટે પ્રારંભિક અને અદ્યતન તાલીમ…