જરથોસ્તી સંત દસ્તુરજી જમશેદજી સોરાબજી કુકાદારા

સંત પુષ જમશેદજી સોરાબજી કુકાદા‚નો જન્મ સુરત ખાતે રોજ જમીઆદ, માહ આવા ય.ઝ. ૧૨૦૦ના રોજ થયો હતો. એમનું મરણ મુંબઈ ખાતે રોજ બહેરામ, માહ ફરવર્દીન, ય.ઝ. ૧૨૭૦ના રોજ થયું હતું. જીવનના ૪૨ વર્ષ મુંબઈની કપાવાલા અગિયારીના પંથકી તરીકે ગાળ્યા હતાં. સાદું, સંયમી અને શિસ્ત ભર્યુ જીવન જીવી જનાર દસ્તુરજી શાકાહારી હતા. દિવસમાં એક વાર ખીચડી-ઘીનું ભોજન લેતા. ચોખાના વાસણને સૂર્યના તડકામાં મૂકી માંથ્રવાણીના બળથી તે ચોખાને પકવી શકતા. બહારનો ખોરાક કદી લેતા નહીં. પોતાના કપડાં પોતે જ ધોતાં.

દસ્તુરજી પાવમહેલની પવિત્ર ક્રિયાના જાણકાર હતા. બરસનુમની પાકી જાળવણી કરતા. માંથ્ર અને યસ્નના પ્રખર જ્ઞાની હોવાથી પોતાના વિચારોને આકૃતિ મરજી મુજબ દૂર મોકલી, પોતાનું દર્શન અન્ય હમદીનોને કરાવી શકતા. આવા દસ્તુરજી કુકાદા‚ પારસી કોમમાં એક સંત પુ‚ષ તરીકે પૂજાય તે યોગ્ય જ છે.

દસ્તુરજી જમશેદજી લગ્ન-નવજોત જેવી મીજલસમાં પધારે ત્યારે એમની તરફના માન-આદરને લીધે સમગ્ર મીજલસ ઉભી થઈ જતી હતી. દીની ક્રિયાઓ કરતી વખતે તેઓ હંમેશ ઘી અથવા કોપરેલનો દીવો રાખતા. તેઓના મત મુજબ અવસ્તા માંથ્રની કોઈપણ બંદગી અથવા કોઈપણ ક્રિયામાં ફેરફાર થઈ શકે નહીં.

મુંબઈ ખાતેનું અંજુમનનું આતશબહેરામ પારસી સમાજના ફાળાથી (સદ ૧૮૯૭માં) સ્થાપિત થયું હતું. તેની સ્થાપના માટે દસ્તુરજી ડો. જામાસ્પજી મીનોચહેર જામાસ્પઆશાએ દસ્તુરજી કુકાદા‚ને પોતાનો ફાળો આપવા વિનંતી કરી. દસ્તુરજી જમશેદજીએ એમ જણાવ્યું કે આપને યોગ્ય લાગે તે રકમ મારા નામે લખો. દસ્તુરજી જામાસ્પજીએ ‚ા. ૧૦ હજારની રકમ લખી (આ વાત સન ૧૮૯૭ની છે તે સમયે રાપિયાનું મુલ્ય કેટલું હતું?) દસ્તુરજી કુકાદા‚ ‚ા. ૧૦ હજારની રકમ વાંચી મૂંઝાયા પરંતુ એમણે આ રકમ માટે બીજે દિવસે આવવા જણાવ્યું. બીજે દિવસે દસ્તુરજી જામાસ્પજી ‚ા. ૧૦ હજારનો ફાળો લેવા આવ્યા. દસ્તુરજી કુકાદા‚ સાહેબે એમને કહ્યું, ‘આ બાજુના ઓરડામાંથી જે ચીજ મળે તે વેચીને મળતા નાણાં ફંડમાં જમા કરજો.’ દસ્તુરજી જામાસ્પજીએ બાજુના ઓરડામાં એક સોનાની પાટ જોઈ. તે બજારમાં વેચતાં બરાબર ‚ા. ૧૦ હજાર મળ્યા. સંત દસ્તુર કુકાદા‚ સાહેબની લાજ ખુદા પાકે રાખી! આ છે બંદગીનું બળ. આ છે સંત કક્ષાના દસ્તુરજી જમશેદજીની આત્મિક શકિતનું પરિણામ!

દસ્તુરજી કુકાદારા સાહેબે અનેક આગાહીઓ કરી હતી અને તે સાચી પડી હતી. દસ્તુરજીએ પારસી સમાજની ધાર્મિક દોરવણી પણ કરી હતી. પારસી લો કમીશન (સન ૧૮૬૨)સમક્ષ પાલક કરવાની ફરજ બાબતે નિવેદન આપ્યું હતુું. ‘યજદાપરસ્ત’ પત્રમાં ધાર્મિક બાબતોની ઝણાવટ કરી હતી. ધાર્મિક શિક્ષક તરીકે ઝંદ અવસ્તાની મદ્રેસામાં સેવા આપી હતી. જરથોસ્તી ધર્મ અને ક્રિયા ઉપર એતેકાદ વધારનારી મંડળી (સ્થાપના ૬.૬.૧૮૮૦)માં પ્રથમની કારોબારી તરીકે નીમાયા હતા. દસ્તુરજી પહેલવી ભાષાના પંડિત હતા. ભણતરની શુધ્ધિ માટે આગ્રહ રાખતા હતા. સમસ્ત આથ્રવન વર્ગ એમને ખૂબ માનપૂર્વક જોતો હતો. માંથ્રવાણીથી લોકોની માનસિક કે શારિરીક તકલીફ દૂર કરી શકતા હતા. દસ્તુર પેશોતન સંજાણા એમના સમકાલીન હતા. તેમના મરણના દિવસ તથા સમયની સચોટ આગાહી કરી હતી. ખુદ એમણે પોતાના મરણની પણ આગાહી કરી હતી, અને તે સત્ય પૂરવાર થઈ હતી.

(શતાબ્દી સ્મૃતિગ્રંથના સૌજન્યથી)

Similar Posts

  • અનંતની સફરે…

    હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’ ‘હા મા, આવી ગયો’ ‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’ રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’ ‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’ ‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’ ‘એટલે શું?…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th March – 02nd April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રીલ સુધી શુક્રની દિનદશા ચાલશે. ગામ-પરગામથી મનને આનદં મળે તેવા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આવક વધવાના ચાન્સ છે. જયાં પણ જશો ત્યાં માન-ઈજ્જત મળવાથી આનંદ મળશે. પોતાની જાત પર જેટલો વિશ્ર્વાસ રાખશો તેટલા તમારા કામ સારી રીતે કરી…

  • સુની તારાપોરવાલા ‘યે બેલે’ ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત: તમારા મતો ઓનલાઈન કાસ્ટ કરો !!

    પારસી ટાઇમ્સ શેર કરીને આનંદ અનુભવે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્દેશક, સુની તારાપોરવાલાની ટીકાત્મક વખાણાયેલી હિટ વેબ ફિલ્મ ‘યે બેલે’ને બેસ્ટ ફિલ્મ – વેબ ઓરિજિન કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. ‘યે બેલે’માં, તારાપોરવાલા બે યુવા નર્તકોના જીવનને અનુસરે છે – એક ટેક્સી ડ્રાઇવરનો પુત્ર અને વેલ્ડરનો પુત્ર –…

  • મોબાઈલનું રમખાણ!

    મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો…

  • ‘ચ’ ચકલીનો ‘ચ’

    મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: શા માટે આપણે એક સમુદાય તરીકે, હજારો વર્ષોથી ખર્ચાળ ચંદન જેવું બળતણ, અર્થહીન વિધિઓ અને અહુરા મઝદાને સીધી રીતે પ્રાર્થના કરવાને બદલે આતશને પ્રાર્થના કરીએ છીએ? શું જે પ્રાર્થના હાથ કરે છે તે હોઠો કરતા નથી? શા માટે અગિયારીઓની જાળવણીમાં આટલો બધો ખર્ચ કરીએ છીએ? મોંઘીદાટ ધાર્મિક વિધિઓ  પર ખર્ચ કરવા બદલ ગરીબો અને…