|

Shirin – 22 October 2016

‘ઓ ફીલ, કેટલી…કેટલી સુંદર ગાડી છે.’

તેણીની પાસે બેઠેલી લેડી પણ કેટલી સુંદર છે.’

તેણીની પાસે બેઠક લઈ સ્ટીયરીંગ વીલ પર પોતાનો એક હાથ મુકતા તે જવાને ખરાં જીગરથી કહી દીધું.

પછી તે ગાડી આગળ ચાલી કેે તે બાળા ઠંડીથી ધ્રુજતી માલમ પડી કે તે આશકે માયાથી પૂછી લીધું.

‘શિરીન, તું કોટ નહીં લાવી આજે? બહાર કેટલી ઠંડક છે.’

એ સાંભળી તે સુંદરીએ ઓશકથી જણાવી નાખ્યું

‘મારી આગળ જે બે સુંદર કોટ હતા તે ઓકશનમાં વેચી નાખવા પડયા, ફિલ’

એમ બોલતા તેણીનો સુંદર મુખડો દુ:ખથી છવાઈ ગયો કે તે સવાલ પૂછવા માટે ફિરોઝ ફ્રેઝરે પોતાનો હોઠ કરડી ખાધો.

પછી ગાડી થોભાડી પોતાનો કોટ કાઢી તે જવાને તેણીને કાળજીથી પહેરાવી દીધો, કે શિરીન વોર્ડન ર્સ્વગનું જ સુખ અનુભવી રહી.

તે બાળાને એકાએક કંઈ યાદ આવતા તેણીએ ખરાં જીગરથી પોતાના વ્હાલાની થેંકસ માની લીધી.

‘ફિલ, તમોએ આજે જે મારી તરફ માન તથા વહાલ દેખાડયું તે માટે હું મારા ખરાં જિગરથી તમારી થેંકસ માનુ છું. તમો…તમોએ અંતે પણ મને માફ કીધી કીધી તે જાણી હું ખુશી છું.’

થોડીક પલો તેનો કશોજ જવાબ તે જવાને આપ્યો જ નહીં, પછી દૂર નજર રાખી તેને મકકમતાથી કહી સંભળાવ્યું.

‘હા, શિરીન, બદા સંજોગો જોતા મેં તુંને અંતે માફ કીધી પણ કદી, કદીબી તારા કુટુંબના એકબી મેમ્બર ને હું કરી શકશ નહીં, ને તે માટે જો તારી લાગણી દુખાતી હોય તો હું ઘણો દીલગીર છું.’

તે છેલ્લા બોલાયેલા વાકયે તે બાળાનું નરમ જીગર ઘાયલ બની ગયું, તે છતાં પોતાનો વહાલો જવાન અંતે પણ તેણી તરફ દયાળુ બની તેણીને માફ કીધી હતી, એ વિચારે તેણી સંતોષ પામી.

પછી ‘ડરબી કાસલ’ આવી પુગતાં ફિરોઝ ફ્રેઝરે પોતાની નવી ગાડી ગરાજમાં મૂકી કે શિરીન વોર્ડન પણ ઘણું મોડું થતાં પોતાનાં ‚મ પર વિદાય થઈ ગઈ.

કપડાં બદલી પલંગ પર જતા ઘણાંક સુખી વિચારોથી તેણીનું મન મભવા લાગ્યુ. પોતાના વહાલા સાથના ગુજારેલા સુખી કલાકો તેણીના આંખો સામે ખડા થયા, ને ખુશાલીથી છાકટ બની તેણી પુકારી ઉઠી.

‘કેટલું સુખી મા‚ં નવું વર્ષ બેઠું, ને કદાચ એજ સાલમાં હું મારા ફીલને પરણી ‘ડરબી કાસલ’ની શેઠાણી પણ બની શકશ.’

પણ અફસોસ, કે જો શિરીન વોર્ડનને પોતાના ભવિષ્યનાં ભીતરમાં ડોકયું કરી જોયું હોતે તો એજ સાલ સર્વથી દુ:ખી તેણીનાં જીવનનાં તખ્તા ઉપર લખાયેલું તેણી વાંચી શકતે.

તે નવા વરસની રળીયામણી સવારે શિરીન વોર્ડન વધુ જ ખુશાલ અને ઉલટમંદ બની પોતાના રોજિંદા કામે લાગી ગઈ. જો કે તેણી હમેશ કરતા ગઈ રાતે ફકત થોડાજ કલાક સૂતી હતી તે છતાં તેણીનો સુંદર મુખડો ખુશાલીથી ખીલી ઉઠી તેણીની સુંદરતામાં વધારો કરી રહ્યો.

બન્ને તે બહેનો હજી તેઓનાં ‚મમાં ધરાધર ઘોરતી હોવાથી શિરીન વોર્ડન પહેલા ઝરી જુહાકને સ્પંજ કરી લેવાનોવિચાર કરીદીધો.

ધપકતે જીગરે તેણી જેવી તે મોટા શેઠણીનાં ‚મમાં દાખલ થઈ કે તેણીની  મોટી અજાયબી વચ્ચે તેઓ એક ઈઝીચેર પર લાંબા તાંટયા કરી બની થનીને તૈયાર થઈ એક ન્યુસ વાંચતા માલમ પડયા.

શિરીન વોર્ડન કશું જ બોલી નહીં કે ઝરી જુહાકે પેપરમાંથી ડોકુ બહાર કાઢી પહેલો સવાલ પૂછી લીધો.

‘પોરી, તું ગઈ રાતે કેટલે વાગે ઘેર આવેલી?’

‘જી ધારવા કરતાં મોડું થઈ ગયું ને…ને લગભગ એક થવા આવેલો.’

‘ને ઘેર કોણની સાથે આવી?’

‘જી…જી, તમારા દીકરા સાથે.’

ગરીબ તે બાળાએ અચકાઈને ટૂંકમાં જણાવી દીધું કે તેણીની ફરી અજાયબી વચ્ચે ઝરી જુહાકે મલકાત સાથ કહી સંભળાવ્યું.

‘ઘણું સા‚ં કીધું ફિરોઝ સાથ આવી તો, ને પેલી દુકતીઓ કયારે આવી?’

‘જી, કોણ જાણે.’

‘ને એ લોક હજી ઘોટાયેલી છે કે?’

‘હાજી, ને…ને તેથી તમોને વાંધો નહીં હોય તો હું તમોને પહેલા સ્પંજ કરી લેવું?’

એ સાંભળી ઝરી જુહાકનો ભેજાંનો ચીલ્લો ચઢી જતાં જ માલમ પડયા. તેવણનાં સ્વભાવ મુજબ કંઈ મરાવાની પોઈન્ટ તો એવણને જોઈતી જ હતી કે તેવણે છછણી પડી જણાવી દીધું.

‘મરે પોરી તારી આંખ છે કે લખોટા? નાહી ધોઈને બેઠીછ તે તુંને દેખાતું નથી?’

(ક્રમશ)

Similar Posts

  • લોભિયા અસલાજી

    હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદાઓ પાસે સાંભળેલી વાર્તામાંથી તમને લોભિયા અસલાજીની વાત અહીં રજૂ કરૂં છું. તમને વાંચવી જરૂર ગમશે. એક હતો લોભિયો નામ હતું અસલાજી. નારગોલમાં રહેનાર અસલી, પાકા ને ખરેખર લોભિયા હતા આપણા અસલાજી. એક દિવસ અસલાજીને લીલું કોપરૂં ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા!…

  • ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ – સમુદાયની સેવાનું એક ઉદાહરણ

    1991માં સ્થાપિત, વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ(ડબ્લયુઝેડઓટી), તેમની સિસ્ટર ક્ધસર્ન્સ – ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રન (1993) અને ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસ (1995) – આપણા ઝોરાસ્ટ્રિયન સમુદાયના વંચિત વર્ગને ટેકો, ઉત્થાન અને સશક્તિકરણ માટે અનુકરણીય સેવાઓ આપી રહી છે, તેમજ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક રચનાના અસ્તિત્વ અને સંભાળ માટેના નિર્ણાયક કારણો લીધા છે. ટ્રસ્ટની રચના…

  • હોરમઝદ યશ્ત – 2 (હોરમઝદની ભૂમિકા)

    (નીચેના લેખમાં ખોજેસ્તે પી. મિસ્ત્રી દ્વારા લખાયેલ ‘ઝોરાસ્ટ્રિયનીઝમ – એક એથનિક પરિપ્રેક્ષ્ય’ ના અંશોનો સમાવેશ થાય છે.) આ દુનિયામાં અહુરા મઝદા અને અહરીમનના આગમનની સમયરેખાનો ચોક્કસ ઉલ્લેખ છે. આ સમયરેખા કુલ 12,000 વર્ષોની છે અને તેઓને 3,000 વર્ષના ગાળામાં વહેંચવામાં આવ્યા છે. અહુરા મઝદાને પ્રકાશ દ્વારા પ્રતીકિત કરવામાં આવ્યા છે કારણ કે અન્ય કોઈ પણ…

  • જો તમારે આગળ વધવું હોય તો આ રોગો પર કાબુ મેળવો

    મિત્રો, તમારામાં ઘણી પ્રતિભા હોવા છતાં, તમારી યોગ્યતા હોવા છતાં, તમે આજ સુધી સફળ થયા નથી. તમે વિચારો છો કે તમે સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમને જોઈતી સફળતા નથી મળી રહી. મિત્રો, આ એક સામાન્ય બીમારી છે અને તમને દરેક ઘરમાં આવા દર્દીઓ જોવા મળશે * કામ ઓછું, બકબક વધુ તમે બહુ બોલો…

  • પ્રેમ એ આપવાની ચીજ છે!

    ઈશુ ખ્રિસ્ત એક વખત યાત્રાએ નીકળ્યા હતા. સાથે કેટલાક અનુયાયીઓ હતા. જ્ઞાનની અને ભગવાનની વાતો કરતાં કરતાં આગળ વધતા હતા. એવામાં એક અનુયાયીએ પૂછ્યું, ‘પ્રભુ! તમે તમારા લગભગ દરેક પ્રવચનમાં વારંવાર કહો છો કે પ્રેમ કરો. પાડોશીને પણ પ્રેમ કરો. દુશ્મનોને પણ પ્રેમ આપો.’ ‘સાચી વાત છે, પ્રેમથી પ્રેમ વધે છે.’ ‘તમારી એ આજ્ઞા માથે…

  • એનઝેડ ખુશાલીના જશનની ઉજવણી કરે છે

    1લી ફેબ્રુઆરી, 2021ની પૂર્વસંધ્યાએ કિવીલેન્ડમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયમાં ખૂબ ઉત્તેજના હતી, કેમ કે તેઓએ પાકુરંગા (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)માં7-ડાઉલીંગ પ્લેસ પર ફરાઉદ શાહલોરી દર-બે-મેહર ખાતે નવા વરસ (2021)ના ખુશાલીના જશનની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ યઝદ કરકરીયા અને એરવદ બેહઝાદ કરકરીયા દ્વારા કરવામા આવી હતી ત્યારબાદ ચાસ્નીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 45 આનંદિત જરથોસ્ટીઓ…