જો તમારો જન્મ નવેમ્બરની ૧૨મી તારીખે થયો હોય તો…

તમારો સ્વભાવ ચોકકસ પ્રામાણિક હશે. દરેક કામમાં તમે તમારી મહેનતનું ફળ મેળવવા ભાગ્યશાળી થશો. ખૂબ જ પરિશ્રમથી ભાગ્યોદય થાય. જીવનમાં યશ અને માન-પાન સારાં મળશે. આત્મવિશ્ર્વાસ સારો હશે. દરેક મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરશો. તમારા સ્વભાવ અને મનના વિચારોને સાધારણ બુધ્ધિવાળાઓને ઓળખતાં, જાણતાં કે સમજતાં ખૂબ જ વાર લાગી જશે. વડીલો માટે ખૂબ જ માન હશે. તેમણે પણ પોતાના જીવનમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. નાનપણમાં જ જવાબદારીનો ખ્યાલ તમને આવી ગયો હશે જેને તમે ખૂબ જ સમજીને પૂરી કરશો. ઘરના તેમજ બહારના લોકોનો પ્રેમ સંપાદન કરી શકશો. હાથ નીચેના માણસોથી સંભાળીને કામ કરવું, નહી તો અપમાનિત કે દગાના પ્રસંગો બનશે. કોઈના જામીન બનવું નહીં. તમારી શારીરિક તેમ જ રોગપ્રતિકારકશક્તિ ખૂબ જ સારી હશે. મોટી ઉંમરે ડોકનો, કમરનો દુખાવો થશે, બ્લડપ્રેશર વગેરે થશે. ખાવામાં પીવામાં સંભાળવું.

શુભ રંગ: જાંબુડી અને તામ્રવર્ણ (તાંબાનો રંગ)

શુભ નંગ: -બી અને ટરકોઈઝ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૩, ૮, ૧૨, ૧૮, ૨૧, ૨૭, ૩૦, ૩૬, ૪૮, ૫૪, ૬૩, ૬૬, ૭૨, ૭૫.

Similar Posts

  • પુણેની પટેલ અગિયારીએ 180મી સાલગ્રેહની ઉજવણી કરી

    પુણેની સૌથી જૂની અગિયારી – સરદાર શેઠ સોરાબજી રતનજી પટેલ અગિયારી, તેની ભવ્ય 180મી વર્ષગાંઠ 2જી મે, 2023 (માહ આદર, રોજ બહેરામ)ની ઉજવણી સાંજે માચી અર્પણ અને જશન સાથે કરી હતી, જે પંદર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. પુણેના ભીડભાડવાળા નાનાપેઠ વિસ્તારમાં આવેલી પટેલ અગિયારી, જેને લોકપ્રિય રીતે ગામ-ની-અગિયારી તરીકે ઓળખવામાં આવે છે, તે મહત્ત્વપૂર્ણ…

  • હસો મારી સાથે

    જ્યોતિષ: તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ તમને ઉપયોગમાં નહી આવે. છગન: સાવ સાચું, મારા ફ્લેટ નીચે જ યેસ બેંક છે.!! *** બોર્ડની પરીક્ષા આપવા જનાર મિત્રોને લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા તથા લલિત મોદીનો એક નાનકડો શુભેચ્છા સંદેશ: મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23rd January – 29th January, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ હાલમાં તમાર દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચારોથી વધુ પરેશાન થઈ જશો. પોજીટીવ વિચાર આવશે નહીં. ધનની ચિંતા વધવાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. અંગત મિત્રો સાથ નહીં આપે. માથાના દુખાવા…

  • પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

    મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા. ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર…

  • ઝેડએસીએ વિશ્ર્વભરના જરથોસ્તીઓ માટે કરેલું જશન

    શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021, ખરેખર એક ઐતિહાસિક પ્રસંગ સાબિત થયો, જ્યારે આપણાં પાંચેય ઉચ્ચકક્ષાના વડા દસ્તુરજીઓ – દસ્તુરજી ડો. ફિરોઝ એમ. કોટવાલ; ઈરાનશાહ – ઉદવાડાના દસ્તુરજી ખુરશેદ દસ્તુર; દસ્તુરજી કેકી રવજી મહેરજીરાણા; દસ્તુરજી સાયરસ દસ્તુર; અને દસ્તુરજી ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરો જમાસ્પઆસા – આશીર્વાદ અને વિશ્ર્વભરમાં આપણાં સમુદાયને પ્રેમ, શાંતિ, આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિનો સંદેશ…

  • ખાડો ખોદે તે પડે!

    ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી…