આથ્રવાન મોબેદો, તેઓને મૂંઝવતા સવાલો અને એરવદ યઝદી પી.એફ. પંથકી તરફથી તેઓ માટે કેટલીક સૂચનાઓ

આથ્રવનોને આપવા પડતા ભોગ: આથ્રવનો પોતાની ફરજ બજાવવામાં જમાનાઓથી કાયમ રહેલા પોતાના ધર્મની રક્ષા કરવામાં કોમ અને દીનની સેવા કરવામાં બેહદીનો ને દોરવવામાં કેવા ભોગો આપવા પડે છે તે આપણે વિચારવાનું રહ્યું છે.

બેહદીન એટલે ભલી દીનનો: બેહદીન એટલે પોતાના ધર્મને સાથે લઈને જન્મેલી વ્યક્તિ જે ધર્મ અસલના સમયથી તેના પૂર્વજો તરફથી ઉતરી આવ્યો હોય. દરેક વ્યક્તિ માટે પોતાના જ ર્ધમમાં જન્મ લેવો એ મગ‚રીની બીના છે.

નિરાધાર ટોળો: આજની ઝડપી દુનિયામાં ધન અને સત્તા મેળવવાની ઉતાવળ અને ધગશમાં બેહદીન ટોળો પાછળ પડતો જાય છે અથવા તેના ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી અને તે જીવનપ્રવાહમાં ઘણો જ પાછળ પડી ગયો છે. આપણી કોમને યાદ આપવાની ખાસ જ‚ર છે. આવી વ્યક્તિઓ, ધાર્મિક સ્થળોએ આવીને પોતાની ઉપર આવેલી આફત અને મુસીબતોનું નિવારણ કરવાની કોશિશ કરતી જોવા મળે છે. આ બેહદીન ટોળાંનો દરેક સભ્ય હમેશા ધાર્મિક મકાનો જેવા કે અગિયારી, આતશબહેરામ વગેરેમાં જતો જણાય છે તે જ તેમની ધાર્મિક મનોવૃત્તિની સાબિતી કરે છે. આ સભ્ય તમે હોવ કે હું હોઉ યા કોઈ બીજો હમદીન હોય પણ તે આપણા ધાર્મિક સ્થળો જે આથ્રવાનો નિભાવી રહ્યા છે. તેમાં સૌ જતાં આવતાં જણાય છે.

એક જરથોસ્તી-તેની સુખાકારી અને શાંતિમય જીવનનાં કારણો: વિચાર કરવો રહ્યો કે આવાં ધાર્મિક મકાનો જેની સંભાળ લેનાર, જાળવણી કરનાર આથ્રવાનો, જેઓ પોતાની જિંદગીની સુખસગવડ, એશઆરામ વગેરેનો ભોગ આપીને આ ધાર્મિક સ્થળોની સેવા અને રખેવાળી ન કરતે, તો આપણા હમદીનો કયાં જતે? આ ઉપરથી સાબિત થાય છે કે જરથોસ્તીઓને અગિયારીઓ અને આતશબહેરામો વિના ચાલે નહિ અને આ ધાર્મિક સ્થળોને નીભાવવા માટે મોબેદોની ખાસ જ‚રીયાત છે. આજે આખા વખતની મોબેદી કરતા આથ્રવાનો જેઓની ઉપર તેમના કુટુંબીઓ જિંદગીની સઘળી જ‚રિયાતોનો આધાર રાખે છે તેઓ માટે પોતાના કુટુંબીઓને દરરોજની જ‚રિયાતો પૂરી પાડવાનું બહુ જ મુશ્કેલ થઈ પડે છે.

આથ્રવાનોની નેગેહબાની: આથ્રવાનો, ખાસ કરીને બોયવાળા, મોબેદ સાહેબો અને એરવદ સાહેબો પોતાની રોજિંદી જીવનની જ‚રિયાતો માટે કોમના સભ્યો ઉપર આધાર રાખે છે. સમય બદલાતો જાય છે તે આપણા ધર્મગુ‚ઓની જીવનની રોજિંદી જ‚રિયાતો આપણી જ‚રિયાતોથી જુદી પાડી શકાતી નથી.

ઉંઘ વિનાની રાત્રિઓ: આંથ્રવાનોને પોતાની ઉંઘનો મોટો ભોગ આપવાનો હોય છે. દરરોજ સવારના વહેલા ઉઠવું વગેરે સહેલ નથી. દાખલા તરીકે એક મોબેદ જે આતશની પાસબાની કરે છે અને બોયની ક્રિયા કરે છે તેને તો દરરોજ રાત્રે બાર વાગ્યે આતશની આગળ હાજર રહેવું જ જોઈએ અને ત્યારબાદ સવાર સુધી જાગૃત રહેવું પડે છે કારણ કે કોઈ પણ હમદીન વ્યક્તિ સવારના પહોરમાં કોઈપણ સમયે આતશ આગળ સુખડ અર્પણ કરવા આવી શકે છે. કમનસીબે આવા આથ્રવનોની કોઈને દાઝ નથી.

Similar Posts

  • પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

    ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત…

  • મારા પપ્પા

    મારા પપ્પા દરરોજ રાત્રે 9 વાગ્યે મને ફોન કરે જ. એક દિવસ મને થયુ કે આજે હું પપ્પા ને ફોન કરૂં. એટલે મે નવ ને બદલે સાડા આઠ વાગ્યે ફોન કર્યો. મમ્મી એ ફોન ઉપાડયો એટલે મમ્મી સાથે થોડીવાર વાત કરી મે પપ્પા ના સમાચાર પુછયા અને વાત કરાવવા કીધુ. મમ્મી એ કહયુ કે હમણા…

  • ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

    એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં, દાદાએ કહ્યું સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. પૌત્રએ કહ્યું, પણ એ કેન તો ફુલ ભરેલો છે. દાદાજી બોલ્યા તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નંખાય ને. પૌત્ર કહે પણ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 May – 14 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં તમને જ્યાંથી શાંતિ મળે તેવા કામ કરશો. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. ફેમીલીમાં મતભેદ દૂર કરી શાંતિ લાવવામાં સફળ થશો. પ્રમોશન મલવાના ચાન્સ છે. તમારી બગડેલી તબિયતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 August – 13 August 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધનને ખુબ સંભાળીને ખર્ચ કરશો. ખોટા ખર્ચા પર કાપ મુકશો. રીસાયેલી વ્યક્તિને સમજાવી પટાવી પોતાી બનાવી દેશો. નાણાકીય ફાયદા પર તમારી નજર પહેલા જશે. સહી-સિકકાના કામો જલદીથી પૂરા કરી લેજો. કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર…