શિરીન

‘જા ત્યારે, ને મેં કહ્યું છેતે યાદ રાખી હમણાંથી જ ફિરોઝને જણાવી દેજે.’

 

પછી વીજળી પેઠે શિરીન વોર્ડન ત્યાંથી વિદાય થઈ, પોતાનાં વહાલાની શોધમાં ગઈ. તેના એન્ગેજમેન્ટ તે જવાન તેણીને કહી મૂકતો હોવાથી તેણીને યાદ આવ્યું કે આજે તે સેનજરી કલ્બની મીટિંગ તથા ડીનરમાં જનાર હોવાથી હજી તે ઘરમાં જ હોવો જોઈએ.

 

બધે પૂછપરછ કરી અંતે તેણી પોતાના વહાલાને લાઈબ્રેરી ‚મમાં ડીનર માટેનાં ફૂલ ડ્રેસ-સુટમાં તૈયાર થયલો બેટેલો જોઈ, તેણીએ તે વાત કરવા ઈચ્છી.

 

‘ફિલ, આંય રવિવારે તમા‚ં કંઈ રાતનું એન્ગેજમેન્ટ છે, પ્લીઝ?’

 

‘કંઈ ખાસ પૂછવાનું કારણ, ડાર્લિંગ?’

 

પોતાની પાસે જ એક ખુરશી ખેંચી તે પર તેણીને બેસાડતાં તે જવાને અચરજ પામી પૂછી લીધું કે તે બાળાએ દુ:ખી જિગરે ફરી તે વિગત જણાવી નાખી.

 

એ સાંભળી ફિરોઝ ફ્રેઝર ચમકી ઉઠયો, પછી તેને ગંભીરાઈથી કહી સંભળાવ્યું.

 

‘તારાં ઘેરનાંને હું કદી પણ સ્ટેશન પર મુકવા આવી શકું ખરો શિરીન?’

 

‘પણ…પણ કાં નહીં, ફિલ?’

 

તેણીએ પોતાની નિર્દોષ ફરગેટ મી નોટ જેવી બ્લુ આંખો ઉઠાવી તે જવાન સામે જોઈ અચરતીથી પૂછી લીધું કે ફિરોઝ ફ્રેઝરે પોતાની નજર ટેબલ પર પડેલી ચોપડી તરફ ફેરવી નાંખી પછી તેને ઉંચા દમે કહી સંભળાવ્યું.

 

‘મેં તુંને માફ કીધીછ શિરીન, પણ તારા ઘેરના બીજા એકબી મેમ્બરને તેમ નહીં કરી શકતો હોવાથી મને તેઓ સાથ કશો જ સંબંધ રહ્યો નથી.

 

એ સાંભળી તેણીનો મુખડું કરમાઈ ગયું પછી તેણીએ એક નિસાસો નાખી બોલી દીધું.

 

‘ને…ને મને તો આશા હતી કે તમોને ખરબ પડતે તો તમો જ‚ર તે કોટેજ ખરીદી લેતે.’

 

‘કદી પણ હું તે ખરીદ કરી શકતે નહીં, શિરીન.’

 

આહ! શિરીન વોર્ડનને ખબર જ કયાં હતી જે પોતાનાં માનીતા ‘વોર્ડન વિલા’ પર કેવા તે જવાનના શ્રાપ પડયા હતા! તો પછી મફતમાંબી કોઈ તેને ઓફર કરે તો તે છતાં ફિરોઝ ફ્રેઝર તે કદી પણ સ્વિકારી શકે જ નહીં.

 

પછી તેણી કાકલુદીભર્યા અવાજ સાથ બોલી પડી.

 

‘ફિલ, ઓ ફિલ, એટલા મારે ખાતર સ્ટેશન પર નહીં આવો?’

 

તે આશકને દયા આવી ગઈ ને ત્યારે તેણીને પોતાના હાથમાં ખેંચી લઈ તે ચેરિઝ જેવા હોઠો પર એક મીઠી કિસ અર્પણ કરતાં તેને જણાવી દીધું.

 

‘ફકત તારે ખાતર હું સ્ટેશન પર આવશ ડાર્લિંગ, પણ હું મોટરમાં જ બેસી રહેવશ.’

 

એટલું પણ તે ગરીબ બાળાને ગનીમત કરી લીધું ને પછી તે વહાલાની ભૂરી આંખોમાં નિહાળી તેણી ઓશકથી બોલી પડી.

 

‘કેવું ઈચ્છું જ કે તમો મને પણ સાથે લઈ જઈ શકતાં હતે, ફિલ.’

 

‘ઘણાં જ ટૂંક વખતમાં હું તેમ કરી શકશ. મારી સ્વીટહાર્ટ.’

 

‘હા, પણ…પણ હંમેશ તમારી ગેસ્ટ તરીકે જતા મને શરમ પણ લાગી આવેછ ને…ને કલ્બોની મેમ્બર થવા તો મુદલ મને ગમતું જ નથી.’

 

(ક્રમશ)

Similar Posts

  • ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની ૨૦૧૬ની સમર કેમ્પ

    ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની નવસારી સ્થાનિક સમિતિ દ્વારા એક ખૂબ જ આકર્ષક સમર કેમ્પનું આયોજન તા. ૩જી મે થી ૮મી મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું. પચાસ ઝોરાસ્ટ્રિયન બાળકો જેમની ઉમર ૭ થી ૧૪ વર્ષ સુધીની હતી જેમા ૩૦ છોકરાઓ અને ૨૦ છોકરીઓ જે અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. સમર કેમ્પ બાઈ દોસીબાઈ કોટવાલ પારસી ઓર્ફનેજ,…

  • ડોકટર મઝદા – દહાણુંના ફલાઈંગ ડોકટરની છેલ્લી ઉડાન

    દહાણું ઘોલવડમાં રહેતા ડો. બહેરામશા મઝદા જેમને લોકો ફલાઈંગ ડોકટર તરીકે પણ ઓળખતા હતા. મુંબઈની હોસ્પિટલમાં કોવિડને કારણે 62 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું એમના કુટુંબમાં છે એમની પત્ની રોકસાના અને એમનું પ્રિય પેટ પગ. સોલાપુરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રીથી સજ્જ, ડો. મઝદાએ દહાણુના ઇરાની રોડ પરના તેમના ક્લિનિકમાં દરિયાકાંઠાના શહેરના દર્દીઓની સેવા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 June – 24 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ.  આવતા સાત દિવસમાં તમારા અગત્યના કામ પુરા કરી લેજો. અંગત વ્યક્તિ, મિત્ર કે સગાઓને કોઈ પણ જાતનું પ્રોમીશ આપતા નહીં. ઉતરતી ચંદ્રની દિનદશા મનને મજબૂત કરશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર કરતા નહીં. બીજાની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી લેજો….

  • સલાડ ખાવાના ફાયદા!

    ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી…

  • હસો મારી સાથે

    એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26th September – 02nd October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. નાના કામ પુરા કરવામાં પણ મુસીબત આવશે. પૈસા મેળવવા માટે ભાગદોડ કર્યા પછી પણ તમને જોઈતી રકમ નહીં મળે. તમારી અંગત વ્યક્તિ તમારો સાથ નહીં આપે સાથે સાથે તમારી સાથે ચીટીંગ કરશે. વડીલવર્ગને તમારી વાતો નહીં…