સીનિયર સિટિઝનોએ લક્ષમાં લેવા જેવું

સાઈઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના જીવનકાળમાં જે કંઈ બચત કરે છે એમની વિદાય પછી બધું એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને ખુલ્લી કરી નાખે છે. પોતાની પાસે જે કંઈ છે એ અંતે તો આમનું જ છે એમ માનીને પોતાના હયાતીકાળમાં જ તેની વહેંચણી કરી નાખે છે. ક્યારેક પુત્રોના ધંધા માટે કે ક્યારેક કહેવાતાં વહેવારિક કામો માટે એ પોતાની પાસે જે કંઈ હોય એ વહેંચી દે છે. આમાં એના પક્ષે તો ફકત વિશ્ર્વાસ જ છે કે હવે આ પૈસાની લાલચમાં મારે શું કામ પડવું જોઈએ? અને મારા બાળકો મારી સંભાળ ન લે એવું કદી ન બને!

ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામાજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ માંગવી પડે, સાઈઠ વર્ષ સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચૂકેલા માણસને કેવું લાગે? સંતાનો વડીલોની આ જ‚રિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે. પણ જ્યારે એક કરતા વધારે પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓના ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જ‚રિયાત પૂરી કરવી એ ટાળવા જેવું સ્પાર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર કદાચ આર્થિક તકલીફને કારણે કયારેક પોતાની જવાબદારી અદા ન કરી શકે, ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું  વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.

વડીલોને સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવો કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી પરંતુ કોઈવાર નબળા સંતાનને વધુ સહાયભૂત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ કોઈ કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ અમારે મન તો બધા સંતાનો સરખા એ સુવર્ણ વાકયને ભૂલાવી દેવું જોઈએ. વડીલોએ આ સંદર્ભમાં એક વધુ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એક કરતાં વધુ સંતાનો હોય ત્યારે અથવા એક જ પુત્ર હોય તો પણ પોતાને માટે આ સંતાનોએ અવારનવાર જે કંઈ ખર્ચ કર્યો હોય એ બને ત્યાં સુધી એમને આપી દેવો જોઈએ. દા.ત. એક વડીલ પાસે પૂરતી બચત છે અને એમની તબીબી સારવારનો ખર્ચ લાખેક ‚પિયા થાય છે  (કેટલીક વાર સો ‚પિયા થતા હોય તો પણ) આ ખર્ચ જો પુત્રે કર્યો હોય તો પિતાએ એને આપી દેવો જોઈએ. ઘર તો એક જ છે એવું બોલનારા ખરેખર માનવ સ્વભાવને જાણતા નથી.

મોટા ભાગે, માતાપિતા માટે કરેલો આવો ખર્ચ જ્યારે પાછો આપવામાં આવે છે ત્યારે પુત્રને ઘડીક સંકોચ થાય છે, પણ પછી એ એનો સ્વીકાર કરી લે છે, કારણ કે મનોમન તો એને પણ આ ગમે જ છે. આમ કરવાથી એક બીજો પણ લાભ થાય છે. પોતે ખર્ચેલી રકમ પાછી મળી જ જવાની છે એવો વિશ્ર્વાસ પેદા થવાથી આવો ખર્ચ ટાળવાની પુત્રો વચ્ચે સ્પર્ધા થતી નથી. આવી સ્પર્ધા ટાળવી એ પણ પિતાનું કર્તવ્ય છે અને આ એક શુભ લક્ષણ પણ છે.

આ બાબતમાં એક ટૂકી વાર્તા રજૂ કરશું આવતા અઠવાડિયે…

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 May, 2019 – 17 May, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામ સારી રીતે કરી શકશો. એકસ્ટ્રા કામ કરીને આવક વધારી શકશો. તમે કોઈની મદદ લેવા જશો તો તે વ્યક્તિ મદદ કરવામાં કચાસ નહીં કરે. જૂના ફસાયેલા નાણા મળી શકશે. મુસાફરીથી ફાયદો થવાના ચાન્સ છે. 34મુ નામ…

  • Your Moonsign Janam Rashi This Week –
    28th October, 2017 – 03 November, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી 25મી ડિસેમ્બર સુધીમાં તમે ધર્મ અને ચેરીટીના કામો કરી શકશો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર થઈને રહેશો. ધીરે ધીરે તમારા કરજદારીના બોજામાં હશો તો મુકત થશો. ગુરૂની કૃપાથી ફેમિલી મેમ્બર સાથે મતભેદ ઓછા થતા જશે….

  • 175 વર્ષીય પટેલ અગિયારીનો નવો દેખાવ!

    દેશ વિદેશ સહિત વિવિધ દાતાઓના ઉમદા યોગદાનને કારણે મઝગાંવ, મુંબઇમાં સ્થિત પટેલ અગિયારીનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું, 20 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી અગિયારીના ટ્રસ્ટીઓ, બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રીમતી અરનવાઝ જાલ મિસ્ત્રી અને વર્તમાન બીપીપી ટ્રસ્ટી, નોશીર એચ. દાદરાવાલાએ આ જશનમાં હાજરી આપી હતી. અગિયારીએ સપ્ટેમ્બર,…

  • સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો!

    ‘અરે શાસ્ત્રી! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.’ ‘નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જોવાનો છે, હું મેળો જોઈને જ ઘરે આવીશ.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો. શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th March – 19th March, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારા રોજબરોજના કામમાં ફાયદા મળતા રહેશે. તમે જે પણ કમાશો તેમાંથી મોજશોખમાં વધુ ખર્ચ થશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના…

  • ક્રિકેટ અમ્પાયર પીલુ રિપોર્ટરનું સન્માન કરાયું!

    આપણા સમુદાયના ગૌરવ, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર – પીલુ રિપોર્ટર – 25મી જાન્યુઆરી, 2021 ના રોજ ધ ક્રિકેટર્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય ક્રિકેટમાં તેમની અપવાદરૂપ અને ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 82 વર્ષીય સજ્જન, જે 14 ટેસ્ટમાં, 22 વન ડેમાં, જેમાં 1992 ના વર્લ્ડ કપમાં 7 મેચનો સમાવેશ થાય છે, તેમાં લગભગ ત્રણ દાયકા…