આનંદ હર્ષોલ્લાસ અને પતંગનો તહેવાર મકર સંક્રાંતિ

મકરસંક્રાતિ એ ભારતનો કૃષક તહેવાર છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શ‚ થાય છે કારણ કે આ સમયે પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે. આથી મકરસંક્રાતિને આ શુભ સમયની શ‚આત ‚પે ઉજવવામાં આવે છે.

ઉત્તરાયણ શબ્દ બે સંસ્કૃતિ શબ્દ ઉત્તર (ઉત્તર દિશા) અને અયન (તરફની ગતિ) વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાતિ) એ દિવસે છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે અને આ ઉનાળો શ‚ થવાનો સંકેત છે. તમામ ઉમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાસીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાવવાનો આનંદ માણે છે. આખા દિવસ ‘કાપ્યો છે’ ‘એ કાટા’ ‘લપેટ લપેટ’ જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઈન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલસાંકળી (તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી) અને ચિકી (એક મિઠાઈ) ખૂબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુકતરીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખા દિવસે પોતાની પતંગ ઉડાવવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ’ (કાગળનો દીવો) ઉડાવે છેે. જેને અમદાવાદમાં ‘તુકકલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો બીજો દિવસ (૧૫મી જાન્યુઆરી) વાસી ઉત્તરાયણ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

પરંપરા અને અનુકાષ્ઠાનો: મકરસંક્રાતિ એ જ્ઞાનની દેવીમાં સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્ય પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.

મકરસંક્રાતિનો મહત્વપૂર્ણ સમય, પરિવર્તનનો જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે પાકેલા ધાન્યની અને તેની મિઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બહેની-દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંના ઘૂઘરા કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વ‚પે આપે છે. મકરસંક્રાતિના પછીના દિવસે પશુ-પ્રાણીઓ ખાસ તો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓના હસ્તે પશુ, પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે. કારણ કે આ દિવસે કુટુંબ-પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. આ દિવસે ગુ‚જનો પોતાના શિષ્યોને આશિષ આપે છે.

પુરાણમાં ઉત્તરાયણનું મહત્વ: પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનનાનું મહત્વ રહેલું છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકરમાં પ્રવેશતા કમૂરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્વ હોવાથી મહાભારત કાળમાં ભિષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યુ હતું.

આવી ગઈ ઉતરાયણ

આવી ગઈ ઉત્તરાયણ ભાઈ! આવી ગઈ ઉત્તરાયણ

આજ તો સઘળે જોવા મળશે પતંગની પારાયણ,

આવી ગઈ ઉત્તરાયણ ભાઈ! આવી ગઈ ઉત્તરાયણ

સવારથી તૈયાર થશે સૌ લઈને પતંગ-દોરી

પતંગ ઉડાવી પેચ લગાવી, કરશે જોરા-જોરી

કાયપો છે ના હર્ષ નાદથી ગૂંજશે વાતાવરણ

આવી ગઈ ઉત્તરાયણ ભાઈ! આવી ગઈ ઉત્તરાયણ

રંગ રંગની પતંગ ઉડશે નીલ ગગનમાં જ્યારે

આનંદનો સાગર છલકાશે સૌના મનમા ત્યારે

પણ આ મજા પંખીને દેશે કઠોર સજા નિષ્કારણ

આવી ગઈ ઉત્તરાયણ ભાઈ! આવી ગઈ ઉત્તરાયણ

ઘર ઘર બનશે તલ-સિંગ-દાળિયા-મમરાની ચિકકી

ચિકકી ખાવા દોડી આવશે છગન-મગન ને નિકકી

સાંજે થશે પણ પૂર્ણ થશે ના પતંગની રામાયણ

આવી ગઈ ઉત્તરાયણ ભાઈ! આવી ગઈ ઉત્તરાયણ

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 August – 02 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામ ચાલુ કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી શકશો. ફયુચરના પ્લાન બનાવી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહીં શકો. સારા સમાચાર મલવાના ચાન્સ છે. શેર માર્કેટમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા….

  • પાલઘરમાં વરિષ્ઠ પારસી દંપતી લૂંટાયું

    22 ફેબ્રુઆરી, 2020 ની શરૂઆતમાં, પાંચ અજાણ્યા અને સશસ્ત્ર ચોરોએ દહાણુ તાલુકા (પાલઘર જિલ્લા)માં વાણગાંવના બવાડા ગામે વૃદ્ધ પારસી દંપતી રોહિન્ટન (73) અને હોમાઇ તારાપોરવાલા (70)ના બંગલામા લૂટ કરી હતી અને રોકડ અને ઝવેરાત બધુ મળીને 7 લાખની ચોરી કરી હતી. હુમલાખોરોએ તેમના બે વોચડોગ અને મરઘીઓને ઝેર આપ્યું હતું, જેના પરિણામે એક કૂતરો અને…

  • શિરીન

    પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ…

  • આહમદ મા-બાપને ભુલ્યો

    આમને આમ આનંદમાં ગાનતાનમાં, સુખચેનમાં છ મહિના વહી ગયા. એક દિવસ શાહજાદા આહમદને તેનાં કુટુંબની યાદ આવી. તે જરા દીલગીર થયો કે તેનાં માતપિતા તેની વાટ જોતાં હશે અને અફસોસમાં પડયા હશે. માટે તેમને જરૂર તેણે એકવાર મળી આવવું જોઈએ. અને તે જીવતો છે તેમજ સુખી છે તેની ખબર જાતે આપી આવી તેમનો આફસોસ ટાળવો…

  • પાકિસ્તાનના તુશ્ના અને રોની પટેલે ફરીથી કાર રેલી જીતી!

    18 મી અને 19 મી જાન્યુઆરી, 2020માં પાકિસ્તાન સ્થિત તુશ્ના પટેલે, પાકિસ્તાનના પ્રથમ મહિલા રેલી ડ્રાઈવર, જેમણે મેક્સ ડર્ટ અરેના ઈન હબ (કરાચીથી એક કલાકના અંતરે) ખાતે યોજાયેલી ટોયોટા હાઇવે મોટર્સ દ્વારા 7મી હબ કાર રેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 20 કિલોમીટર લાંબી ટ્રેક પર બનેલી આ રેલીમાં દેશભરના વેટેરન રેસર્સોએ ભાગ લીધો હતો આજુબાજુ…

  • કાસની રાણી સોદાબે

    તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા…