શિરીન

પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું.

‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’

એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું.

‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’

‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ જશે.’

એ સાંભળી ફરી તે ડ્રાઈવરે મકકમતાથી બોલી દીધું. ‘ને શેઠ જાણશે તો વધુ જ ગુસ્સે થઈ જશે, કારણ એવણ તમારી આગળ એવું કામ કરાવવા તો માંગતા જ નહીં હશે.’

ખરે જ ત્યારે શિરીન વોર્ડન પોતાના મનમાં વિચારી રહી કે શેઠને તેણી માટે કેટલું માન તથા દયા હશે તેનો કશો ઝાંખો ખ્યાલ તે ડ્રાઈવરને ગયો હશે જ નહીં કે તેણીએ પણ દુ:ખી જિગરે કહી સંભળાવ્યું. ‘કંઈ નહી અનતુન, કામ કરવામાં કંઈ એબ નથી, ને આવી સુંદર રમકડાં જેવી ગાડી ધોવા કોણને નહીં ગમે.’ અને તે પુરાના નોકરની ઘણી પણ ના મરજી છતાં શિરીન વોર્ડન પોતાના વહાલાની ગાડી ધોવા માંડી ગઈ.

થોડીકવારે કંઈક અવાજ થતાં તેણીએ પાછળ ફરી જોયું તો એક જુવાનિયાઓની ટોળી ઠઠ્ઠા મશ્કેરી કરતી તેણી તરફ આવતી માલમ પડી.

તેમાંની એક છોકરીએ મશ્કેરી કરી જણાવી દીધું. ‘પેલી શિરીન વોર્ડનને એપ્રન સાથ ફિરોઝ ફ્રેઝરની ગાડી ધોતાં જોઈ કે?’

ને એક જવાન મરદે તેણીને ટેકો આપતા કહી સંભળાવ્યું. ‘આઈ વિશ કે મારી આગળ હમણાં તેણીનો સ્નેપ લેવા એક કેમેરા હોતે. વોટ અ સાઈટ.’

તેટલાં એક ત્રીજી ફિરોઝ ફ્રેઝરની સામે મીઠાસથી જોઈ બોલી પડી.

‘ખરેખર ફિરોઝ, કોઈએ કદી ડ્રીમ નહીં કીધું હોશે કે પેલા વિકાજી વોર્ડનની દીકરી કદી તારે ત્યાં નોકરી કરશે.’ ને ચોથીએ તેમાં ઉમેરો કીધો.

‘હવે તો તદ્ન એ લોક ભીખારી થઈ ગયાછ, ને એવી ભીખારડી જેવીને ફિરોઝ, તારે તારા કાસલમાં પણ રાખવી નહીં જોઈતી હતી.’

એ સર્વ વાતચીત સાંભળી શિરીન વોર્ડનનું દીલ દુખાઈ આવ્યું. તેણીના સારા વખતમાં તેઓ સર્વ તેણીના મિત્ર હતા, જ્યારે આજે તેણીનાં પડતીનાં દિવસોમાં તેઓ સર્વ તેણીની મશ્કેરી કરી રહ્યા.

તેઓ સર્વના હાથમાં ટેનિસ રેકેટ હતા અને બનવાજોગ હતું કે તેઓ તે રમત પૂરી કરી કાસલ તરફ જતાં માલમ પડયા.

પણ તે બધાન વચ્ચે ફિરોઝ ફ્રેઝર, ઓપન શર્ટ કોલરમાં પોતાના હાથમાં ટેનિસ રેકેટ સાથે તેણી તરફ આવતો જણાઈ આવ્યો કે શિરીન વોર્ડનનું જિગર ધબકી ઉઠયું.

તે મરર્દાનગીભર્યો ચહેરો વધુ જ રાતો મારી ગયો ને તે હોઠો એક પળ કરડાથી વળ ખાઈ જઈ પુકારી ઉઠયા. ‘શિરીન, કોણે તુંને ગાડી ધોવાનો હુકમ આપ્યો?’

‘તમારા મધરે.’

‘તો મારો હુકમ છે કે અતર ઘડી કાસલમાં વિદાય થઈ જા, ને ફરીથી કદી મારી ઓફિસ યા ગાડીને હાથ લગાડશે નહીં. આજે પીયુન કયાં ગયોછે?’

‘તમારા મધરે આજથી તેને રજા આપી છે, ને તેનું કામ મને સોંપેલુ હોવાથી હું તમારી ગાડી ધોતી હતી.’ એ સાંભળી તે ભૂરી આંખોમા ગુસ્સાનો લાલાસ પ્રગટી નીકળ્યો ને તેને બરાડ મારી પૂછી લીધું. ‘કોણના હુકમથી મંમાએ મારા માણસને રજા આપી? તું હમણાં જા શિરીન, પછીથી હું મંમા આગળ વાત કરશ.’

અને જ્યારે ઝરી જુહાકે શિરીનને પાછી ફરેલી જોઈ કે તેઓનાં ભેજાંનો ચિલ્લો ચઢી જતો માલમ પડયો. ‘કોણના હુકમથી તું પાછી આવી છોકરી?’

‘શેઠે ના કહ્યું તેથી આવી.’

‘પણ મારો તુંને હુકમ હતોને ગાડી સાફ કરવાનો, પછી તને શું જ‚ર હતી શેઠને કહેવાની?’

‘જી મે કહ્યું જ નથી. એવણે મને ગાડી ધોતા જોઈ ને ઘણા છેડઈ પડયા.’

(ક્રમશ)

Similar Posts

  • જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ ઓકટોબરની ૨૯મી તારીખે થયો હોય તો… તમે તમારી તર્કશક્તિ અને બુધ્ધિપૂર્વકની ઘડેલી યોજનાને અમલમાં મૂકવાથી પૈસો મેળવી શકશો. તમારી ભલમનસાઈનો લાભ બીજા ઉઠાવશે. પ્રવાસમાં તકલીફ થશે. પરદેશગમન એટલે કે ફોરેન ટ્રાવેલ થશે. એમાંથી ખૂબ સારો લાભ થશે. જે કાર્ય તમે હાથમાં લેશો એને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના…

  • વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

    4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા. નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને…

  • આપણી પુંજી આપણા સંસ્કાર

    એક  દિવસ દોરાબજી ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. પત્ર સ્વરૂપે. દીકરો રૂસી અને વહુ પેરિનને રૂમમાં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યક્તી દીકરી તેહમી હતી અને રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું…

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

    ‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ…

  • ન્યુ યર સ્પેશિયલ

    ચિકન ટિક્કા મસાલા સામગ્રી: 6 ચિકન થાઈ પીસ બોનલેસ ટિક્કાને મેરીનેડ કરવાની સામગ્રી, 6 ચમચી દહીં, 1 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી લસણ પેસ્ટ, 2 ચમચી આદુ પેસ્ટ, 1 ચમચી જીરૂં પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 4-5 ચમચી લિંબુ રસ, મીઠું સ્વાદ મુજબ. ગ્રેવી બનાવવાની સામગ્રી: 2 ટામેટા, 1 કાંદો, 1 ચમચી આદુ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th March – 02nd April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રીલ સુધી શુક્રની દિનદશા ચાલશે. ગામ-પરગામથી મનને આનદં મળે તેવા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આવક વધવાના ચાન્સ છે. જયાં પણ જશો ત્યાં માન-ઈજ્જત મળવાથી આનંદ મળશે. પોતાની જાત પર જેટલો વિશ્ર્વાસ રાખશો તેટલા તમારા કામ સારી રીતે કરી…