પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

IMG_20160609_124823 copy‘અમર ઈરાન’ પુસ્તક લખનાર પારસી જરથોસ્તી કોમના માનવંત ધર્મગુ‚, અથંગ અભ્યાસી અને જગપ્રસિધ્ધ વિદ્વાન સર જીવનજી જમશેદજી મોદી, નાઈટ જેવણે દેશપરદેશમાં પોતાની બહોળી ઉંડી વિદ્વતાથી પારસી કોમની કિર્તી વધારી.

દેશ અને પરદેશમાં પારસી કોમની કિર્તી વધારનાર આ સાચા જરથોસ્તી યુરોપ અને અમેરિકાના વિદ્વાન સાવાઓના સામાગમમાં આવી પોતાની બહોળી વિદ્વતાનો ઉંડો છાપ બેસાડનાર સાયન્સ, વિદ્યાજ્ઞાન અને પૂરાના કંડિયરોની શોધખોળ પાછળ પોતાની જિંદગી પૂરી કરી નાખનારા અથંગ મુસાફર.

સર જીવનજી, શેઠ જમશેદજી જીવનજી મોદીના એક પૂરા બેટા હતા. તેમનો જન્મ તા. ૨૬મી ઓકટોબર ૧૮૫૪ને દિને થયો હતો. તેવણે કોલાબા મધે આવેલી જીજીભાઈ દાદાભાઈની નિશાળ તથા ત્યારપછી જનબાવા મહોલ્લામાં આવેલી એરવદ ‚સ્તમજી દાદાચાનજીની ખાનગી સ્કુલમાં શ‚આતની કેળવણી લીધી હતી. ૧૮૭૨માં તેવણે મેટ્રિકયુલેશનની પરિક્ષા પસાર કરી, એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાઈ, ૧૮૭૭માં તેવણ બી.એ થયા હતા.

એવણના લગ્ન ૧૧ વરસની વયે શેઠ હોરમસજી નવરોજી સકલાતવાલાના બેટી બાઈ આઈમાય સાથે થયા હતા. ૧૮૭૧માં તેમના પિતાજી મરણ પામવાથી ૧૭ વરસની વયે તેમની જગાએ તેવણ કોલાબાની શેઠ જીજીભાઈ દાદાભાઈવાળી અગિયારીના પંથકી નિમાયા હતા જે ઓધ્ધો લગભગ ૪૦ વરસ ભોગવી તેમણે ૧૯૧૦માં તે છોડયો હતો.

જે સાલમાં તેવણના લગ્ન થયા તે જ સાલમાં તેવણ નાવર પણ થયા હતા. તેવણે મુલ્લાફીરોજ તથા સર જમશેદજી જીજીભાઈ મદ્રેસામાં અવસ્તા, પહેલવી અને ફાર્સીનો અભ્યાસ કીધો હતો.

‘નામ તેનો નાશ’ એ આ જહાનનો હરદમ નજરે પડતો હરેક ગમ વ્યાપિ રહેલો હમેશા ચાલુ રહેલો, કુદરતના મહાન કાયદાઓમાનો એક કાયદો છે. ગમે એવી મહાન ચીજ પણ પોતાની મોટાઈ ૈને મહત્વતા થોડો કે ઘણો વખત બતાવી આખરે કુદરતના મહાન કાયદાને માન આપી નાશ પામે છે. ‘નામ તેનો નાશ’ એ કહેવત પોતાની સચ્ચાઈ સદા પૂરવાર કરતી આવી છે. તવારિખનો એક સાચો સેવક એ અચૂક કહેવતની સચ્ચાઈ તવારિખના પાને પાને રજૂ થતી જોય છે. તે એક પ્રજાને આ નાપાયદાર જહાનમાં જન્મ લેતી, પ્રગતિકરણના કાયદાને માન આપી આ ફાની દુનિયામાં આગેવાન ભાગ મજવતી આખરે મોટાઈ, મરતબા, સત્તા, વિખ્યાતી અને જાહોજલાલીના જશવંતા શિખરે પૂગતી, પણ છેવટે કુદરતના એજ મહાન કાયદાને નમી જઈ તેની સરજતના સિતારાને અસ્ત પામતો જોય છે. એ એસિર્યન જેવી પ્રજાની જાલિમ જુલ્મી જોરેમંદીને કે બળવાન બેબિલોનિયન પ્રજાની ધરતી ધ્રુજાવનારી ધમાધમીને થોડો વખ્ત આ જહાનને જેર કરતી જોઈ આખરે તેમને ફનાઈના ફાસામાં ફસતી જોય છે. રોમન જેવી મહાન પ્રજા કે જેણે એક વખતે પ્રાચીન દુનિયાનો મોટો ભાગ જીતી લીધો હતો જે પ્રજાનું ુત્તમ રાજ બંધારણ આજની સુધરેલી દુનિયાની શાબાશી મેળવે છે. જે પ્રજાની શમશેરના સપાટાએ સેંકડો શત્રુઓનાં સરોને એક સપાટે સાફી કીધાં હતાં, જેના શૂરવીર શેરનરોએ પોતાના શૂરાતનથી સારી જેહાનનાં જંગી જોધ્ધાઓને જેર કીધા હતા તેજ રોમન પ્રજાને તે આજે આ ધરતીપરથી નાબૂદ થયેલી જોય છે. તે તુરાની પ્રજાના તુફાની ટોળાને હન પ્રજાના હથિયાર બંધ હાથોને કે ગોથ અને વન્ડલ લોકોના દહેશતનાક દસ્તોને આ દુનિયામાં દોર મચાવી દયા અને દાનના આ દયાહિણ દુશ્મનોને થોડો વાર ફાવી જતા પણ આ સૃષ્ટિના આ સામન્ય નિયમને આખરે શરણ થતા જોય છે. ભલે સિકંદર જેવો શૂરવીર શેરનર પોતાના શૂરાતનથી આ સૃષ્ટિને સર કરવા માંગે, ભલે હેનિબલ જેવો યાદગાર યોધ્ધો પોતાની હિંમતથી હામથી આપણને હેરત કરે ભલે સીઝર જેવો જહાંજોય જોધ્ધો આ જહાનને જેર કરે કે નેપોલિયન જેવો નામીચો નરશેર પોતાના જગપ્રસિધ્ધ જંગોથી પોતાને જગ આશ્કાર કરે પણ આખરે તેજ નામદારો જગતના આ જગપ્રસિધ્ધ કાયદાને કદમબોશી કરી માટીમાં મળી ગયા છે. (અમર ઈરાનમાંથી)

Similar Posts

  • દિના વાડિયાની આ દુનિયામાંથી વિદાય

    દિના વાડિયા ઉદ્યોગપતિ નસલી વાડિયાની માતા અને નેવિલ વાડિયાની પત્ની ગુરુવાર, 10 મી નવેમ્બર, 2017 ના રોજ લંડનમાં મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના એક્સપ્રેસ ટ્રિબ્યુન ન્યૂઝના અહેવાલ મુજબ મોહમ્મદ અલી જિન્નાહ અને રત્તીના એકમાત્ર સંતાન દિના 98 વર્ષના હતા. પ્રખ્યાત કારોબારી ઉદ્યોગપતિ, નેવિલ વાડિયા સાથેના લગ્ન પછી, તે યુનાઈટેડ કિંગડમ જતા પહેલા ભારતમાં રહેતા હતા.

  • અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

    શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે. ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી…

  • જમીન, પાણી હવા અને આતશ તરફની આપણા પારસીપણા તરીકેની ફરજ

    આપણી આજુબાજુની પેદાયશોમાં આપણા માણસ ભાઈબંધ અને પ્રાણીઓ પછી, જમીન પાણી હવા અને આતશ, આપણું ખાસ ધ્યાન ખેંચે છે. માણસ અને પ્રાણી એ બેઉના ઉપયોગ માટે અહુરમઝદની એ નેયામતો અગત્યની છે. અને તેઓ તરફ આપણે કેટલીક ફરજથી બંધાયેલા છીએ. ફરજ એટલે અહુરમઝદની નેયામતો સ્વચ્છ અને સાફ રહે અને તે પૂરતા જથ્થામાં સર્વ જાનદાર પેદાયશને મળે,…

  • સ્વભાવ, આદર અને સંવાદ

    આપણી કસ્તી વિધિ એ શુદ્ધિકરણની વિધિ છે. જેમ આપણે આપણા બાહ્ય શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરીએ છીએ, તેમ કસ્તી વિધિ આપણા અપાર્થિવ શરીરને શુદ્ધ કરે છે. કસ્તી વિધિ કર્યા પછી, આપણે સૌપ્રથમ પ્રાર્થના કરીએ છીએ તે છે દાદર અહુરા મઝદાના 101 નામ – જેના દ્વારા આપણે આપણી જાતને ઉચ્ચ ચેતના સાથે જોડીએ છીએ, જેમ…

  • અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

    કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા…

  • ગાયને ખાનસામાને હવાલે કીધી!

    જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું…