ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

IMG_20160607_115324 copyડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ. ૧૮૭૬માં લખ્યો હતો તે નાટક તો સ્ટુડન્ટસ એમેચ્યુયર કલબે ઈ.સ. ૧૮૫૮ના સાલમાં એટલે મરહુમ રાંડેલિયાએ શેક્સિપિયર નાટક મંડળી માટે પોતે લખ્યો તેની બરોબર ૧૮ વરસ અગાઉ, તેઓએ તે સ્ટેજ કીધો હતો. એ બાબદ કદાચ મરહુમની જાણમાં આવ્યાથી, પોતાનો રોમીયો જુલીયેટ ડેલટાના તખલ્લુસ હેઠળ છપાવી પોતાનું નામ જાહેર થતું અટકાવ્યું હોય એ બનવા જોગ લાગે છે! પરંતુ એક બીના આ ચકચાર દરમિયાન જે છૂપી રહી ગઈ છે તે એ છે કે ઈ.સ. ૧૮૫૮ના સાલમાં લખાયલો રોમીયો જુલીયેટનો નાટક લખનાર ધણી કોણ હતો તેનું નામ આજ સુધી જાહેર થયું નથી. આ નાટક સ્ટુડન્ટસ એમેચ્યુયર કલબે સ્ટેજ કીધો હતો અને તેની તારીફ તે વખતના જાહેર છાપા ‘પારસી મિત્રે’ જાબજા કીધી હતી. તે ઉપરથી એ લેખકનું નામ જાણવાની જીજ્ઞાસા ઉત્પન્ન થવા પામ્યા છતાં તેનું નામ આજસુધી છુપું જ રહ્યું છે.

પણ શેક્સિપિયરનો રોમીયો જુલીયેટનો નાટક તે વખતે ખાસ વખણાયો હતો તેનું એક મુખ્ય કારણ તે ખેલના ખેલાડીઓ પેલા જાણીતા ડિરેકટર હીરજી ખંબાતાના શિક્ષણમાંથી પસાર થયા હતા. સઘળા ખેલાડીઓમાં મુખ્ય ધ્યાન ખેંચનારો એકટર તે રોમિયોનો પાર્ટ કરનાર જવાન હોમી આંટિયા હતા. આ ખેલાડી પોતાની ઉંચા પ્રકારની અંગ્રેજી ભાષાની કેળવણીને પ્રતાપે શેક્સિપિયરના રોમિયોને એવી રીતે સ્ટેજ પર તે રજૂ કરતો હતો કે તેથી તમાશબીન આલમ તેના હાવભાવમાં અને બોલવાની ઢબછબથી ગોયા ચક્તિ થઈ ગઈ હતી આવા ઉચી કેળવણી પામેલા ખેલાડીઓના ભેગા બળથી ઉભી થયેલી શેક્સિપિયર કલબ એ નાટક બે ત્રણ વખત કરી સદાની શાંતિમાં જઈ પડી હતી.

ખાનબહાદુર હોરમસજી જમશેદજી આંટિયા ઉંચા પ્રકારની નાટકી શક્તિવાળો એકટર ડેપ્યુટી પોલિટીકલ એજન્ટ કાઠીયાવાડ ફર્લ્ટ કલાસ મેજીસ્ટ્રેટ અને સ્મોલકોઝ કોર્ટના જજ રાજકોટ પોલિટીકલ એજન્ટ. ઝાલાવાડ પ્રાંત-દીવાન, છોટા ઉદેપુર સ્ટેટ-વાઈસ પ્રેસિડન્ટ બેન્ડોરા-મ્યુનીસીપાલીટી.

ખાનબહાદુર હોરમસજી આંટીયા એક એમેચ્યુઅર ખેલાડી તરીકે મુંબઈના શંકરશેઠની નાટકશાળા ધ્રુજાવી સરકારી તેમજ રાજ રજવાડાની સેવા લાંબા મુદત સુધી બજાવી અનેક માનપાન અને ચાંદ મેળવી રીટાયર્ડ લાઈફ ભોગવી રહ્યા હતા. એક વધુ વધારો મરહુમ હીરજીભાઈ ખંબતાએ એ કલબમાં ડિરેકટર બનીને હોરમસજીને ખીલી નીકળવા માટે પોતાનું એકટીંગ બતાવ્યાથી થયો હતો.

(વધુ આવતા અંકે)


પારસી નાટક તખ્તાની તવારિખ

Similar Posts

  • ભાગ્યનું તીર

    આપણે અજાણતાં કર્મના બીજ ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે અનુકૂળ સમય આવે છે ત્યારે આ અંકુર ફૂટતા હોય છે અને પોતાનું ફળ આપે છે. કર્મ બ્રહ્માંડના સંતુલનનો એક ભાગ છે, દરેક પ્રતિક્રિયાને તેની ગતિ દ્વારા આગળ આવવા દે છે. કર્મ કેવી રીતે કાર્ય કરે છે? તમે જેવા કર્મ કરો છો તેનું વળતર તમને મળે છે….

  • સ્ત્રીનું જીવન: સ્ત્રીઓ વાંચવાનું ચુકતા નહિં

    એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની…

  • મનની અપાર શક્તિ

    લુઇસ એક અમેરિકન મહિલા હતા. તેના પાછલા જીવનમાં તેમને 15 વર્ષની ઉંમરમાં ખૂબ જ શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું હતું. આ કારણે દુનિયા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ એટલો નકારાત્મક હતો કે આખી દુનિયા ખરાબ છે. બધા માણસો ગંદા છે અને દુનિયા જીવવાને લાયક નથી. ખ્રિસ્તી ધર્મ અનુસાર તેઓ નન બને છે અને તેમના ધર્મના આધ્યાત્મિક પુસ્તકો…

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    આ બાદશાહનો જન્મ દિવસ શાહજાદા ફિરોઝ શાહના ગુમ થવાની ગમગીનીથી શાંત થઈ ગયો હતો. આખી દરબાર દિલગીર ચહેરે દેખાતી હતી. બાદશાહની આંખો ભીની હતી. તેમની દીલગીરીનો પાર ન હતો. તેમનો એકનો એક દીકરો, ગાદીવારસ શાહજાદો આમ એકાએક ગુમ થવાથી પાદશાહને મનમાં બહુજ દુ:ખ થતું હતું. કરામતી ઘોડો અને તેની ઉપરનો સવાર થનાર રાજકુમાર બન્ને આકાશમાં…

  • આમળા

    આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આમળામાં વિટામિન-સી…

  • |

    નવરોઝ મુબારક!

    આપણે 2020ના નવરોઝ સપ્તાહને આવકારીએ છીએ, આપણેે પારસીઓ હજુ પણ ચોક્કસપણે ભારતના સૌથી રંગીન અને સૌથી ઝડપી તરીકે રેટ કરીએ છીએ. ઘટતો સમુદાય; આપણો સાંસ્કૃતિક વારસો, વંશીયતા, ગતિશીલતા – આ બધું જ ઝડપથી નિકટવર્તી જોખમમાં છે, આપણી સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તે દિવસોમાં જ્યારે નવરોઝની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે ઈરાનીઓ એકરૂપ…