પારસીઓના નામો કઈ રીતે પડયા?

અંધ્યા‚ અને બહેદીન નામોમાં ફરક

 

ઈતિહાસને તપાસતા નજરે પડે છે કે ઘણે ભાગે અંધ્યા‚ં નામ ઈરાની હોય છે, જ્યારે બહેદીનોના નામો હિંદુ સાહી હોય છે. આ સિધ્ધાંત કાંઈ બધાને જ એક સરખી રીતે લાગુ પડતો નથી; તેના ઘણા અપવાદો છે. પણ તવારીખ એ વાતની સાબિતી પૂરી પાડે છે. અંધ્યા‚ લેખેની ૨૮ પેઢીની વંશાવળી કહુ: સોરાબજી, મંચેરજી, બરજોરજી, નવરોજી, ખુરશેદજી, ટેહમુરજી, હોમજી, ફરેદુન, રાણા,* હોમા, માહીયાર, ચાચા,* વાછા, * આશા, હોમ, બેહેમનયાર, ખોરશેદ, ખુજસ્તા, મોબેદ, નૈર્યોસંગ, ધવલ, શાપુરજી, શહેરીયાર ઉપલી ૨૮ પેઢીમાં ફુલકી વાળા માત્ર ૩ નામ સિવાય બધા નામો ઈરાની છે.

હવે સર જમશેદજી જીજીભાઈની વંશાવળી જોઈએ:

જમશેદજી, * જીજીભાઈ ચાનજી, વાછાજી, રામજી, લક્ષ્મણજી, નરસંગજી, બામાજી, માહીયારજી, * રતનજી, જેસાજી અને માયાજી. ઉપલી ૧૨ પેઢીની વંશાવળીમાં માત્ર ફુલકીવાળા ૨ નામ ઈરાની છે અને બધા બાકીના નામો હિંદુ છે. કારણ કે સર જમશેદજીનું ખાનદાન બહેદીન છે.

હિંદુ નામોનું પારસીઓમાં અતે‚

ઉપલા દાખલા ઉપરથી વાંચનારા જોશે કે હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓના મહાત્માઓ રામ, લક્ષ્મણ, નરસિંહ વગેરેના પારસીઓએ હિંદુઓ સાથે વસીને નામો રાખ્યા હતા. ગુજરાતમાં વસીને ગુજરાતી હિંદુઓના નામો રતનજી, ચાનજીભાઈ વગેરે રાખ્યા છે. દક્ષિણ દેશના દક્ષિણી મરાઠાઓના નામો જેસાજી, માયાજી, બામાજી વગેરે નામો પણ રાખ્યા છે. એ ઉપરથી ઘણી આગળી તવારીખોની બાબતમાં નામને લીધે જ જેમ પારસીઓ ગોથાં ખાઈ પારસી

Similar Posts

  • બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે

    ‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’ કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી….

  • શિરીન

    તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો. એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું…

  • સોદાગરે તેની ઓરતને માર માર્યો!

    આવો નજીવો ભેદ તે જ્યારે મને નથી કહેતો અને આવા બહાના કાઢે છે. ત્યારે મારૂ જીવવું નકામુ છે. કાં તો મારે એ ભેદ જાણવો, નહીં તો મારો જીવ કાઢી આપવો. આવી તેણીની હઠીલાઈ જોઈ પેલો સોદાગર તેણીને રાજી રાખવાને પોતાના જીવને જોખમે તે ભેદ કહેવા તૈયાર થયો. ખરેખર તે સોદાગર કોઈ દિવાનો આદમી હતો તેથી…

  • શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

    નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન…

  • ગાહો વિશે

    ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના…

  • હસો મારી સાથે

    લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે? પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે. *** ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું. *** દિકરો…