બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે

‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’

કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી. શુભકાર્યાનો યશ આપણી સાથે રહેશે. જ્યારે જવાની જોબન અને ખુબસુરતી નાશ થવાને માટે સર્જાયેલી છે. માટે સુરત કરતાં કીરત શ્રેષ્ઠ ગણાઈ છે. સ્ત્રીઓએ એ યાદ રાખવું ઘટે કે ખુબસુરતી ગોરી ચામડી કે સોના ચાંદીના ઘરેણા નથી. ઈન્સાનની ખુબીએ તેની ખુબસુરતી ગણાય. સાચી ખુબસુરતી તો તે છે જેની મનશ્ની, ગવશ્ની અને કુનશ્ની નેક, અંત:કરણ પાક, જે ઉમદા મનનું અને ઉંચી નીતિનું હોય. ‘હેન્ડસમ ઈઝ ધેટ, હેન્ડસમ ડસ’ બાનુએ આ ખરી ખુબસુરતી મેળવવી હોય તો તેઓએ ‘આરમઈતી’ના ઉમદા મોતી એકત્ર કરી, અશોઈની અણીએ વીંધી ભલામણનાં દોરામાં પોઈને, તાબેદારીની ગરદન ઉપર પહેરવા. આરમઈતીના હીરાના હારો અમૂલ્ય છે. એવા કીમતી આભુષણો પોતે પહેરવાના અને પોતાની વહુ દીકરાઓને શણગારવાના ખુદા પાસે મુરાદ માંગવી.

Similar Posts

  • નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

    2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00…

  • દશેરો: દ્રુષ્ટતા પર વિજયનો તહેવાર

    નવરાત્રી એટલે નવરાત અને દસમો દિવસે એટલે દશેરો. દશેરાને દશાહરા તથા દશેન (નેપાળમાં), દુગાષ્ટમી (ઈસ્ટ ઈન્ડિયામાં), નવરાત્રી (વેર્સ્ટન ઈન્ડિયા) વિજયા દશમી (દસમા દિવસે મળેલો વિજય) અશ્ર્વિન મહિનામાં હિન્દુઓ દ્વારા ઉજવાતો મોટો તહેવાર છે અને ભારતના જે દેશોમાં હિંદુઓ રહે છે ત્યાં અલગ અલગ રીતોથી દશેરો ઉજવવામાં આવે છે. દશેરા શબ્દનો મતલબ છે ‘દશ’ એટલે દસ…

  • પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

    આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚…

  • તેશ્તર તીર યઝદ (યશ્ત સીરીઝ)

    દાદર અહુરા મઝદાએ બનાવેલા તમામ ક્ષેત્રમાં, તેમણે રખેવાળની નિમણૂક કરી છે. તેશ્તર તીર યઝદ આવા જ એક શાસક છે. તેશ્તર તીર યઝદ ગ્રહ (ગ્રહો) અને સિતારા (તારાઓ) પર રાજ કરે છે. સત્વેશ યઝદ, બહમન અમેશાસ્પંદ, અર્દવીસુર યઝદ, વાદ યઝદ, હોમ યઝદ, દિન યઝદ, બેરેજો યઝદ અને અશો ફરોહર આ બધા જ તેસ્તર તીર યઝદના આજ્ઞા…

  • જીંદગીને ચાહું છું હું!

    સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 May – 12 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. ગરમ મગજને ધીરે ધીરે શાંતિ મળતી જશે. તમારા અટકેલા કામ પુરા કરવા માટે જે પણ મહેનત કરવી પડે તે શરૂ કરી દેજો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. આજથી દરરોજ 34મુ નામ ‘યા…