જવ કેટલા ઉપયોગી છે?

જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી વ્યક્તિ માટે વધુ સારા! જવ મેદહર હોવાથી જાડી વ્યક્તિ માટે પણ લાભપ્રદ રહે છે! મધુપ્રમેહ ડાયાબિટીસમાં જવ ગુણકારી ગણાય. ચામડીના સઘળા રોગોમાં જવ લાભ પહોંચાડે છે. જવ મૂત્રલ હોવાથી મૂત્રજનન માર્ગ વિષયક રોગો તેમજ શરીર પરના પાણીના સોજામાં ખૂબ ઉપયોગી સિધ્ધ થાય છે. કફ અને પિત્તની ફરિયાદોમાં અકસીર ઔષધ જેવા જવના રોજિંદા આહારમાં પ્રયોગ-ઉપયોગ તરફ આપણે કેમ ધ્યાન નથી આપતાં?

Similar Posts

  • તમારી કાળજી લો!!

    રિપોર્ટ ડોક્ટરના હાથમાં હતો, નિદાન થયું નોન આલ્કોહોલીક સીરોસીસ.. હું વ્યસનથી હજારો હાથ દૂર હતો. લીવરને નુકસાન થયું હતું.. માત્ર 3 મહિનાનો સમયગાળો હતો મારી પાસે પુત્ર અને પુત્રી તેમના લીવરનું દાન કરવા તૈયાર હતા. પણ મારી દીકરી અને મારું બ્લડ ગ્રુપ મેળ ખાતું નહોતું. એક વિકલ્પ સમાપ્ત થયો. છોકરાનું લિવર 35 જોઈતું હતું તે…

  • આદર: આપણા પવિત્ર આતશનું સ્મરણ

    આદરનો પવિત્ર મહિનો ઊર્જાનો સ્ત્રોત અને અંધકાર દૂર કરનાર આતશું સ્મરણ કરે છે. સર્વોચ્ચ દિવ્યતા અથવા સર્વ સૃષ્ટિનો સ્ત્રોત માનવ આંખ માટે અદ્રશ્ય છે અને સામાન્ય માનવ મન માટે અકલ્પ્ય છે. જો કે, આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને મન દિવ્યતાની કલ્પના અથવા અનુભવ કરી શકે છે; કારણ કે આતશનું કોઈ શરીર…

  • PZSM Inaugurates Zappy Zoroastrians

    To further their long-standing community services in Pune, the PZSM (Poona Zarthosti Seva Mandal) inaugurated yet another much appreciated and needed activity, on 7th September, 2019 – special weekly classes for tots titled ‘Zappy Zoroastrians’, for Zoroastrian children in and around Pune. The fortnightly classes will be held on the 2nd and 4th Saturdays of…

  • ખજૂરની ઘારી

    સામગ્રી: ૫૦૦ ગ્રામ ખજૂર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, અખરોટનો ભૂકો ૧ ટેબલ સ્પૂન, ચારોળી, ૧ ટેબલ સ્પૂન મેંદો, ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ ઘી, રોઝ એસેસન્સ, દૂધ. રીત: સૌ પ્રથમ ખજૂરનાં ઠળિયાં કાઢી, બારીક કટકા કરવા એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ખજૂરના કટકા નાંખવા. લોચો થઈ…

  • ફરવર્દીનના પરબનું અવલોકન

    ફરવર્દીન – શુભ પ્રથમ મહિનો: ફરવર્દીન એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને ફરવર્દીન મહિનાના પહેલા અઠવાડિયામાં, ઘણા મહત્વપૂર્ણ દિવસો છે: * માહ ફરવર્દીન, રોજ હોરમઝદ (નવું વર્ષ) * માહ ફરવર્દીન, રોજ અર્દીબહેસ્ત (રપીથ્વનને પવિત્ર કરવાનો દિવસ) * માહ ફરવર્દીન, રોજ ખોરદાદ (ખોરદાદસાલ અને પરંપરાગત રીતે અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ) * માહ ફરવર્દીન, રોજ અમરદાદ (ફ્રવશીઓના…

  • પેશાવરનું ઝોરાસ્ટ્રિયન કબ્રસ્તાન અતિક્રમણની ધમકી હેઠળ

    પાકિસ્તાનના પેશાવર કેન્ટોનમેન્ટમાં સ્થિત 100 થી વધુ વર્ષ જૂનું, ઐતિહાસિક પારસી કબ્રસ્તાન અતિક્રમણનું ભોગ બન્યું છે. તે ડ્રગ વ્યસનીઓનું એક આશ્રયસ્થાન અને સ્થાનિક રહેવાસીઓ માટે એક જંકયાર્ડ બની ગયું છે. આવા જ એક રહેવાસીએ દાવો કર્યો હતો કે કેટલાક બંદૂકધારી વ્યક્તિઓ, મોડી રાત્રે કબ્રસ્તાન તરફ ગયા હતા અને તેની સીમાની દિવાલો પાડી નાખી હતી. મૃતકની…