ખજૂરની ઘારી

સામગ્રી: ૫૦૦ ગ્રામ ખજૂર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, અખરોટનો ભૂકો ૧ ટેબલ સ્પૂન, ચારોળી, ૧ ટેબલ સ્પૂન મેંદો, ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ ઘી, રોઝ એસેસન્સ, દૂધ.

રીત: સૌ પ્રથમ ખજૂરનાં ઠળિયાં કાઢી, બારીક કટકા કરવા એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ખજૂરના કટકા નાંખવા. લોચો થઈ જાય એટલે ખાંડ નાખવી તેમાં થોડું દૂધ છાંટવુ. ઘટ્ટ થાય એટલે તેમા માવો, નાળિયેરનું ખમણ, અખરોટ-ચારોળીનો ભૂકો નાખવો, ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી. રોઝનો એસેન્સ નાંખવો.

મેંદાના લોટમાં ઘઉંનો લોટ અને ઘીનું મોણ નાખી, દૂધથી કઠણ કણક બાંધવી. એકાદ કલાક ઢાંકીને રહેવા દેવી પછી ખાંડી થોડું ઘી લઈ સુંવાળી બનાવવી. પછી તેની પૂરી વણી તૈયાર કરેલું પૂરણ ભૂરી. મોં બંધ કરી, દાબીને ઘીમાં તળી લેવી. બધી ઘારી થઈ જાય અને ઠંડી પડે પછીથી ઘીમાં બોળવી. ઉપર થોડીક પિસ્તાની કતરી અને ગુલાબની પાંદડીથી સજાવટ કરવી

ઘીમાં બોળવાની રીત: ધીમેથી ઘાર નાખી દાઝવું નહીં.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17April – 23rd April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને સુર્યની દિનદશા 4થી મે સુધી ચાલશે. સરકારી કામમાંં મુશ્કેલી ઉભી કરાવીને રહેશે. સમજ્યા વગર કોઈ પણ કામ કરતા નહી. આંખમાં બળતરા તથા માથાના દુ:ખાવાથી પરેશાન થશો. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં બેદરકારી કરશો નહીં. ઘરના લોકો તમારાથી નારાજ થશે ઘરમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 October – 15 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તમે જે ધારશો તેના કરતા કામ ઉલટા થશે. શનિને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો તેવા ગ્રહ છે. તમારા પોતાના જ પૈસા મેળવવા બીજા પાસે હાથ લાંબો કરવો પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને કોઈ સાથ…

  • બેપ્સી નરીમાનનું નિધન

    સિનિયર એડવોકેટ – ફલી એસ. નરીમાનના પત્ની અને સુપ્રીમ કોર્ટના જજ – જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનના માતા, ખૂબ જ પ્રિય અને આદરણીય બેપ્સી નરીમાન, 9 જૂન, 2020 ના રોજ, નવી દિલ્હીમાં 89 વર્ષની વયે અવસાન પામ્યા. રાંધણકળામાં જીનિયસ, એક સફળ લેખક અને સ્વતંત્ર સ્ત્રી, બેપ્સી કુટુંબ અને મિત્રોને ખૂબ વહાલ અને પ્રેમ કરતા હતા તે…

  • મેષ: અ.લ.ઈ.

    ૨૦ મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બુધ્ધિબળ વાપરી અઘરા કામને સહેલા બનાવી દેશો. કરેલા કામમાં સંતોષ મળશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૭, ૨૮, ૧ ને ૨ છે. વૃષભ: બ.વ.ઉ. તમારી…

  • કેરસી દેબુ રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત

    નવસારીના નિવાસી, કેરસી કૈખુશરૂ દેબુને ભારતમાં લઘુમતીના રાષ્ટ્રીય આયોગના નવા સભ્ય તરીકે ઝોરાસ્ટ્રિયન પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ રાષ્ટ્રની પારસી/ઈરાની વસ્તીના રાજદૂત હશે. વ્યવસાયે એડવોકેટ, કેરસી કૈખુશરૂ દેબુ એક ઈતિહાસકાર પણ છે અને બહુવિધ સમુદાય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ઘણા વર્ષોથી સમુદાયની બાબતોમાં સક્રિય છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ 16 નવેમ્બર, 2021 ના…

  • થોડું ચલાવી લેતા પણ શીખો!!

    હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ…