નાટક ઉત્તેજકના મૂળ માલેકો

મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, મરહુમ કાવસજી ન. કોહીદા‚ અને મરહુમ હોરમસજી ધ. મોદી એ ત્રણ સાહેબોએ, એક નવી નાટક ટોળી ઉંચા ધોરણ ઉપર ઉભી કરવાની પોતપોતામાં મસલત ચલાવી હતી. એ બનાવ લગભગ ઈ.સ. ૧૮૭૪-૧૮૭૫ના સાલથી શ‚ થયો હતો. એ વરસોમાં ગ્રાન્ટ રોડ ઉપર હિન્દુસ્થાની ભાષામાં નાટકો થવા લાગ્યા હતા. એટલે નાટક તખ્તા ઉપર શુધ્ધ ગુજરાતી ભાષામાં નાટકો થાય તે તો એક નવાઈ જેવું જ લાગ્યું! કુંવરજી નાઝરે ગુજરાતનો છેલ્લો રાજા ‘કરણ ઘેલો’વાળો નાટક સ્ટેજ કરાવ્યો હતો પણ તે વખતે તે કેવળ નિષ્ફળ ગયો હતો.

પાછા આ ત્રણ સાહેબો કેખશ‚ની મદદ માંગવા દોડયા હતા! એ ત્રણે સાહેબોનો આ એક મુદ્રાલેખ હતો કે ‘કેખશ‚ વગર કોઈ નાટક ફત્તેહમંદ થઈ શકે જ નહીં.’ કેખશ‚ને નાટક લખવાનું અને સારા પાયા ઉપર નાટકો કરાવવાનું જનમથી ચેટક લાગેલું હોવું જોઈએ! કેમ કે બચપણથી જ મરહુમે એ હુન્નરને ખીલવવાની નેમથી જુદી જુદી કલબવાળાઓને પોતાની મદદ આપવી શ‚ કરી હતી અને તે પ્રમાણે આ ત્રણ સાહેબોની નવી યોજનાને સાંભળી લઈ પોતાથી બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને બનતી દરેક મદદ આપવા કબુલી હતી. આગલા સાલમાં જેમ વિકટોરિયા કલબને ઉભી કરી તેને માટે એક ધરખમ કમિટી ગોઠવી હતી, તેમ આ નવી કલબને માટે પણ તેવણે એક તેવીજ ધરખમ કમિટી ગોઠવી અને કાબરાજીએ જેમ પોતાની માનીતી ગાયન ઉત્તેજક મંડળીને ઉભી કરી તેનું નામ આપ્યું હતું, તેમ આ નવી નાટક કલબનું નામ પણ તેવણે નાટક ઉત્તેજક મંડળી આપી તેનું કામ શ‚ કીધું હતું.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • સ્માઇલ પ્લીઝ

    મિત્રો, દરેક જણ બાળકોને પ્રેમ કરે છે કારણ કે તેઓ હંમેશા હસતા હોય છે. હસતી વ્યક્તિને જોયા પછી, આપણે તાજગી અનુભવીએ છીએ. ફોટો લેતી વખતે, ફોટોગ્રાફર આપણને એક સૂચના આપે છે, તે છે થોડું સ્માઈલ કરો જેથી તમારો ફોટો સારો આવે. તમારી થોડીક સેક્ધડની સ્માઈલથી તમારો ફોટો સારો બનાવે છે અને જ્યારે પણ તમે તમારા…

  • ખોજેસ્તે મીસ્ત્રીએ ઝેડટીએફઈ ખાતે યુવાનો સામે ધાર્મિક બાબતની પ્રકાશિત બાજુઓ રજૂ કરી

    આપણા સમુદાયના સૌથી આદરણીય ધાર્મિક વિદ્વાનોમાંના એક, જરથોસ્તી ધર્મ અને સંસ્કૃતિના જાણકાર આદરણીય, ખોજેસ્તે મિસ્ત્રીએ તાજેતરમાં જ ઝેડટીએફઈ (ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ યુરોપ) લંડનમાં ટીનેજરો અને પુખ્ત વયના લોકો સાથે ચાર કલાકની બેઠક ગોઠવી હતી. બાળકોને આપણી આસ્થાની પ્રકાશિત બાજુઓ રજૂ કરવા માતાપિતાઓએ વિનંતી કરી હતી. સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યોના વલણવાદી સિધ્ધાંતોથી…

  • હસો મારી સાથે

    કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો.. આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી.. *** પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે? પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે … તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ…

  • ગણપતિ બાપ્પા મોર્યા!!!

    ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી. આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ…

  • ખોરશેદ યશ્ત – 1

    ‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની…

  • અંજુમન આતશ બહેરામે 120મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી

    મુંબઈની અંજુમન આતશ બહેરામની 120મી શુભ સાલગ્રેહ 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત મહિનો અને અર્દીબહેસ્ત રોજને દિને ઉજવવામાં આવી હતી. સવારે અને સાંજે એમ બે વખત જશનની પવિત્ર ક્રિયા દસ્તુરજી સાહેબ ડો. (એફઆરસીએસ) જામાસ્પ જામાસપાસા અને એમની ટીમના મોબેદો દ્વારા કરવામાં આવી. ટ્રસ્ટીઓ એરવદ ફિરોઝ કાત્રક, એરવદ બરજોરજી આંટીયા, એરવદ નોશીર કાત્રક અને એરવદ નોશીર…