ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ શા માટે?

આપણે સામાન્ય રીતે રોજ બરોજના જીવનમાં ભેંસનું દૂધ વાપરતાં હોઈએ છીએ. ગાયનું દૂધ આપણને સ્વાદમાં ભેંસના દૂધ જેટલું સા‚ં લાગતું નથી. પરંતુ મુખ્તત્વે ૩ બાબતો જાણી લેવી બહુ જ આવશ્યક છે. એક તો ગાય ભેંસ વગેરે પ્રાણીઓ જે ચારો ચરતાં હોય છે, તે ચારામાં ડીડીટીનો છંટકાવ થતો હોય છે. એવો ચારો ચરવાને લીધે દૂધમાં પણ ડીડીટીના તત્વો વિદ્યમાન રહે છે. ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં ત્રણ ગણા વધારે આવાં દુષ્તત્વો જોવા મળે છે, વળી ગાયના દૂધ જેટલું પીળું ભેંસનું દૂધ નથી હોતું! દૂધમાં જે પીળાશ આવે છે તે દૂધમાં રહેલ ક‚ટિન તત્વને આભારી હોય છે. ગાયના દૂધમાં ક‚ટિન સારા એવા પ્રમાણમાં જોવા મળે છે, જે ભેંસના દૂધમાં નહિવત હોય છે. શરીરમાં ક‚ટિનની ઊણપથી કેન્સર જેવા મહાવ્યાધિની આશંકા રહે છે. ક‚ટિન શરીરમાં પ્રવેશી વિટામીન ‘એ’નું નિર્માણ કરે છે કે જે ત્વચા અને નેત્રો માટે ઘણું સ્વાસ્થયપ્રદ છે. તો ભેંસના દૂધ કરતા ગાયના દૂધની મહત્તા સમજીને ગાયના દૂધ પ્રત્યે આપણે અણગમો ન જ રાખવો જોઈએ.

Similar Posts

  • નવરોઝ મુબારક

    નવરોઝના સપેરમાં દિવસે બામદાદમાં ગુસ્તાન પોતાની બાલ્કનીમાં ઉભો રહીને પાક દાદાર અહુરમઝદના શુક્રાના કરતો હતો. એટલામાં જરૂ એક ટ્રેમાં બે કપ ચાહ લઈને આવે છે અને બન્ને જણ એકબીજાને ભેટીને નવરોઝ મુબારક કરેચ. ગુસ્તાદ જરૂને પૂછે છે કે સોલી અને શિરીન ઉઠયા કે? એ લોકોને અને બચ્ચાંઓને આપણને તૈયાર થઈને વહેલુ આતશ બહેરામ પગે લાગવા…

  • જો તમારો જન્મ જુલાઈની ૦૨જી તારીખે થયો હોય તો…

    તમારે ધનને માટે કોઈ મોટો અનુભવ મેળવવો પડશે. ધન મેળવવા જતાં કોઈ અચાનક ફેરફાર આવી જશે તેમ જ ધનનું નુકસાન પણ અચાનક થશે. તમારા નામે જમા કરેલું ધન કયારે ઉડી જશે એની કલ્પના પણ તમે નહીં કરી હોય. તમે એકસપોર્ટ-ઈમ્પોર્ટનો કે લાઈસન્સનો ધંધો કરશો તો જ આગળ વધી શકશો. એજન્સીનો ધંધો પણ અનુકૂળ રહેશે. તમને…

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

    ‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ…

  • આમળા

    આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આમળામાં વિટામિન-સી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 October – 21 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી 27મી ઓકટોબર સુધી તમારે તમારી તબિયતની ખાસ કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેશો તો મોટી માંદગીના ચક્કરમાં આવી જશો. નાણાકીય બાબતની અંદર ખુબ ખેંચતાણ રહેશે. દવા-ડોકટર પાછળ ખર્ચ ખુબ વધી જશે. હાલમાં દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી…