મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા મેળવવા માટે સ્માર્ટ યુવા મહિલા તરીકે જીવી શકે તે રીતે તેમનો ઘાટ ઘડી દુનિયામાં મોકલ્યા હતા.

સો વરસની ઉંમરે પણ તેઓ ખૂબ સચેત છે અને મહાન સ્મૃતિઓ ધરાવે છે. તેમને તેમની સ્કુલ સાથે જોડાયેલા જૂના લોકો અને છોકરીઓને મળવાનું ઘણું જ ગમે છે.

તેઓ જેબી પીટીટ સ્કુલમાં ભણ્યા હતા અને તેમણે તેમની વહાલી યાદોની વહેંચણી કરી હતી કે તેમના પ્રિન્સીપાલ જે સરોજીની નાયડુના બહેન હતા.

મીસ બામજી અને મીસ પાલ જેમણે સર જે.જે. સ્કુલ (બોયઝ અને ગર્લ્સ) એલ્યુમની અશોશિએશનને મહત્વનો ફાળો આપ્યો હતો જયાં આ લખનાર આજે પ્રેસિડન્ટ છે. આ સંગઠન મીસ બામજીના હૃદયને ખૂબ પ્રિય છે. તે અમારા મિત્ર, આશ્રયદાતા અને માર્ગદર્શિકા છે. ભગવાન તેમને આશિર્વાદની સાથે સારૂં સ્વાસ્થય આપે!

મીસ બામજીને જન્મદિનની શુભ કામનાઓ!

Similar Posts

  • |

    ઈરાનનું અર્દકાન શહેર યુનેસ્કોના દરજ્જા માટે નામાંકિત

    અર્દકાન, અર્દકાન કાઉન્ટીની રાજધાની અને ઈરાનના યઝદ પ્રાંતના બીજા મોટા શહેર, સભ્યપદ માટે અરજી કરી છે અને યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં નામાંકિત થયા છે. યઝદથી 60 કિમી દૂર સ્થિત અર્દકાનનું ઐતિહાસિક શહેર, ઈરાનના ઝોરાસ્ટ્રિયન કેન્દ્રોમાંનું એક છે, જે શરીફ-આબાદ ગામમાં ઝોરાસ્ટ્રિયનો માટે અસંખ્ય પવિત્ર સ્થળોનું ઘર છે. સમૃદ્ધ સાંસ્કૃતિક, સ્થાપત્ય અને સામાજિક-આર્થિક વારસાને…

  • આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

    કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા…

  • હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

    પારસીઓ સાસાનીઅન જમાનામાં જે માર્ગે હજારો વહાણો રાખી વ્યાપાર કરતા હતા અને એમ જળ માર્ગે દેશે દેશ જઈને ખાસ કરીને હિન્દમાં કોલોની સ્થાપતા હતા તે બાબદ પ્રોફેસર હાદી હસનના ઈરાની નેવી ઉપરના લેખથી પુરવાર થઈ છે. વળી જળ માર્ગે ઈરાનથી હિન્દમાં અનેક દેશાગમનો થતા હતા તેની બુરહાન આનોલ્ડની ચોપડીમાં પાને 81-82 ઉપરના લખાણથી માલમ પડે…

  • કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

    1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા…

  • ટાટા ટ્રસ્ટસ

    60 વર્ષથી ઉપરના વય જૂથના લોકોની સંખ્યા વધી રહી છે અને આ જૂથને માત્ર ચાલુ રાખવાની જરૂર સાથે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે સાથે રહેવા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ પણ આપવાની જરૂર છે – આદર અને ગૌરવ સાથે ભારત સરકારનું નેતૃત્વ અને એક જ ટોલ ફ્રી સાથે એક પ્લેટફોર્મ સાથે વિશિષ્ટ હેલ્પલાઇન નંબર 14567 તે…

  • મન અને પ્રાર્થના

    હું ભગવાન સાથે વાત કરું છું, પણ આકાશ ખાલી છે. જીવન જીવતી વખતે ઘણીવાર જીવનમાં પસાર થતા અનેક પડકારોનો સમાનો કરવો પડે છે અને કેટલીક શંકાઓ આપણા મનનાં જન્મે છે. શંકા પ્રબળ હોય છે કારણ કે તે આપણી કહેવાતી વાસ્તવિકતામાં સંપૂર્ણ રીતે સ્થાપિત છે. ખરાબ રિપોર્ટ કાર્ડ, એક કંગાળ રક્ત પરીક્ષણ, નિષ્ફળ સંબંધ, ઘરે તણાવ……