ફ્રોહર ફાઉન્ડેશન, દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના યુવાન પારસી ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે

મરહુમ એરવદ કેપ્ટન દારાયસ સાયરસ દસ્તુર (મહેરજી રાણા)ની યાદમાં ફ્રોહર ફાઉન્ડેશન તરફથી દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને 8મી સપ્ટેમ્બરના દિવસે ફૂટબોલના યુનિફોર્મસ ભેટ આપવામાં આવ્યા હતા.

ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટી, બખ્તાવર શ્રોફે જણાવ્યું કે, ‘જ્યારે એમના ધણીયાણી શેરનાઝે મને કહ્યું કે દારાયસની યાદગીરીમાં એમને કંઈક કરવું છે ત્યારે સૌથી પહેલાં મને બાળકો યાદ આવ્યા. આ વિચારથી પ્રેરિત થઈ દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને ફૂટબોલનો યુનિફોર્મ આપવાનું ઠરાવ્યું.

8મી સપ્ટેમ્બરની સાંજે જ્યારે ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટનામાં પધાર્યા ત્યારે ફુટબોલ ટીમના બાળકો ફુટબોલના યુનિફોર્મ પહેરી ત્યાં હાજર રહ્યા હતા. પ્રિન્સીપાલ એરવદ ડો. રામીયાર કરંજીયાએ બાળકોને ફ્રોહર ફાઉન્ડેશન વિશે તથા દારાયસની જાણકારી આપી અને સર્વેએ સાથે મળીને બંદગી કરી. ત્યારપછી કેક કાપવાનો આનંદ બાળકોની આંખોમાં દેખાતો હતો અને હોલમાં ફૂટબોલની રમત રમવા માટેના ઉત્સાહનું તો પૂછવું જ શું?

ફ્રોહર ફાઉન્ડેશનના મેમ્બર્સ અને ટ્રસ્ટીઓની એક નાની ટીમ હમેશા ફકત ડોનેશન આપવામાં જ નહીં પરંતુ દરેક કાર્યમાં અચુક સાથ અને સહકાર આપી આગળ પડતો ભાગ ભજવે છે. આ પ્રવૃત્તિનું સંચાલન, મેનેજીંગ ટ્રસ્ટી સાયરસ દસ્તુર, ટ્રસ્ટીઓ યઝદી બાટલીવાલા અને બખ્તાવર શ્રોફ તેમજ હમેશા ખંતપૂર્વક જવાબદારી નીભાવનાર કમીટી મેમ્બર શેરનાઝ હાથીરામે કર્યુ હતું.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 May – 26 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. તબિયતની ચિંતા નહીં હોવાથી રોજના કામો સારી રીતે કરી શકશો. ચંદ્રની કૃપાથી જેટલું જાઈએ તેટલું ધન મેળવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર…

  • Iran’s Minister Promises Relief To Kurdistan Zoroastrians

    On 26th November, 2021, Iran’s Minister of Immigration and Displacement – Evan Fayek Jabo, visited the Zoroastrian (Ateshga) and the Yesna Zoroastrian organization in the city of Sulaymaniyah, Kurdistan, to closely inspect the conditions of Zoroastrians living there. She was received by a number of Zoroastrians, led by Awat Husam Al-Din, the Zoroastrian representative in…

  • ભગવાન મળી ગયા!

    ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો. ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ…

  • |

    Pioneering Parsis of Calcutta By Prochy N Mehta

    The book Pioneering Parsis of Calcutta, written by Prochy N Mehta and published by Niyogi Books, was launched by Aveek Sarkar, Vice Chairman and Editor Emeritus of ABP Group, at the Olpadvala Memorial Hall, on 18th February, 2020 at the Olpadvala Memorial Hall in Kolkata. The book cover – with the image of a Parsi…

  • હસો મારી સાથે

    મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી. હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે. આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી ‘કેટલાં સારા છે તારા હસબંડ’. વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના…