શિરીન

 ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’

‘ત્યારે કેવી રીતે, ફિલ?’

‘મારી વાઈફ તરીકે.’

ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં.

જો તે જ તક હાથમાં લઈ તેણી પોતાના વહાલા આગળ હાલમાં જોન સ્મીથ સાથની સવારની મુલાકાત, તથા સામ તલાટીના મેળાપ વિશે વાત કરી દેતે તો તેણીનાં કિસ્મતનાં પાસાને તેણી કંઈક રીતે ઉથલાવી શકતે.

પણ અફસોસ, કે તકદીરના લખ્યા લેખને કદી કોઈ ઈન્સાન ભુસાડી શકેછ, તો પછી શિરીન વોર્ડન તે કયાંથી કરી શકે?

પછી વખત થતાં ફિરોઝ ફ્રેઝર તેણીને ફરી અને ફરી વહાલ કરી મલી ભેટી પોતાની ભપકાભરી ગાડીમાં સેનચરી કલબ તરફ રવાના થઈ ગયો.

તે મોટા મોટા કમિટીનાં મેમ્બરોની મીટિંગ ખતમ થયા બાદ ફિરોઝ ફ્રેઝર તે ગંજાવર કલબમાં સામ તલાટીની શોધમાં નીકળી પડયો.

અંતે દસેક મિનિટની શોધખોળ કરતા સામ તલાટી કાર્ડ ‚મમાં એક ટેબલ આગળ બીજાની ગેમ વોચ કરતો માલમ પડયો, કે ફિરોઝ ફ્રેઝરે તે તક હાથમાં લઈ તેના કાન આગળ જઈ ધીમેથી કહી સંભળાવ્યું.

‘સામ તલાટી, મને તા‚ં કામ હોવાથી તું થોડીક મિનિટ સ્પેર કરશે?’

એ સાંભળતા સામ તલાટી ચમકયો, પછી તેને હીંમતથી ઉઠી ફિરોઝ ફ્રેઝર સાથ ચાલવા માંડયું.

અલબત્ત જો બીજા સંજોગ હતે તો તે બીકણો બાયલો, ફિરોઝ ફ્રેઝરના પીલતન જેવા આકાર તરફ નજર કરી કંઈક બહાના દેખાડી શકતે. પણ આજે સવારના શિરીન વોર્ડન તરફનાં ઈનસલ્ટ પછી તે બહાદુરીથી અંતે લડવા તૈયાર થઈ ગયો.

તે બન્ને મરદો બહાર બગીચાના તે પાછલા એકાંતમાં આવેલા ભાગ તરફ જઈ અંતે ઉભા રહી ગયા, કે ફિરોઝ ફ્રેઝરે દમામથી પહેલો સવાલ પૂછી લીધો.

‘સામ તલાટી, તે દિવસે તે મિસ વોર્ડનને મારે માટે જે ખરાબ શબ્દ વાપર્યા તેનો મિનિંગ શું?

એ સાંભળતાં જ પહેલાં સામ તલાટી ફૂંકી મારી ગયો પછી તેને હિંમતથી જુઠ્ઠું કહી સંભળાવ્યું.

‘તદ્દન જુઠી વાત છે, કારણ હું કંઈ પણ તારે માટે ખરાબ બોલ્યો જ નથી ફિરોઝ ફ્રેઝર.’

‘ત્યારે શું મિસ વોર્ડન જુઠું બોલેછ? શા હિસાબે તું એમ બોલ્યો કે હું તેણીને મારા કાસલમાં એક રખાત તરીકે રાખુંછ?’

‘હું તેમ બોલ્યો જ નથી, મારી સાથે મોલી પણ હતી ને તું તેણીને પૂછી શકશે.’

ત્યારે તું શું બોલ્યો કે જેથી મિસ વોર્ડન આટલા બધાં અપસેટ થઈ ગયાં?’

‘હા, હું તેણીને માટે બોલ્યો એ ખરી વાત છે.’

‘શું બોલ્યો?’

ફિરોઝ ફ્રેઝરે પોતાના હાથની બન્ને મુઠ્ઠીઓ વાળી દળ ઝનૂનથી પૂછી લીધું કે સામ તલાટીએ પણ હિંમતથી જણાવી દીધું.

‘કે તેણી એક રખાત છે.’

(ક્રમશ)

Similar Posts

  • અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

    કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા…

  • |

    જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો.. તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ…

  • પૈસો અને સ્વાર્થ

    માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને  વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં…

  • લેખક અને ઇતિહાસકાર મર્ઝબાન ગિયારાનું નિધન

    મર્ઝબાન જમશેદજી ગિયારા, પ્રખ્યાત લેખક અને ઇતિહાસકાર, તેમની પારસી ધર્મ અને સંસ્કૃતિના સંશોધન માટે કુશાગ્રતા વ્યાપકપણે માનવામાં આવે છે, તેમનું 3જી નવેમ્બર, 2022ના રોજ મુંબઈના બાન્દરા કામા કોન્વેલેસેન્ટ હોમમાં અવસાન થયું, જ્યાં તેઓ તેમની પત્ની સાથે થોડા દિવસોથી રહેતા હતા. પારસી સમુદાય તેમના દ્વારા લખાયેલા અત્યંત સારી રીતે સંશોધન પામેલા પુસ્તકોના વારસાથી આપણને સમૃદ્ધ કરવા…

  • મોબાઈલનું રમખાણ!

    મોબાઈલની અસર છે બધી. મોન્ટુને તપાસવાનું શરૂ કરતાં કરતાં ડોક્ટર મને સમજાવી રહ્યાં, બાળકોને શક્તિમાન, સુપરમેન, હનુમાન અને ટારઝન જેવી ગેમ ગમતી હોય છે. અને પછી તેઓને તેમના જેવું થઈ જવું હોય છે. તમારા મોન્ટુને સ્પાઈડરમેન પજવે છે. શિરીન હકારમાં માથું હલાવવા સિવાય કશું બોલી નહીં શકી. સ્પાઈડરમેન મોન્ટુની ફેવરીટ ગેમ લાગે છે. આમ તો…

  • પવિત્ર ઈરાનશા અને ઉદવાડાના ઈતિહાસ પર મર્ઝબાન ગિયારાની ઓથરબુકસ

    લેખક મર્ઝબાન જમશેદજી ગિયારા, તેમની ઝોરાસ્ટ્રિયન ધર્મ અને સંસ્કૃતિના અભ્યાસ માટેની સજાગતા વ્યાપકપણે માનવામાં આવે છે, તેમણે સમુદાયના સભ્યોના લાભ માટે વધુ એક રત્ન લખ્યું છે, જેનું શીર્ષક છે, ધ હિસ્ટ્રી ઓફ હોલી ફાયર ઈરાનશાહ અને ઉદવાડા ગામ – 144-પાનાનું, સમૃદ્ધપણે સચિત્ર, હાર્ડ બાઉન્ડ એડિશન, જે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ દ્વારા સૌથી શુભ રોજ આદર, માહ…