ભરૂચા બાગ આયોજીત ‘એડ્યુકેશન એવોર્ડસ નાઈટ’

ભરૂચા બાગ એજ્યુકેશન એસોસિયેશન અને ભરૂચા બાગ રેસિડેન્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા 28મી ઓક્ટોબર, 2017 ના રોજે ‘એજ્યુકેશન એવોર્ડ્સ’ નું આયોજન થયું. હુતોક્ષી આઈબારાએ આ કાર્યક્રમમાં આવનાર પ્રેક્ષકો તથા મુખ્ય મહેમાન બીપીપી ચેરમેન, યઝદી દેસાઈ તેમના પત્ની અનાહિતા દેસાઈ અને બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાનું સ્વાગત કર્યુ.

કમિટી મેમ્બર બહાદુર અવારીએ તેમના સંગઠનની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પ્રેક્ષકોને જણાવ્યું હતું ત્યારબાદ યઝદી દેસાઈએ પ્રેક્ષકોને પારસી ધર્મના મહત્વ તથા યુવાનોને પ્રાર્થના તથા માતા-પિતા અને વડીલોનો આદર આપવા જણાવ્યું હતું. ભરૂચાબાગની બન્ને એસોસિએશન એક થતા અને તેમના લીધે ત્યાં રહેતા કોલોનીના રહેવાસીઓને ફાયદો થશે તે બાબત જણાવતા કેરસી રાંદેરિયાએ પોતાની ખુશી વ્યકત કરી હતી. ઇનામ વિતરણ સમારંભમાં વિવિધ વય જૂથોમાંથી પચાસ બાળકો હાજર હતા અને તેમની અસંખ્ય સિદ્ધિઓ માટે મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અનાહિતાએ જણાવ્યું હતું કે ભરૂચા બાગને વાપિઝ દર વરસે રૂા. 1 લાખ રૂપિયા દાન આપે છે. આ પ્રસંગે હુતોક્ષીએ આયોજિત સમિતિ મેમ્બર તરફથી, પારસી ટાઈમ્સ અને જેણે આ પ્રસંગને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું તેમનો આભાર માને છે.

Similar Posts

  • જીવનનું દરેક સુખ તમને મળે!

    સરળ અને છતાં સુંદર સંદેશ! ઘાસનું દરેક તણખલું, સૂર્યપ્રકાશનું કિરણ, સમુદ્રનું મોજું, ખડકાળ પર્વત, શાંત પવન, ખળખળ કરતી વહેતી નદી અને પાક દાદર અહુરા મઝદાની સર્જનોની પોતાની આગવી સુંદરતા છે. તેઓ જે સામનો કરે છે તે પ્રદૂષણ, માનવસર્જિત અવરોધો, વસાહતોની ખીણોમાંથી કોતરકામ, તેમના પ્રવાહને નિયંત્રિત કરતા ડેમ, તેમના પર તરતા કચરાના ટાપુઓ, સતત વધતી માનવ…

  • Ronnie Irani Awarded Honorary Degree By UO

    Entrepreneur and a Geoscience enthusiast, Ronnie K. Irani has been awarded an honorary degree by the University of Oklahoma (UO), in recognition of his extraordinary achievements through his 43-year stint in the Energy Industry which led to many commercial developments in oil and gas, as also his generous service to others. Founder and CEO of…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    14th November – 20th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. થોડી મહેનત કરવાથી તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. ચાલુ કામમાં કોઈ પણ મુશ્કેલીઓ નહીં આવે. નાના-નાના ફાયદા મળતા રહેશે. તમારા નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. કોઈની ભલાઈનું કામ કરશો. દરરોજ…

  • |

    મીનો અશીશવંઘ બેરેસાદ

    મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ….