રૂસ્તમની બાનુ તેહમીના

એક દિવસે જ્યારે રૂસ્તમનું દિલ જરા ગમગીન હતું ત્યારે તેણે થોડાક દિવસ બહાર શિકારે જવાનું વિચાર્યુ તે રખશ ઉપર સવાર થઈ તુરાન ભણી ગયો અને સમનગાન શહેર જે હાલના તુર્કોમાનનો મુલક ગણાય છે ત્યાં શિકાર માટે આવ્યો. ત્યાં શિકારથી ફારેગ થઈ, પોતાના રખશને ચરતો મુકી, તે મેદાનમાંજ તે રાત્રે સુઈ ગયો.

હવે સમનગાનના પાદશાહની એક બેટી તેહમીના નામની હતી. શાએર કહે છે કે ‘તેણી માહતાબ ચહેરાની હતી. તેણી રોશન ખોરશેદની માફક રંગ અને ખુશબોથી ભરપૂર હતી. તેણીનાં બે ભવાં કમાન મિસાલે હતા. તેણીના વાળના બે ગુછળા કમન્દ જેવા હતા. કદમાં તેણી બુલંદ સરવના ઝાડ જેવી સીધી હતી. તેણીના ગુલાબ મિસાલે ચહેરાના બે ભાગ શરાબના ખવાસના નરગેશના ફુલ જેવા હતા. તે બહેસ્તના અંબરની ખસલતના શમસાદના ઝાડની મિસાલે હતા. તેણીના કાનનો લટકતો ભાગ ખોરશેદ માફક ચળકતો હતો અને તેમાંથી કાનના લુલકનો હલકો લટકતો હતો. તેણીના બે હોઠ ગુલક્ધદ જેવા મીઠા હતા અને તેણીની જબાન સાકર જેવી શિરીન હતી. તેણીનું મોહ મોતી અને ગોહરથી શીંગારેલું હતું. જાણે સિતારો અકીકની નીચે છુપાયલો હોય તે મિસાલ તેણી દીસતી.

તેણીનુ રવાન અકકલથી ભરપૂર હતું અને તેણીનું તન પાક જાનથી ભરપુર હતું. કોઈ કહેશે કે તેણીની બનાવટમાં આ ધરતીનું કાંઈ તત્વ નહીં હતું.

તેહમીનાને જ્યારે ખબર પડી કે જેહાં પહેલવાન રૂસ્તમ શિકાર કરતો કરતો તેણીના બાપના મુલક ભણી આવ્યો છે ત્યારે તેણીની મરજી થઈ કે તેણી તેને જોએ. તેણીએ રૂસ્તમની ઘણી તારીફ સાંભળી હતી, પણ નજરે જોયો હતો નહી તેથી તેણીએ યુક્તિ રચી કે તેનો રખશ ઘોડો ચોરાવી મંગાવવો, કે તેની શોધમાં રૂસ્તમ પોતાની મેળે તેણીના શહેર ભણી આવે. તેથી જ્યારે રૂસ્તમ ઉપર મુજબ પ્યારમાં પડયો હતો, ત્યારે તેણીના માણસોએ ગુપચુપ રખશ ઉપર કમન્દ નાખી તેને પકડયો. તેઓ સાત આઠ જણ હતા. તેમાંથી રખશે મસ્તી કરી ત્રણ જણને તો મારી નાખ્યા, પણ આખરે બાકીનાઓની કમન્દની જાળમાં તે પકડાઈ ગયો. રૂસ્તમ બીદાર થતાં પોતાના રખશને નહી જોઈ બે રીતે દિલગીર થયો. એક તો તેનો નામીચો રખશ ગુમ થયો હતો. અને બીજાું તો જગના લોકો તેને તાણા મારે કે ‘આવો નામીચો પહેલવાન થયો અને એવી તે શું ગફલતીની ઉંઘમાં સુતો કે પહોશમાંથી કોઈ ઘોડો ચોરી લઈ ગયું તે પણ જાણી શકયો નહીં!’ તે પોતાના રખશના પગલા જોતો જોતો આગળ વધ્યો કે તે પગલા ઉપરથી તેને શોધી કાઢે.

(ક્રમશ)

Similar Posts

  • 30ની ઉંમરમાં પણ ફિટ બનાવી રાખશે આ કેટલીક સ્વસ્થ આદતો:

    કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મેટાબોલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી…

  • Connecting With Your Spirit Guides

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] Do you at times feel a tingling sensation all over? Do you sometimes sense a gentle presence all around you? Do you dream…

  • THSC’s Volleyball/ Throwball Tourneys

    The Tata Housing Sports Club organised a Volleyball and Throwball tournament from 1st to 7th May, 2017. Sponsored by WZO Trusts, over 12 Throwball teams and 15 Volleyball teams participated, with the finale witnessing Chief Guest, Baji Sepoy – MD of Japanese Investment Banking Institution, Nomura Bank – felicitating the winners of Volleyball, ‘DPCSWA’ with…

  • હસો મારી સાથે

    એક છોરો ક્ધયા જોવા ગ્યો… એલી ગરબા રમતા આવડે…? છોરી: હકણ…ગરબા, ડાંડિયા, નાચતા હન્ધુય ફાવે… એલી સીવતા ફાવે…? છોરી: હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે… એલી રાંધતા ફાવે..? છોરી: હકણ…ઢોકળા, થેપલા, પાટવડી, પુડલા, ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે એલી ભણી કેટલુક હે…? છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે… છોરો: તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: બોયની ક્રિયા બેસીને કરવી કે ઉભા રહીને કરવી? કેટલાક કહે છે કે બોયની ક્રિયા દરમ્યાન દ્રુષ્ટતાને દૂર કરવામાં આવે છે અને જો તે ઘંટડી વગાડતા ઉભો રહે તો દ્રુષ્ટતાને માન આપવા સમાન છે. હકીકત: બોયની ક્રિયા વિધિવત જરથોસ્તી મોબેદો દ્વારા ચોવીસ કલાકમાં આવતા પાંચ ગેહ દરમ્યાન કરવામાં આવે છે. પર્શિયામાં બુઈ દાદાન કરવામાં આવે…