શિરીન

‘મંમા, ડરબી કાસલ સત્તર રૂમ્ઝ ધરાવેછ તે તમો ભુલીજ ગયાં.’

‘તો શું થઈ ગયું છોકરા? ને સાથે તારી માયનું ભેજું પણ સાબુત છે. અસલની માયો દોઢ દોઢ ને બે બે ડઝન પોરિયા જણી કહાડતી તેનું કેમ?’

ઝરી જુહાકે પણ રોકડું પરખાવી દીધું કે તે બેટો ગમ્મત પામતો પોતાની વાઈફ સાથ ત્યાંથી વિદાય થઈ ગયો.

તે વિશાલ દાદારના પગથિયાઓ ચઢી તેઓ ઉપર આવ્યાં, ને મીઠી શિરીનનાં નાજુક પગો હમેશ મુજબ પોતાની તે નાની ઓરડી તરફ જવા સારૂં ધ્યાનમાં તે ધ્યાનમાં આગળ વધ્યા કે તે જવાને તેણીને કમરમાંથી પકડી પોતાનાં રૂમમાં લઈ જઈ તે બારણું ચપટ બંધ કરી દીધું.

પછી તેણીને પોતાની જોરાવર બાથમાં પકડી લઈ તે જુસ્સાથી બોલી પડયો.

‘શિરીન, મારી મીઠી હવે તો હમેશનીજ મારી.’ ‘હા વ્હાલા હવે હમેશની ને જિંદગી ભરની તમારી જ છું.’

તે રળિયામણી રાત ખતમ થઈ બીજી સવાર પણ પડી ચૂકી ને ફિરોઝ ફ્રેઝર ત્યારે પોતાનાં હનીમુન પર જવા આગમજ પોતાની ઓફિસમાં પોસ્ટમાં આવેલા થોડાક કાગજ્યાંઓ તપાસવા ગયો કે શિરીન હમેશ મુજબ ઝરી જુહાક સામે જઈ ઉભી. કે ઝરી જુહાકે બોલવાનું શરૂ કીધું, ‘એ પેલાં તારાં હનીમુન બનીમુન પર તું કયારે જવાનીછ?’

‘જી નાસ્તો ખાઈને તરત મોટરમાં નીકળી જઈશું.’

એ મુવા વરી આજકાલ નવા ખરચા નીકળ્યાછ, હમારા વખતમાં કંઈ હની બની જેવું હતુંજ નહીં ને તે વખતનાં જોડાંબી કેટલાં સુખી હતા.’

કરકસરની પોઈન્ટ પરથી જોતાં ઝરી જુહાકે ઝટપટ પોતાનું મત આપી દઈ તે પોરીને એક બે શીખામણનાં બોલો સંભળાવી વિદાય કરી દીધી.

ફિરોઝ ફ્રેઝર પોતાની મીઠી વાઈફને લઈને ઉટાકામન્ડ હનીમુન પર ઉપડી ગયો. તે સુખના દિવસો ઝપાટામાં પસાર થતા ગયા તેમ તેમ શિરીન, પોતાના હેતવંતા ને કાળજીવંતા ધણી સાથ સ્વર્ગનું જ સુખ અનુભવી શકી.

પરણેલું તે જોડું મહીનો ખતમ થતાં ફરી ‘ડરબી કાસલ’માં આવી પોતાની રોજીંદી ફરજોમાં ઘુટાઈ ગયું.

એમ વખત વહેતો ચાલ્યો, ને એક દિવસ ઝરી જુહાકે શિરીનને પોતાની આગળ બોલાવી મંગાવી પુછી લીધું.

‘અહીં આવ પોરી, એ આય છોકરાએ વરી નવું લફરૂ શું ઉભું કીધુંછ?’

(વધુ આવતા અંકે)

Similar Posts

  • વેજ લોલીપોપ

    સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ…

  • |

    જમશેદી નવરોઝ મુબારક

    વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…

  • Culling Out The Negative

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] Life is about experiencing happiness and living in a relatively healthy, balanced and positive manner. When we decide to become positive, it’s not…

  • મેડમ ભિખાઈજી ર‚સ્તમ કામા

    ભિખાઈજી ‚રસ્તમ કામા યુરોપમાંના એક અસાધારણ ભારતીય ક્રાંતિકારીઓમાંનાં એક હતાં, જેમને ભારતીય રાષ્ટ્રવાદનાં મુખ્ય યાજક તરીકે ઓળખવામાં આવતાં હતાં  જોઆન ઓફ આર્ક સાથે તેમની તસવીર ફ્રેન્ચ અખબારોમાં છપાઈ હતી. ભિખાઈજીએ એલેક્ઝાન્ડ્રા નેટિવ ગર્લ્સ ઈંગ્લિશ ઈન્સ્ટિટ્યૂશન ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જાણીતા ઓરિએન્ટલ સ્કોલર ખરશેદજી કામાના પુત્ર ‚સ્તમ કામા સાથે ૧૮૮૫માં તેમનાં લગ્ન નક્કી કરાયાં હતાં….

  • Asha Vahishta – The Zoroastrian Center Inaugurated In Pune

    On 25th December, 2017, Dadgah ‘Asha Vahishta – The Zoroastrian Center’, was inaugurated in Pune, under the umbrella of Association for Revival of Zoroastrianism (ARZ), which will have its doors open to intermarried Parsis and their children, as also Zoroastrian enthusiasts who seek a greater understanding about the religion. A jasan ceremony was performed which…