સોયા ચિલી

જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ ટેસ્ટી ખાવાનું જોઇને કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી.
સામગ્રી: 100 ગ્રામ સોયાબીન નગેટ્સ, 1/2 ચમચી લસણ પેસ્ટ, 2 ચમચી તેલ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણાં સમારેલા લીલા મરચાં, 2 ચમચી સોયા સોસ, 2 ચમચી વિનેગર, મીઠું સ્વાદનુસાર.
બનાવવાની રીત: સોયાબીન નગેટ્સને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ સોયા નગેટ્સને કાણાવાળા બાઉલમાં કાઢી લો. હવે સોયા નગેટ્સને એક બાઉલમાં નાંખીને તેમાં લસણની પેસ્ટ મિક્સ કરો. હવે કઢાઇમાં બે ચમચી તેલ મૂકીને તેમાં ડુંગળી નાંખો અને ડુંગળી ગુલાબી થાય ત્યાર બાદ તેમાં લીલાં મરચાંની પેસ્ટ મિક્સ કરી તેમાં મીઠું, સોયા સોસ, વિનેગર અને સોયાબીન નાંખીને મિક્સ કરી લો. બરાબર મિક્સ થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લો. હવે કોથમીર, સમારેલી લીલી ડુંગળી દ્વારા ગાર્નિશ કરો. તૈયાર છે સોયા ચિલી.

Similar Posts

  • From the Editors Desk

    Let There Be Light! Dear Readers, The effervescent Festival of Lights is upon us, as our nation comes alive in the merry five-day festivities – namely Vak Baras (Vagh Baras being a misnomer); Dhan Teras, Kali Chaudash, Diwali and finally, New Year. Each day commemorates different attributes, via deities, that lead to one’s evolution and…

  • લીલવાની કચોરી

    સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું. 300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો બનાવવા…

  • પવિત્ર દએ મહિનો

    બાર મહિનાના ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં દએનો મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે સર્વોચ્ચ અમેશા સ્પેન્ટા (બાઉન્ટિયસ ઈમોરટલ), દાદાર હોરમઝદ (દએ દાદાર) – સર્જકને સમર્પિત છે. ઘરમાં, ઓફિસમાં કે આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારોહના પ્રદર્શન સાથે સર્જકને ધન્યવાદ આપવાનો મહિનો પણ છે. ચાર વધારાના-વિશેષ દિવસો: મહિનાના પ્રથમ દિવસે (એટલે કે હોરમઝદ), આઠ દિવસ…

  • સુરત પારસી પંચાયત તરફથી નોટીસ

    સુરત પારસી પંચાયત બોર્ડના પ્રમુખ અને ટ્રસ્ટીઓ ભારતમાં રહેતા પારસી/ઈરાની પારસી માતા-પિતાને જણાવવા માંગે છે કે જેમને બે કરતાં વધુ બાળકો છે, તેઓને બાળ સંભાળ ભથ્થું રૂ. 5,000/- દર મહિને, બાળક દીઠ, ત્રીજા બાળકથી, એપ્રિલ 2023 થી, બાળક 25 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી, પ્રદાન કરવામાં આવશે. આ પારસી યુગલોને વધુ બાળકો પેદા કરવા…

  • XYZ’s ‘Xtragavanza Cancer Drive’

    Staying true to the spirit of Christmas, Xtremely Young Zoroastrians (XYZ) groups visited various cancer hospitals and institutions in December 2017, as a part of the ‘Xtragavanza Cancer Drive’. XYZ’s Thane group – Noshirwan’s Knights – visited Sion hospital, while Cyrus’ Superstars (Khareghat Colony and Godrej Baug) visited St Jude’s Children’s Home which provides palliative…