શિરીન

 તે બેટો ત્યારે એ લેકચર સમજવાનાં મુડમાં હતો નહીં કે તેને ફરી ફેરાં આંટી મારવાના શરૂ કરી દીધા.

અંતે સવારનું ઝઝકલું થતાં ‘ડરબી કાસલ’નાં તે ભવિષ્યનાં વારસે પોતાનો પહેલો સાદ આ જગતમાં સુનાવી પોતાનો જન્મ લઈ લીધો.

કુલ કુદરત ત્યો ખુશાલીથી ખીલી ઉઠી. સુર્ય નારાયણનાં ઝાંખા કિરણો તે કાસલ પર પડી તે નાના જીવને આવકાર આપી રહ્યા ને બગીચામાંના સુંદર ફુલો સવારની ઠંડી લહેકીમાં ગેલ કરતાંજ માલમ પડયા.

તે મોટા ડોકટરે બહાર આવી તે અધીરા થતાં બાપને મુબારકબાદી આપી દીધી.

‘કોન્ગ્રેચ્યુલેશન મી. ફ્રેઝર એક ઘણાંજ સુંદર બેટાના તમો ડેડી થયાછ.’

‘મારા વાઈફ કેમ છે, ડોકટર?’

જાણે તે મુબારકબાદી સાંભળીજ નહીં હોય તેમ તે હેતવંતા ધણીએ ઈંતેજારીથી પૂછી દીધું.

‘તદ્દન ઓલરાઈટ, પણ એવણને હવે રેસ્ટની જરૂર હોવાથી કોઈ ડિસ્ટર્બ નહીં કરે તો બેટર થાય.’

‘ઓ પ્લીઝ, પ્લીઝ ડોકટર ફકત પાંચ મીનીટ હું મળી શકું?’

ને ત્યારે મોઘમમાં હસીને તે મોટા ડોકટરે પોતાનું માથું હકારમાં ધુણાવી નાંખ્યું જાણે પોતાની આટલા વરસોની પ્રેકટીસમાં તેને બધા નવા થતા ડેડીઓ તરફથી એજ સવાલો પુછતાં ટેવાઈ ગયેલો હોય તેમ તેને પોતાની પરવાનજી આપી દીધી.

ફિરોઝ ફ્રેઝર ત્યારે ધસારાબંધ પોતાની વાઈફ આગળ પુગી જઈ તે પરસેવાથી ઠંડા થઈ ગયેલા કપાળ ઉપર એક મીઠી કીસ અર્પણ કરતાં હેતથી બોલી પડયો.

‘શિરીન, કેમ છે મારી ડાર્લિંગ?’

‘હવે મઝાની છું પણ ફિલ તમોએ નાલ્લાને જોયો?’

‘નહીં ડાર્લિગ, હું સીધો તારી આગળ જ આયો કારણ મારે મનથી દુનિયામાં કાંઈ પણ ચીજ તારા કરતાં વધુ કીમતી છેજ નહી, મારી શિરીન.’

તે ફિકકા પડી ગયેલા તેણીનાં હોઠો પર પોતાનાં સેજ અળગા દાબી દેતાં તે ધણીએ પુર જુસ્સાથી બોલી દીધું.

ઉપલા બનાવને સત્તર વરસો પાણીના રેલા મીસાલ વડી ગયા પણ તે છતાં આજે પણ તે ‘ડરબી કાસલ’ પોતાની જગ્યાએ પુર મગરૂરી સાથ ખડો હતો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • શિરીન

    ‘હલો શિરીન, શું મંમાની તબિયત પાછી બગડી આવી?’ ‘નહી ફિલ, પણ મારા પપ્પા એકદમ સીક થઈ ગયાછ.’ ને પછીથી ટુુંકમાં તે વિગત તેણીએ ધ્રુજતા સ્વરે જણાવી નાખી કે ફિરોઝ ફ્રેઝરે તેણીને સંભળાવી દીધું. ‘હું હમણાં ઘેરે આવુંછ પછી આપણે નકકી કરીએ.’ એમ કહી ફિરોઝ ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને પણ તે મેસેજ…

  • |

    જમશેદી નવરોઝ મુબારક!

    પ્રિય વાચકો, આ વર્ષે, આપણે વસંતઋતુના તહેવાર કરતાં ઘણું બધું વધારે ઉજવી રહ્યા છીએ, તેમ છતાં સામાન્યતાના કેટલાક ચિહ્નો ધીમે ધીમે આપણા જીવનમાં ફરી વળે છે… આપણને યાદ અપાવે છે કે રોગચાળો આવ્યો તે પહેલાં વસ્તુઓ કેવી હતી – આપણે લાંબા સંઘર્ષ કરી ને આપણી હારી ગયેલી લડાઈઓ, આપણી જીતેલી લડાઈઓ… અને આ બધું હોવા…

  • અસ્પે સિયાહી અને યથા અહુ વરીયો

    કયાનીયન રાજા વિસ્તાસ્પના દરબારમાં, જરથુસ્ત્રને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું હતું. તેમને રાજાના બાજુની જગા પર એક ખાસ ગાદી પર તેમના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી વિસ્તાસ્પના દરબારના અન્ય દરબારીઓમાં ઈર્ષ્યા જન્મી. તેઓએ એક કાવતરૂં રચ્યું, જેમાં તેઓએ જરથુસ્ત્રને એક દુષ્ટ જાદુગર તરીકે સાબિત કર્યા, જે કાળા જાદુ કરતા હતા. રાજાએ તેને કેદ કરી…

  • દિન્યાર કોન્ટ્રાકટરને (2019)પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

    ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માટે આપણા સમુદાયના સુપ્રસિદ્ધ થિયેટર વ્યક્તિત્વ ધરાવતા અને બોલીવુડ અભિનેતા, પારસી થિયેટરના આયકન દિન્યાર કોન્ટ્રાકટરને દેશના ઉચ્ચ સન્માન પૈકી એક, પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પારસી અને ગુજરાતી થિયેટરમાં તેમના વ્યાપક યોગદાનને માન્યતા આપવા માટે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગૌરવંતા પ્રસંગે પારસી ટાઇમ્સ…

  • |

    ઈરાનમાં શોધાયેલ સસાનીદ યુગનું ઝોરાસ્ટ્રિયન ફાયર ટેમ્પલ

    તાજેતરમાં, ઉત્તર-પૂર્વ ઈરાનમાં બાઝેહ હુર ગામ પાસેની ખીણમાં ચાલી રહેલા પુરાતન ખોદકામ દરમિયાન સસાનીદ યુગનું ત્રીજું સૌથી મોટું પારસી મંદિર મળી આવ્યું છે. ખોદકામનું નેતૃત્વ કરી રહેલા પુરાતનવિદ મેસમ લબ્બાફ-ખાનિકીના જણાવ્યા મુજબ, અમે ત્રીજું સૌથી મોટું ફાયર ટેમ્પલ શોધી કાઢ્યું છે જે કદાચ પ્રાચીન ઈરાનમાં બાંધવામાં આવ્યું હતું. આ પુરાતન મોસમ દરમિયાન, અમે નોંધપાત્ર પુરાવા…

  • હસો મારી સાથે

    પતિ : 18 દિવસ થી તારા હાથ નું ખાઇ -ખાઇ ને કંટાળી ગયો છુ. પત્ની : તો બહાર જઇને પોલીસ ના હાથનું ખાઇ આવો. *** પતિ: જયારે હોય ત્યારે ખોટા ખર્ચા કર્યા કરે છે. પત્ની: મારા જ ખર્ચા ખોટા લાગે છે, તમે મોટા મોટા ખોટા ખર્ચા કરો એનું કઈ નઈ.. કેમ..!! પતિ: લે, મેં વળી…