ખાંસીનો ઉપદ્રવ

અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે આદુ પણ લઈ શકો છો, ચારથી પાંચ કાળા મરી, નાની એલચીનો અડધી ચમચી પાઉડર, એક ચમચી સાકર અને એક ચમચી તુલસીના પાનની પેસ્ટ નાખીને મિક્ષ કરીને ધીમી આંચે પાણી અડધું રહી જાય તેટલું તેને ઉકળવા દેવું. ઉકળી ગયા બાદ તેને ગાળી લેવુ અને તેમાં બે ચમચી મધ અને થોડાક ટીપા લીંબુનો રસ ઉમેરવો અને તેને ઠંડું થવા મૂકવું. ત્યારબાદ આ તૈયાર સિરપને એક નાની બોટલમાં ભરી લેવું અને ઠંડી અને ખાંસીની સમસ્યામાં સવાર-સાંજ એક-એક ચમચી પીવું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *