મારી જૂની યાદો

આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો,

જાણે ખોવાયલા બાળપણનો એક હિસ્સો મળ્યો,

શું નહિ મળતું હતું એ પચ્ચીસનાં સિક્કામાં?

ચોકથી સ્કુલ સુધી બસની રીટર્ન ટીકીટ મળતી હતી,

આખું જમરૂખ ને ઢગલા બંધ કેરીની ચીરીઓ મળતી હતી,

લીલી વરીયાળી, બોર આવલાની લિજ્જત મળતી હતી,

રંગબેરંગી પીપરમીંટ ચોકલેટ, ને ચૂરણની ગોળીઓ મળતી હતી,

અર્ધો કલાક ભાડેથી સાયકલ મળતી હતી,

લખોટી ભમરડાને ટીકડી ફટાકડી મળતી હતી,

પતંગ દોરીની લચ્છી અણીદાર પેન્સિલ, ને સુગંધી રબરની જોડી મળતી હતી,

બરફના ગોળા ને ઠંડા શરબતની જયાફત મળતી હતી,

રબરવાળી કુલ્ફી ને ક્વોલીટીની કેન્ડી મળતી હતી,

બાયોસ્કોપમાં દસ મિનીટની ફિલ્મ જોવા મળતી હતી,

યાદ કરો મિત્રો, પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી,

નાની નાની વસ્તુઓમાં અઢળક ખુશીયો મળતી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *