રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબ મિજલસ સમારી બેઠો હતો. તેનો દેખાવ જોઈ રૂસ્તમ અજબ થઈ ગયો કે એ કોઈ ઘણો દલેર મરદ છે. એવામાં સોહરાબનો મામો જીન્દે રજમ મિજલસમાંથી જરૂરના કામ સર બહાર આવ્યો. તેણે અંધારામાં કોઈ મરદને ઉભેલો જોયો તેથી તેની આગળ ગયો અને કહ્યું કે ‘તું કોણ મરદ છે? અંધારામાંથી રોશનીમાં આવ અને તારો ચહેરો દેખાડ.’ રૂસ્તમે ગુપચુપ તેની ગરદન ઉપર એક મજબૂત મુકકો એવી તો જોશથી મારી, કે તુરત તેનો જાન નીકળી ગયો. આ મુજબ તેના મરણ પામવાથી સોહરાબ અને તેના બાપ વચ્ચે ઓળખાણ કરાવનાર મરદ જતો રહ્યો.

પછી ત્યારપછી સોહરાબે પોતાના બાપનો તંબુ ઈરાનીઓની છાવણીમાંથી પારખી કાઢવાની અને રૂસ્તમને પિછાણવાની ઘણી કોશેશ કીધી પણ તે ફોકટ ગઈ અને તેનું પરિણામ આ આવ્યું કે બેઉ બાપ બેટાઓ એકમેકને પિછાણ્યા વગર લડયા અને તેમાં પેહલી કુસ્તીમાં રૂસ્તમ હાર્યો અને બીજીમાં સોહરાબ હાર્યો. જેવો સોહરાબ જમીન ઉપર પડયો કે રૂસ્તમે તેની છાતીમાં ખંજર ભોંકી દઈ તેને મારી નાખ્યો. મરતાં મરતાં સોહરાબે અફસોસ કીધો અને કહ્યું કે ‘જ્યારે તું જમીન ઉપર પડયો અને હું તુંને મારી નાખવા નીકળ્યો ત્યારે તે મને કાકલુદી કરી ‘મરદની ત્રણ ચોંટ’ એવી કહી અટકાવ્યો અને હું જમીન ઉપર પડતાં તે મને એકદમ મારી નાખ્યો છે. પણ ફીકર નહીં. મારો બાપ રૂસ્તમ જ્યારે આ વાત જાણશે ત્યારે તે તુંને પાણીની પાતાળમાંથી કે આસમાનની બુલંદીમાંથી શોધી કાઢી મારો કિનો લેશે.’

સોહરાબના આ સખુનો સાંભળી રૂસ્તમ ચોંક્યો અને જાણ્યું કે તેના પોતાને હાથે તેનો બેટો માર્યો ગયો છે. તેણે ઘણીક જારી અને વિલાપ કીધો અને સોહરાબને લાગેલા કારી જખમનો ઈલાજ કરવા માટે નોશ દારૂ લેવા પોતે શાહ કૌસ આગળ દોડયો. પણ તેટલામાં તો સોહરાબે પોતાનો મીઠો જાન પોતાના કિરતારને સોપ્યો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 December – 23 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતની અંદર સારા સારી હોય તો ઉધાર લીધેલા પૈસા પાછા આપી દેજો. ગુરૂની કૃપાથી તબિયતમાં સારા સારી રહેશે. ફેમીલીમાં વધુ સારા સારી થાય તે માટે…

  • ‘Know Your Religion’ Witnesses Great Turnout

    The ‘Know Your Religion’ religious classes, organised at M J Wadia Agiary hall, next to Hilla Towers, witnessed over thirty children attending to pray and learn about our Zoroastrian religion and scriptures on 30th September, 2018. The class credits its success to Er. Ramiyar Karanjia and his group of dedicated teachers; Trustees of M J…

  • From the Editors Desk

    A Time To Think… Dear Readers, One of the virtues we pride ourselves in, as a community, is our progressive outlook. We inherit this quality from our visionary predecessors who were true thought leaders, and who elevated the standard of living and life – for not just their fellow community members, but also for their…

  • શિરીન

    ‘આબાન, પપ્પા પપ્પા કેમ છે?’ ‘હજી એવણનો દમ ચાલેછ પણ ડોકટરો કહેછ કે હવે આખરી આવી લાગીછ.’ શિરીન વોર્ડન એ સાંભળી ખુદાના હઝારો શુક્રાના કરી લીધા કે તેણી મળી શકે ત્યાં વેર તેણીનો બાપ હજી જીવતો હતો. પછી ઉતાવળે પગલે તેઓ બન્ને વોર્ડમાં દાખલ થયા તે પદડા કરી લીધેલા પલંગ આગળ જઈ ઉભાં કે દીલનાઝ…

  • Remembering Alyque

    “Cowards die many times before their deaths; The valiant never taste of death but once.” – William Shakespeare REMEMBERING ALYQUE, an evening of Sharings and Performances from some of his best loved musicals with Shiamak Davar, Sharon Prabhakar, Dalip Tahil, Marianne D’Cruz Aiman, Delna Modi, Shahriyar Atai, Siddharth Meghani and 2Blue.