હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો.

સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી.

સાંજે 5.00 વાગે અગિયારીના સ્ટાફ તરફથી જશનની ક્રિયા બેટાઓ મારેસ્પંદ અને હોરમઝદની આગેવાની હેઠળ થઈ હતી. સઘળા હાજર રહેલા હમદીનો સાથે હમ-બંદગી થઈ હતી.

સાંજે 6.00 વાગે જાણીતા સ્કોલર ધર્મઅભ્યાસી અને પારસી પંચાયતના માનવંત ટ્રસ્ટી સાહેબ ભાઈજી નોશેરવાન હો. દાદરાવાલા સાહેબે હાજર રહેલા હમદીનો સમક્ષ ઘણુ સુંદર અભ્યાસપૂર્વત ભાષણ આપ્યું હતું. તેમાં એમણે દાદર અહુરમઝદ, અમેસાસ્પંદ, યઝદો વિશે, જરથુસ્ત્ર સાહેબ વિશે જશનની ક્રિયા વિશે અથોરનાન ટોળા વિશે તેમજ આતશ પાદશાહોના વિષયો ઉપર જાણકારી ભર્યુ ભાષણ આપી સર્વેને ધર્મની બાબદમાં ખુલાસાવાર સમજણો આપી હતી ભાષણબાદ સવાલ જવાબોની સેશન ચલાવી, સર્વે હમદીનોના સંતોષ પૂર્વક જવાબો આપી સર્વેના દીલ જીતી લીધા હતા.

પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાનજીએ ભાઈ નોશેરવાન હો. દાદરાવાલાનો હાર્દિક આભાર માની શાલ ફૂલહારથી બહુમાન કર્યુ હતું.

સાલગ્રેહ પ્રસંગે અગિયારીના મકાનને સુંદર રીતે ચોક, તોરણો, હારોથી લાઈટો કરી શણગારવામાં આવ્યું હતું.

Similar Posts

  • From the Editors Desk

    Dear Readers, Today, October 2, 2021, marks the 152nd birth anniversary of Mahatma Gandhi (Mohandas Karamchand Gandhi) – ‘Father of the Nation’. An Indian lawyer in South Africa, whose life took on a completely unprecedented path post an experience that left him feeling discriminated against and humiliated, Gandhi went on to make history as the…

  • Tata Steel Jamshedpur To Employ 500 Employees’ Children

    A press meeting by the Tata Workers’ Union (TWU) announced a landmark agreement with the Management of Tata Steel Jamshedpur, which has agreed to enroll 500 registered dependents of retired employees, over a three-year phased manner, starting Feb-March, 2021. This will be the first time in a decade that Tata Steel will be enrolling registered…

  • From the Editors Desk

    Expect The Unexpected! Dear Readers, This week saw Mumbai enveloped in a cold embrace, with the mercury plummeting to the season’s lowest – hitting 13.2 degrees Celsius at the start of the week. While some welcomed this chilly change, others preferred to stay huddled in their baugs and homes, as the India Meteorological Department (IMD)…

  • ZAC Holds Ayathrem Gahambar

    The Zoroastrian Association of California (ZAC) organised the ‘Ayathrem Gahambar’ at the ZAC Atash Kadeh, on 14th October, 2018. Attended by seventy-five Zoroastrians, the celebrations began with a Hama Anjuman Jasan sponsored by the Humbandagi group, and performed by Er. Zerkxis Bhandara, Er. Jal Birdy and Er. Minoo Katrak. Following the Humbandagi, Er. Zerkxis explained…

  • મેટ્રો 3ની અપડેટ

    ગુરુવાર, 28મી જૂન, 2018ના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મુંબઈ મેટ્રો 3 પ્રોજેકટની ગોઠવણીનો વિરોધ કરતા પારસી સમુદાય દ્વારા દાખલ કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી મેળવવાનો હેતુ સાથે ભૂગર્ભ ટનલિંગ પ્રવૃત્તિને લીધે મુંબઇના બે સૌથી જૂના આતશ બહેરામ – વાડિયાજી આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામની પવિત્રતાને અને માળખાકીય રીતે નુકસાન ન…