હસો મારી સાથે

પતિ: આ વરસમાં આ ચોથો અરીસો તે તોડ્યો.

પત્ની: વાંક તમારો હતો.

પતિ: એલી, વેલણ તે ફેંક્યું તો વાંક મારો કેવી રીતે ગણાય??

પત્ની: તમે આઘા કેમ ખસી ગયા??

***

ઉનાળામાં પતિ પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં ઝાડુ હોય!!

શિયાળામાં પતિ પંખો બંધ કરી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પાંચ પર પંખો ચાલુ કરે, હાથમાં પોતુ હોય!!

કોની તાકાત છે આ દાદાગીરી અટકાવી શકે?

પ્રભુ તમામ પતિને આ બધું સહન કરવાની તાકાત આપે !!

***

અમારો વોચમેન હંમેશા પીધેલો જ રહેતો..

મેં પૂછ્યું તો કહે..

સિક્યોરીટી તો ટાઇટ જ હોવી જોઇએ..

***

પ્રભુ: હે નારીઓ… કરવા ચોથનું વ્રત સતયુગ માટે હતું. અને કલિયુગ માટે પતિને લાબું જીવાડવા માગતા હોય મૌનવ્રત રાખવાનું હોય છે, દરેક અઠવાડિયે 4 દિવસ. (શની-રવિ ફરજિયાત)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *