અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર

ભૂતકાળમાં કસોટીઓ અને મુશ્કેલીઓના સમયમાં, આપણા પૂર્વજોએ આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહને સમયાંતરે અલગ-અલગ સ્થળોએ સ્થળાંતર કરીને સુરક્ષિત રાખ્યા હતા જેમાં સમાવેશ થાય છે, સંજાન (669 વર્ષ), બાહરોટની ગુફાઓ (12 વર્ષ: 1393 – 1405 એસી), વાંસદાના જંગલો – 14 વર્ષ: 1405 – 1418 એસી), નવસારી (313 વર્ષ: 1419 – 1732 એસી), સુરત (3 વર્ષ: 1733 – 1736 એસી ), નવસારી (5 વર્ષ: 1736 – 1741 એસી), વલસાડ (1 વર્ષ: 1741 – 1742 એસી), ઉદવાડા (272 વર્ષ: 28 મી ઓક્ટોબર, 1742 – અત્યાર સુધી). મોટાભાગના જરથોસ્તીઓ આ સ્થળોથી પરિચિત છે, હકીકત એ છે કે શ્રીજી પાક ઈરાનશાને 14 વર્ષ (1405 થી 1418) સુધી  વાંસદાના જંગલોમાં અજમલગઢની ટેકરીઓની ગુફામાં રાખવામાં આવ્યા હતા.

આ ઐતિહાસિક સ્થળ અંગે જાગૃતિ લાવવા, ધ વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટ (ડબ્લ્યુઝેડઓટી) વાંસદા પારસી જરથોસ્તી અંજુમન  (વીપીઝેડએ) સાથે મળીને (રોજ મોહર, માહ મહેર) 24મી ફેબ્રુઆરી, 2018ના રોજ અજમલગઢ ખાતે પર્વતીય શિલા પર સૌ પ્રથમવાર જશનનું આયોજન કરવામાં આવ્યું છે. જશનની પવિત્ર ક્રિયા સ્વારે સ્ટે. ટા. 10.30 કલાકે કરવામાં આવશે ત્યારબાદ ‘કમ્યુનીટી ગંભાર’ વાંસદા ખાતે એ.એચ. વાડિયા હોલમાં કરવામાં આવશે.  ડબલ્યુઝેડઓટી અને વીપીઝેડએે દ્વારા લેવામાં આવેલા પહેલા, ઇકો ટુરીઝમ (ગુજરાત) તેમજ વલસાડ (ઉત્તર) ફોરેસ્ટ ડિવીઝન દ્વારા અજમલગઢ ટેકરી ઉપર પહોંચવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પર્વતીય ટોચ પર એક સ્મારક સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને ગુફાઓમાં જવાનો માર્ગ, ગાઢ ઝાડીઓને લીધે ઉપલબ્ધ ન હતો, જે હવે ગુજરાતી સમુદાયના યુવાનોના જૂથને આભારી છે, જેમણે મુશ્કેલી ભર્યુ કાર્ય પાર પાડયું. તાજેતરમાં, ટીમ ડબલ્યુઝેડઓટીના કાર્યક્રમ હેઠળ યુુવાનોએ અજમલગઢની મુલાકાત લીધી હતી, જ્યાં આપણા પૂર્વજોએ એ મુશ્કેલીભર્યા વરસોમાં બલિદાનો આપી આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહની રક્ષા કરી હતી. સમુદાયોના સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે આ કાર્યક્રમની ઉજવણી માટે અજમલગઢ ખાતેના સૌ પ્રથમવારના જશન અને ગંભારમાં હાજર રહેવું, જ્યાં આપણા પ્રતિષ્ઠિત શ્રીજી પાક ઈરાનશાને 14 વર્ષ સુધી સલામત રાખવામાં આવ્યાં હતાં.

રજિસ્ટ્રેશન અને વિગતો માટે, સંપર્ક: દારાયસ મીરઝાં, સચિવ, વાંસદા અંજુમન, 09537660914.

દિશા નિર્દેશો: મુંબઈથી અજમલગઢ સુધી એનએચ 48 મારફતે. વાયા ચિખલી  (275 કિમી; આશરે સમય: 4કલાક 53મીનીટ).

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માર્ગ લો-ડાબી બાજુ રહો – વર્સોવા રોડ સુધી ચાલુ રાખો/વેર્સ્ટન એકસપ્રેસ હાઈવે ટુ સ્ટે એનએચ48 વલસાડ સુધી-સીધા ચાલો, લોકેશન સુધી પહોચી જશો: ચીખલી, ચીખલી રાનકુવા વિશે પુછો-રાનકુવા સુધી પહોચી જશો. સીધા ચાલો રાનકુવા વાંસદા રોડ સુધી – વાંસદા સુધી પહોંચી જશો રાઈટમાં ચાલો (તમને ત્યાં બોડ તથા વોલન્ટીયર્સો અજમલગઢ ગોઢમાલ સુધી જોવા મળશે.) વાંસદા ધરમપુર રોડ, કવડેજ બસ સ્ટોપ સુધી પહોંચશો, ગોઢમલ સુધી લેફટ ચાલો (અજમલગઢ) રસ્તાની જાણકારી  https://goo.gl/maps/PbbzC8Gypqz

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 July – 30 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કામમાં જશની સાથે ધન પણ કમાવી શકશો. બુધ્ધિ વાપરી તમારા મુશ્કેલીભર્યા કામ વીજળીવગેે પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કરકસર અવશ્ય કરજો. નવા કામ કરવામાં સફળ થશો. બુધની…

  • From the Editor’s Desk

    Happy 11th B’day, Parsi Times! As Parsi Times completes eleven auspicious years, on behalf of all at Parsi Times, I thank you – our ardent readers and steadfast supporters – for your constant encouragement, enthusiastic participation and invaluable feedback through this momentous journey. It has been an inspiring and exhilarating journey. What started out eleven…

  • ઝેડએસી જીતના જાનની ઉજવણી કરશે

    સૌથી હિંમતવાન બહેરામ યઝદ બોલે છે (સહાય માંગનાર પાસે) હું હિંમતમાં સૌથી વધારે હિંમતવાન છું, હું વિજય મેળવનારમાં સૌથી મોટો વિજયી છું, નફામાં હું સૌથી મોટો નફાકારક છું, આરોગ્યમાં હું સૌથી વધારે આરોગ્ય આપનાર છું હું -બેહરામ યશ્ત પેરા 3 1 જૂન, 2021 ના રોજ કોરોના વાયરસ ઉપર ફત્તેહ મેળવવા આપણા સમુદાય અને તમામ માનવતાને…

  • From the Editor’s Desk

        Dear Readers, Across all religions, and especially for smaller communities like ours, priests play an extremely vital role in nurturing and providing guidance to the spiritual and moral growth and wellbeing of both – the community as well as its individual members. Priesthood is a noble and an essential calling; the world needs…

  • સ્વતંત્રતા દિવસની કેટલીક આશ્ર્ચર્યજનક વાતો

    ભારત સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા…

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે? એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું…