શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી કાઢવા સરખી વાત ન હતી. શું એક પરદેશી મુસાફર અને તે પણ વળી કોઈ સામાન્ય સ્થિતિનો સોદાગર આમ પોતાની બહેન રાજકુંવરીના હાથની માગણી એક કરામતી ઘોડાના બદલામાં કરે? એજ વિચારે તેને ગુસ્સાથી દીવાનો કરી મૂકયો!

પણ બાદશાહનું મન તે કરામતી ઘોડા પર એટલું તો ચોંટયું હતું કે એકની એક દીકરી આપી તેના બદલામાં ઘોડો લેવા તે તૈયાર હતો. કદાચ બધા દરબારીઓ વચ્ચે આવી માગણી સ્વીકારતા શાહની પોતાની હાંસી થશે માની તેઓ શું કરવું તેના વિચારમાં મશગુલ રહ્યા.

શાહજાદો ફિરોઝ પોતાના પેદરની મુંઝવણ પામી ગયો. તેણે કહ્યું, ‘નામદાર શહેનશાહ! આપ કે જે દુનિયાના સૌથી એક મોટા રાજ્યના તખ્ત પર બિરાજો છો તે શું આવા ઠગારા પરદેશી જાદુગર માણસની આવી એક મહાન રાજાની કુંવરીના હાથની અપમાનજનક માગણી મુંગે મોઢે ચલાવી લેશો? મારી ખાત્રી છે કે આપ નામદાર એ માગણી તીરસ્કાર સાથે નામંજુર કરશો અને આપણા રાજવંશી કુટુંબનું જે અપમાન તેણે કર્યુ છે તે માટે તેની પૂરતી ખબર લેશો.’

બાદશાહે હવે પોતાની ચુપકીદી તોડી. તે નામદાર ધીરેથી બોલ્યા, ‘બેટા, શાહજાદા! તું એકદમ ગુસ્સે ન થઈ જા આ ઘોડો ઘણોજ કીંમતી છે. તેની જોડી મળવી મુશ્કેલ છે. તેની કરામત જ તેની મહાન ઉપયોગિતા દેખાડે છે. હું એવું નથી ઈચ્છતો કે કોઈ આપણા દુશ્મન રાજાના હાથમાં આવો કીંમતી કરામતી ઘોડો જાય. જો આપણે આ ઘોડો નહીં લઈએ તો જરૂર તે ઘોડો બીજા રાજાના હાથમાં જશે. માટે આપણે આ હિન્દીવાન સાથે તેના ઘોડાની કીંમતના સંબંધમાં કંઈ છેવટના ઠરાવ પર આવીએ તે પહેલા મારી એવી મરજી છે ે તારે જાતે તે ઘોડા પર બેસી તેની ઉપયોગિતાની ખાત્રી કરવી કે જેથી આપણે આ ઘોડાની ખરી કીંમત બુજી શકીએ.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Review: Newton

    Who says that art cinema in Hindi films is non-existent? In India, politics and politicians have always made strange bedfellows – as the inveterate R K Laxman would lampoon in his daily column and which second-time director Masurkar ( Sulemani Keeda,2014) would have done well to emulate. Both Masurkar and Mayank Tewari, without attempting to…

  • ‘Dinshaw B. Avari Road’ Inaugurated in Karachi

    On 4th December, 2021, Karachi-based Parsi resident Bahram Avari, along with Sindh Chief Minister – Syed Murad Ali, inaugurated ‘Dinshaw B. Avari Road’, in Keamari, Karachi, Pakistan. The inauguration ceremony was also attended by the entire Avari family, alongside notable members of the Parsi community and other government officials. The Dinshaw B. Avari road connects the…

  • તેર બીના જીયા જાયે ના!

    રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી…

  • સંબંધો જાળવવા એટલે શું?

    હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે જગત સાથે જગતના કર્તા સાથા સંબંધ જાળવવો તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને કુલ જગતમાં હું પાતે દરેક આદમી સમાયેલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી એ ધર્મ પાળવા બરાબર…

  • From the Editors Desk

    Happy Republic Day 2022! Dear Readers, If there was one line which could effectively sum up the story of humanity, ever since it was ambushed by the pandemic, it would be, ‘And life would never be the same again’. We’ve had to reset everything, renew our perceptions, and redefine our priorities. Even as we move…